સચિન તેંદુલકરની ભવિષ્યવાણી, જણાવ્યું- ભારત અને ઈંગ્લેન્ડમાંથી કોણ જીતશે ટેસ્ટ સીરિઝ

હાલના સમયમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. જ્યાં તેણે 5 મેચની ટેસ્ટ સીરિઝમાં મેજમાન ટીમનો સામનો કરવાનો છે. આ સીરિઝની શરૂઆત આજથી (20 જૂન 2025) શરૂ થઈ રહી છે. આ અગાઉ રમત જગતમાં ક્રિકેટના ભગવાનના રૂપમાં જાણીતા સચિન તેંદુલકરે એક મોટી ભવિષ્યવાણી કરી છે. તેમનું માનવું છે કે, ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમ 3-1થી જીતશે. જી હા, તેમાં ચોંકાવનારી નથી. કેમ કે આ વાત અમે નહીં, પરંતુ પોતે ક્રિકેટના ભગવાને આ વાત કહી છે. ESPNcricinfo સાથે થયેલી વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, ‘મેં ભારત માટે 3-1નું અનુમાન લગાવ્યું છે.

sachin2
facebook.com/SachinTendulkar

 

છેલ્લી વખત જ્યારે ઈંગ્લેન્ડ પ્રવાસ ટીમને વર્ષ 2007માં તે જીત મળી હતી. એ જીતના સાક્ષી પોતે સચિન તેંદુલકર છે. રાહુલ દ્રવિડની આગેવાનીમાં, ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા ઈંગ્લિશ ટીમને તેની જમીન પર ધૂળ ચટાવી હતી. ત્યારથી ભારતીય ટીમ ત્યાં જીત માટે તરસી રહી છે. હાલમાં ભારતીય ટીમ બદલાવના દૌરમાંથી પસાર થઈ રહી છે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિચંદ્રન અશ્વિન જેવા અનુભવી ખેલાડીઓએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી ચૂક્યા છે. તેમની જગ્યાએ સામેલ ખેલાડીઓને ઈંગ્લેન્ડની ધરતી પર પ્રદર્શન કરવાનો અનુભવ ન બરાબર છે અથવા ખૂબ ઓછું છે. આ જ કારણ છે કે ક્રિકેટ એક્સપર્ટ આ વખત ટીમના પ્રદર્શનથી થોડા ભયભીત છે.

સચિને ગિલને આપી સલાહ

યુવા કેપ્ટન ગિલને સચિને મહત્ત્વની સલાહ આપી છે. આ સિવાય, તેમણે આશા વ્યક્ત કરી કે, ઈંગ્લેન્ડની ધરતી પર  તે આ વખતે કંઈક ખાસ કરશે. તેમણે કહ્યું કે, ‘તેમને (ગિલને) મારી એવી જ સલાહ છે કે તેમણે ચિંતા કરવાની જરૂરિયાત  નથી, X, Y, Z શું કહી રહ્યા છે.

sachin
facebook.com/SachinTendulkar

 

તેમણે કહ્યું કે, તેમની કેપ્ટન્સી આક્રમક હોય કે રક્ષણાત્મક અથવા પર્યાપ્ત આક્રમક હોય અથવા સક્રિય કેપ્ટન ન હોય, આ જે પણ વિચાર છે. આ માત્ર વિચાર છે, જે બહારથી આવી રહ્યા છે. મારા હિસાબે, બધી બાબતે તેણે વિચારવાની જરૂરિયાત નથી, પરંતુ તેણે એ વિચારવાની જરૂરિયાત છે કે ડ્રેસિંગ રૂમમાં શું ચર્ચા થઈ.'

Related Posts

Top News

'મતની ચોરી કરાવી રહ્યું છે ચૂંટણી પંચ, નિવૃત્ત થઇ જાય તો પણ છોડીશું નહીં'; રાહુલ ગાંધી થયા ઉગ્ર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે...
National 
'મતની ચોરી કરાવી રહ્યું છે ચૂંટણી પંચ, નિવૃત્ત થઇ જાય તો પણ છોડીશું નહીં'; રાહુલ ગાંધી થયા ઉગ્ર

CM યોગી પર બનેલી ફિલ્મ 'અજેય'ની રીલિઝ કેમ રોક લાગી ગઈ? સેન્સર બોર્ડે સર્ટિફિકેટ જ ન આપ્યું

'અજેય ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી'ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ  પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કર્યો છે, ત્યારબાદ...
Entertainment 
CM યોગી પર બનેલી ફિલ્મ 'અજેય'ની રીલિઝ કેમ રોક લાગી ગઈ? સેન્સર બોર્ડે સર્ટિફિકેટ જ ન આપ્યું

હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ

રાહુલ ગાંધીની અત્યાર સુધી કોંગ્રેસ નેતાઓએ ચાપલૂસી કરી હોય તેવી વાત સામે નહોતી આવી, પરંતુ લાગે  છે કે સામાન્ય...
Politics 
હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ

અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને જનસૂરાજ પાર્ટીના નેતા પ્રશાંત કિશોર એક જ રસ્તાના મુસાફર બની ગયા હોય એવું...
Politics 
અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.