શાહીન બન્યો શાહીદ આફ્રિદીનો જમાઇ, બાબર-સરફરાઝ પણ દેખાયા, જુઓ વીડિયો

ક્રિકેટ જગતમાં હાલના દિવસોમાં લગ્નનો દૌર ચાલી રહ્યો છે. પાકિસ્તાની ટીમનો સ્ટાર બોલર શાહીન શાહ આફ્રિદી હવે લગ્નના બંધનમાં બંધાઇ ગયો છે. શાહીન આફ્રિદીએ પૂર્વ પાકિસ્તાની કેપ્ટન શાહિદ આફ્રિદીની દીકરી અંશા સાથે લગ્ન કર્યા છે. શાહીન અને અંશાના આ લગ્ન 3 ફેબ્રુઆરીના રોજ કરાચીમાં થયા હતા, જે પાકિસ્તાન સહિત રમત જગતમાં ખૂબ ચર્ચામાં રહ્યા. આ લગ્નમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ, શાદાબ ખાન અને પૂર્વ કેપ્ટન સરફરાઝ અહમદ સહિત ઘણા સ્ટાર ખેલાડી સામેલ થયા હતા.

આ બધાએ શાહીન શાહ આફ્રિદીની જાનમાં પણ જોરદાર શોભા વધારી. તેના ઘણા ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. શાહીન આફ્રિદી અને અંશા આફ્રિદીની સગાઇ બે વર્ષ અગાઉ જ કરી દેવામાં આવી હતી. કોરોના અને લોકડાઉનના કારણે લગ્ન થઇ શક્યા નહોતા.

હવે ખૂબ ધામધૂમથી સિટી ઓફ લાઇટ કહેવાતા કરાચી શહેરમાં લગ્ન થયા છે. શાહીન આફ્રીદી અને મહેમાનોના ઘણા ફોટો વાયરલ થયા છે. અંશા પહેલા ગયા વર્ષે 30 ડિસેમ્બરના રોજ શાહિદ આફ્રિદીની મોટી દીકરી અક્શાના લગ્ન થયા હતા.

કરાચીમાં અક્શાના લગ્ન નસિર નાસિર ખાન સાથે થયા. આફ્રિદીના ઘરે આ આયોજનમાં શાહીન આફ્રિદી પણ સામેલ થયો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતીય અને પાકિસ્તાની ક્રિકેટમાં હાલના દિવસોમાં ધમજેદાર અંદાજમાં લગ્નની સીઝન ચાલી રહી છે.

છેલ્લા એક-બે મહિનામાં ભારતીય અને પાકિસ્તાની ટીમને 5 સ્ટાર ક્રિકેટર્સ લગ્નના બંધનમાં બંધાઇ ચૂક્યા છે. ગયા મહિને જ પાકિસ્તાની ફાસ્ટ બોલર હારિસ રાઉફે મોડલ મુજ્ના મસૂદ સાથે લગ્ન કર્યા હતા.

ત્યારબાદ પાકિસ્તાનના જ બેટ્સમેન શાન મસૂદે લોંગ ટાઇમ ગર્લફ્રેન્ડ નિશા ખાન સાથે લગ્ન કર્યા, જ્યારે શાદાબ ખાને પાકિસ્તાની ટીમના કોચ સકલૈન મુશ્તાકની દીકરી સાથે લગ્ન કર્યા હતો. પછી એક દિવસ એવો પણ આવ્યો જ્યારે ભારતીય અને પાકિસ્તાની ક્રિકેટમાં એક સાથે શરણાઇઓ વાગી. 23 જાન્યુઆરીના રોજ ભારતીય સ્ટાર ખેલાડી કે.એલ. રાહુલ અને પાકિસ્તાની ઓલરાઉન્ડર શાદાબ ખાને લગ્ન કર્યા. ત્યારબાદ અક્ષર પટેલે 26 જાન્યુઆરીના રોજ મેહા પટેલ સાથે લગ્ન કર્યા હતા.

About The Author

Top News

ટેક્સ પેયરનો જીવ એ જીવ નથી? પાટીલે ચુપચાપ સાંભળી કેમ લીધું?

પહેલગામમાં મોતને ભેટેલા સુરતના મોટા વરાછાના શૈલેષ કળથિયાની અંતિમ યાત્રા ગુરુવારે નિકળી ત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ હાજર...
Gujarat 
ટેક્સ પેયરનો જીવ એ જીવ નથી? પાટીલે ચુપચાપ સાંભળી કેમ લીધું?

આખા દેશમાં 28 ટકા પોલીસ અધિકારીઓની જગ્યાઓ ખાલી; માત્ર 8 ટકા મહિલા અધિકારીઓ

ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2025 તાજેતરમાં જ જાહેર કરવામાં આવ્યો છે. આ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે, જે ભારતના...
National 
આખા દેશમાં 28 ટકા પોલીસ અધિકારીઓની જગ્યાઓ ખાલી; માત્ર 8 ટકા મહિલા અધિકારીઓ

પંચર રિપેર કરતા પિતાના પુત્રએ IAS પરીક્ષા પાસ કરી, ઇકબાલ અહેમદની એક પ્રેરણારૂપ વાર્તા

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ મંગળવારે સિવિલ સર્વિસ પરીક્ષા 2024ના પરિણામો જાહેર કર્યા. આમાં, UPના...
Education 
પંચર રિપેર કરતા પિતાના પુત્રએ IAS પરીક્ષા પાસ કરી, ઇકબાલ અહેમદની એક પ્રેરણારૂપ વાર્તા

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ભારતીય મૂળના ઉષાની લવ સ્ટોરી જાણો

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને તેમના પત્ની ઉષા ચિલુકુરી 4 દિવસના ભારત પ્રવાસે આવેલા છે સાથે તેમના બાળકો ઇવાન, વિવેક...
World 
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ભારતીય મૂળના ઉષાની લવ સ્ટોરી જાણો
Copyright (c) Khabarchhe All Rights Reserved.