ઓસ્ટ્રેલિયા માટે જોખમી બની શકે છે ભારતના આ 3 ખેલાડી, બચીને રહેવું પડશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચોની ટેસ્ટ સીરિઝ શરૂ થવામાં હવે થોડા જ દિવસનો સમય બચ્યો છે. ભારત અને ન્યૂઝીલેન્ડની T20 સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ ફેબ્રુઆરીમાં રમાશે. ત્યારબાદ ભારતીય ટીમ પણ ટેસ્ટ સીરિઝની તૈયારીમાં લાગી જશે. જો કે, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા બેટ્સમેનોને ન્યૂઝીલેન્ડ સીરિઝમાંથી એટલે આરામ આપવામાં આવ્યો છે જેથી તેઓ ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ માટે ફ્રેશ અને ફિટ રહી શકે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જ્યારે ટેસ્ટ મેચ રમાય છે તો તે માત્ર એક સીરિઝ હોતી નથી, ઘણી બધી વસ્તુઓ દાવ પર લાગેલી હોય છે.

આમ પણ ICCની ટેસ્ટ રેન્કિંગમાં આ સમયે જ્યાં ઓસ્ટ્રેલિયા નંબર વન પર છે તો ભારતીય ટીમે બીજા નંબરે છે. એટલે કે નંબર વન અને બે વચ્ચે કાંટાની ટક્કર હશે. ઓસ્ટ્રેલિયન ટીમ જ્યારે પણ ભારતના પ્રવાસે આવે છે, ખાસ  કરીને ટેસ્ટ સીરિઝ માટે તો તેના માટે એ સખત પરીક્ષાનો સમય હોય છે. આ વખત પણ એવું જ થશે. ખાસ કરીને ભારતના 3 ખેલાડી ઓસ્ટ્રેલિયા માટે જોખમો બની શકે છે. ભારત અને ઑસ્ટ્રેલિયાય વચ્ચે સીરિઝની પહેલી મેચ 9 ફેબ્રુઆરીના રોજ નાગપુરના વિદર્ભ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમશે.

અત્યારથી એમ માનવામાં આવી રહ્યું છે કે ભારતમાં ઓસ્ટ્રેલિયાની પરીક્ષા ધીમી પીચો પર લેવામાં આવશે. આ વાતને ધ્યાનમાં રાખતા ઓસ્ટ્રેલિયન ટીમે સિડનીમાં જ એક સ્પિન ફ્રેન્ડલી પીચ તૈયાર કરી છે અને આ સમયે ત્યાં પ્રેક્ટિસ કરી રહી છે. ભારતીય ટીમના જે સ્પિન બોલરો સામે ઓસ્ટ્રેલિયાની પરીક્ષા હશે તેમાં રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ અને રવીન્દ્ર જાડેજા જેવા દિગ્ગજ હશે. જો કે અત્યારે એ સ્પષ્ટ નથી કે રવીન્દ્ર જાડેજા પહેલી મેચ રમી શકશે કે નહીં, પરંતુ 1 ફેબ્રુઆરીના રોજ તેના પરથી પરદો ઉઠી જશે.

જો કે સૌરાષ્ટ્ર તરફથી રણજી ટ્રોફીમાં રવીન્દ્ર જાડેજાએ બીજી ઇનિંગમાં જે પ્રકારની બોલિંગ કરી છે, તેનાથી માનવામાં આવી રહ્યું છે કે તે રમી શકે છે. જો ઓસ્ટ્રેલિયાને પણ એ વાત ખબર હશે તો નક્કી છે કે તેમના માથે પણ પરસેવો આવી રહ્યો હશે. જો રવીન્દ્ર જાડેજા ફિટ થયો તો રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાની જોડી ઓસ્ટ્રેલિયાને નચાવવા માટે પૂરતા હશે અને જો અક્ષર પટેલ પણ આવી ગયો તો પછી કહેવાનું જ શું. ખાસ વાત એ પણ છે કે આ ત્રણેય જ બોલર બેટિંગ પણ સારી એવી કરી શકે છે. જો પહેલા ફાસ્ટ બોલરોએ જલદી વિકેટ લઇને દબાવ બનાવી દીધો તો અશ્વિન, અક્ષર અને જાડેજાની જોડી કમાલ કરી શકે છે.

About The Author

Related Posts

Top News

ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

હરિયાણાના નૂહ જિલ્લાનું સિરોલી ગામ. વસ્તીની દ્રષ્ટિએ, આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું છે. 3,296 મતદારોમાંથી 250 હિન્દુ મતદારો છે....
National 
ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં  બાબરને લાવનાર...
National 
રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

ગયા સોમવારે, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચારથી વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ. એક તરફ...
Entertainment 
પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રૉયલ્સ (RR)નું ખરાબ પ્રદર્શન યથાવત છે. 24 એપ્રિલ (ગુરુવાર)ના...
Sports 
‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.