આયર્લેન્ડ સામે કારમી હાર માટે આ 6 કારણો જવાબદાર

15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ડેબ્યૂ ન થયું. સોશિયલ મીડિયા પર આ સૌથી મોટો મુદ્દો બની ગયો. આ પ્રશ્ન પણ માન્ય છે. જે ખેલાડીએ ઘરેલૂ અને જુનિયર ક્રિકેટમાં રેકોર્ડ તોડી રહ્યો છે ત્યારે તેને શા માટે રાહ જોવી પડે છે? પરંતુ શું ભારત આયર્લેન્ડ સામે ફક્ત એટલા માટે હારી ગયું કારણ કે વૈભવને તક આપવામાં આવી નહોતી? જવાબ છે ના.

જો આપણે હારનો સંપૂર્ણ દોષ એક જ પસંદગીના નિર્ણય પર ઢોળી દઇએ, તો આપણે બે મેચ દરમિયાન આયર્લેન્ડે વિશ્વ સમક્ષ રજૂ કરેલી મોટી તસવીર ચૂકી જઈએ. આ હાર કોઈ અકસ્માત નહોતો; તે એ જ નબળાઈઓનું વિસ્તરણ હતું, જે અગાઉ T20 વર્લ્ડ કપ દરમિયાન અમેરિકા, નામીબિયા અને નેધરલેન્ડ જેવી ટીમો સામે ઘણી વખત જોવા મળી હતી. ત્યારે ભારત બચી ગયું હતું, પણ આ વખતે નહીં. ભારતની હાર પાછળ ફક્ત એક જ કારણ નથી; ઘણા બધા છે.

Team india
BCCI

1. કોઈ સ્થાયી ટીમ સંયોજન નથી, તો જીત કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય?

શ્રેણી શરૂ થાય તે પહેલાં જ સૌથી મોટી ચર્ચા પ્લેઇંગ ઇલેવન હતી. કોણ રમશે? કોણ બહાર બેસશે? કેપ્ટન શ્રેયસ ઐય્યર કઈ ભૂમિકા ભજવશે? શું વૈભવને તક મળશે? જ્યારે કોઈ ટીમ તેની શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવન પર સમાધાન કરી શકતી નથી, ત્યારે તેની અસર મેદાન પર દેખાશે એ નક્કી છે. ભવિષ્ય માટે સતત પ્રયોગો સારા હોઈ શકે છે, પરંતુ દરેક શ્રેણીને પ્રયોગશાળા બનાવી દેવાનું જોખમ છે.

2. નબળી શરૂઆતથી આખી ઇનિંગ વિખેરાઇ ગઇ

T20 ક્રિકેટમાં પહેલી છ ઓવર ઘણીવાર મેચની દિશા નક્કી કરે છે. પરંતુ, ભારતના ઓપનરો ટીમને જરૂરી શરૂઆત આપવામાં સતત નિષ્ફળ રહ્યા. પરિણામે, મધ્યમ ક્રમ દબાણમાં ઉતર્યો અને આક્રમક ક્રિકેટ રમવાને બદલે તેઓ ફક્ત પોતાની વિકેટ બચાવવા માટે લડતા જોવા મળ્યા. આધુનિક T20 ક્રિકેટમાં, આ ફોર્મ્યૂલા ભાગ્યે જ કામ કરે છે.

Team india
BCCI

3. બૂમરાહના વર્કલોડનું સંચાલન, પરંતુ વિકલ્પો ક્યાં છે?

ભારતીય ટીમ માટે બૂમરાહનું વર્કલોડ સંચાલન કરી રહી છે. પરંતુ, આ દરમિયાન એવો વિકલ્પ પણ તૈયાર થવો જોઈએ. જે તેની ગેરહાજરીમાં જવાબદારી ઉઠાવી શકે.

મોહમ્મદ સિરાજને T20 યોજનાઓમાંથી પણ લગભગ બાજુ પર રાખવામાં આવ્યો છે. પરિણામ એ આવ્યું કે આયર્લેન્ડ સામે ભારત પાસે ન તો નવા બોલથી વિકેટ લેવા સક્ષમ બોલર દેખાયો અને ન ડેથ-ઓવર સ્પેશિયાલિસ્ટ. આનાથી પ્રશ્ન વધુ ઘેરો બન્યો છે કે, શું ભારતીય ટીમે બૂમરાહ માટે વિકલ્પો તૈયાર કરવાને બદલે ફક્ત તેના પર આધાર રાખવાનું શીખી લીધું છે?

4. શું મિડલ ઓર્ડર ફક્ત ફ્લેટ પીચનો માસ્ટર છે?

ભારતીય બેટિંગની સૌથી મોટી તાકાત માનવામાં આવતો મિડલ ઓર્ડર દબાણ હેઠળ વિખેરાઇ ગયો. જેવી જ પીચમાં થોડી ગતિ મળી, બોલ રોકાઇને આવવા લાગ્યો અથવા સીમ મૂવમેન્ટ મળ્યું, મોટા-મોટા હિટર્સ સામાન્ય બેટ્સમેન જેવા દેખાવા લાગ્યા. વર્લ્ડ કપ દરમિયાન આ જ પેટર્ન જોવા મળી હતી; ફરક માત્ર એટલો છે કે આ વખતે, વિરોધી ટીમે કોઈ ભૂલ કરી નથી.

5. IPLની સ્ટ્રાઈક રેટ... આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે ઉકેલ નથી

IPL વિશ્વની સૌથી મોટી T20 લીગ છે, પરંતુ એવી કોઈ ગેરંટી નથી કે દરેક IPL સ્ટાર એક જ શૈલી સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સફળ થશે. ફ્લેટ પીચ પર 200ના સ્ટ્રાઇક રેટથી રન બનાવવા અલગ વાત છે, પરંતુ બેટ્સમેનની ખરી કસોટી ત્યારે થાય છે જ્યારે બોલ રોકાઇને આવે છે, સ્વિંગ થાય છે અથવા પીચ પડકાર આપે છે. ઘણા ભારતીય બેટ્સમેન હજુ પણ આ બદલાવ માટે તૈયાર દેખાતા નથી. જરૂરિયાત ફક્ત મોટા શોટની નથી, પરંતુ મેચની માંગને હિસાબે બેટિંગની છે.

Team india
BCCI

6. વિશેષજ્ઞ સ્પિનર ​​ક્યાં છે?

ભારતીય ટીમમાં સ્પિન ઓલરાઉન્ડરોની કોઈ કમી નથી, પરંતુ મધ્યમ ઓવરો દરમિયાન મેચને ફેરવવા માટે સક્ષમ વિશેષજ્ઞ સ્પિનર ​​કોણ છે? જ્યારે ઝડપી બોલરો વિકેટ લેવામાં નિષ્ફળ જાય છે, ત્યારે સ્પિન વિભાગ પણ વિરોધી ટીમને રોકી શકતો નથી. T20માં, મધ્ય ઓવરોમાં વિકેટ લેનાર સ્પિનર ​​એક શક્તિશાળી હથિયાર હોય છે, અને હાલમાં ભારત પાસે આ જ હથિયાર સૌથી નબળું દેખાય છે.

વૈભવ ચર્ચાનો ભાગ છે, આખી કહાની નહીં

વૈભવ સૂર્યવંશીને તક આપવી જોઈતી હતી કે નહીં તે અંગેની બહેસ ચાલુ રહેશે. કદાચ તેના ડેબ્યૂથી મેચનો રંગ બદલી દેતું; બની શકે કદાચ તેનાથી કંઈ બદલાતું. પરંતુ, એક વાત ચોક્કસ છે કે ભારતની હારને ફક્ત વૈભવના ડેબ્યૂ સાથે જોડવાની વાસ્તવિક સમસ્યા તરફ આંખ આડા કાન કરવા જેવું હશે. આયર્લેન્ડે ફક્ત ભારતને હરાવ્યું જ નહીં; તેણે ટીમને અરીસો બતાવ્યો. જો ભારતીય ટીમ લાંબા સમય સુધી T20 ક્રિકેટમાં નંબર વન ટીમ રહેવા માંગતી હોય, તો તેણે ફક્ત નવા ચહેરા જ નહીં, પણ તેની માનસિકતા પણ બદલવી પડશે... કારણ કે આગલી વખતે વિરોધી ટીમ આયર્લેન્ડ નહીં, પરંતુ ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અથવા દક્ષિણ આફ્રિકા હશે... અને ભૂલોની કિંમત ઘણી વધારે હશે.

About The Author

Related Posts

Top News

સાઉદી અરેબિયાએ ક્રૂડ ઓઈલની કિંમતમાં 11 ડૉલરનો ઘટાડો કર્યો! પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે?

વિશ્વની સૌથી મોટી તેલ નિકાસકાર સાઉદી અરામકોએ ઓગસ્ટમાં ભારત સહિત એશિયન ગ્રાહકોને પૂરા પાડવામાં આવતા ક્રૂડ ઓઈલના ભાવ (OSP)...
Business 
સાઉદી અરેબિયાએ ક્રૂડ ઓઈલની કિંમતમાં 11 ડૉલરનો ઘટાડો કર્યો! પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે?

સરકારે જણાવ્યું કેમ ફિલ્મ 'સતલુજ'ને Zee5 પરથી હટાવવી પડી, જાણો પ્રતિબંધ પાછળનું 'કડવું સત્ય'

જો તમે દિલજીત દોસાંઝના ચાહક છો, તો તમે કદાચ આ ફિલ્મ સાથે જોડાયેલા વિવાદથી વાકેફ હશો. ઇન્ટરનેટ પરથી તેને...
Entertainment 
સરકારે જણાવ્યું કેમ ફિલ્મ 'સતલુજ'ને Zee5 પરથી હટાવવી પડી, જાણો પ્રતિબંધ પાછળનું 'કડવું સત્ય'

કચરામાંથી બનેલા ગેસ પર દિલ્હીની બસો દોડશે; ગડકરીએ કહ્યું

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોમવારે એક કાર્યક્રમને સંબોધતા કહ્યું કે, ભવિષ્યમાં દિલ્હીની બસો મ્યુનિસિપલ કચરામાંથી...
National 
કચરામાંથી બનેલા ગેસ પર દિલ્હીની બસો દોડશે; ગડકરીએ કહ્યું

ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના કોચ કેમ બદલાશે? ગંભીરનું સ્થાન લઈ શકે છે VVS લક્ષ્મણ

19 જુલાઈએ ઈંગ્લેન્ડ પ્રવાસ પૂરો થતા જ ટીમ ઈન્ડિયાનો ઝિમ્બાબ્વે પ્રવાસ શરૂ થઇ જશે. ભારતનો ઝિમ્બાબ્વે પ્રવાસ 23 જુલાઈથી શરૂ...
Sports 
ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના કોચ કેમ બદલાશે? ગંભીરનું સ્થાન લઈ શકે છે VVS લક્ષ્મણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.