- Sports
- એટલી ગરીબી હતી કે બોલ ખરીદવાના પણ પૈસા નહોતા, હવે ધોનીની ટીમે ખરીદ્યો લાખોમાં
એટલી ગરીબી હતી કે બોલ ખરીદવાના પણ પૈસા નહોતા, હવે ધોનીની ટીમે ખરીદ્યો લાખોમાં

ઈન્ડિયન પ્રીમિયર લીગે ઘણા ખેલાડીઓને રાતો રાત સ્ટાર બનાવી દીધા છે. ખેલાડીઓની મહેનતને રંગ લાવવામાં આઈપીએલનું મહત્વનું યોગદાન રહ્યું છે. IPL 2023 માટે કોચીમાં થયેલા ઓક્શન દરમિયાન ઘણા ખેલાડીઓની કિસ્મત ખુલી ગઈ છે. એક તરફ જ્યાં આ ઐતિહાસિક નિલામીએ IPLના બધા રેકોર્ડ તોડી નાખ્યા, ત્યાં આ ઓક્શનમાં લાગેલી નાનકડી બોલીએ પણ ઘણા સપનાઓને સાકાર કરી દીધા છે.
એવું જ કંઈક ત્યારે થયું જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે 20 લાખની બોલીમાં એક ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કર્યો. આ ખેલાડી બીજું કોઈ નહીં પરંતુ શેખ રશીદ છે. રશીદને IPL 2023 માટે ધોનની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
Big show awaits from our new ?Shaik Rasheed!#WhistlePodu #Yellove ? pic.twitter.com/wCia6lkH8A
— Chennai Super Kings (@ChennaiIPL) December 24, 2022
વર્ષ 2004માં આંધ્ર પ્રદેશના ગુંટુરમાં જન્મેલા રશીદ માટે આ એક એવી પળ હતી, જેને તે જિંદગીભર નહીં ભૂલે. આંધ્ર પ્રદેશના આ બેટ્સમેને અંડર 19 વર્લ્ડ કપમાં શાનદાર ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનવામાં મદદ કરી હતી. તેણે વર્લ્ડ કપની ફાઈનલમાં અર્ધશતક માર્યું હતું. રશીદ માટે આ મુકામ હાંસલ કરવો સરળ નહીં હતો. તે અને તેના પિતાની કપરી મહેનત રંગ લાવી અને આજે તે ધોનીની ટીમમાં રમવા માટે તૈયાર છે.
જ્યાં રશીદની વાત નીકળે અને તેના પિતાની વાત ન થાય તેવું શક્ય નથી. આજે રશીદ જે કંઈ પણ છે તેમાં તેના પિતાનો ફાળો સૌથી વધારે છે. શેખ રશીદ એક શાનદાર ખેલાડી છે, તેમાં કોઈ બેમત નથી.પરંતુ તેને એક ખેલાડીના રૂપમાં શોધવાના કામમાં તેના પિતાનો સૌથી મોટો હાથ રહ્યો છે. રશીદના પિતા રોજ તેને 50 કિમી દૂર ટ્રેનિંગ માટે લઈ જતા અને લાવતા હતા. આ કારણે તેમણે પોતાની નોકરી પણ ગુમાવવી પડી હતી. આટલું બધુ થઈ જવા છતાં તેના પિતાએ હાર ન માની અને પોતાના છોકરાની ટ્રેનિંગ ચાલુ રાખી. રશીદે પણ પોતાના પિતાની આ મહેનતને નકામી જવા દીધી ન દીધી અને આજે તે બંનેની મહેનત રંગ લાવી છે.
શેખ રશીદ અને તેના પરિવારે અહીં પહોંચવા સુધી ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. તેના પિતા ઘણી ખરાબ પરિસ્થિતિમાં પણ ઘર ચલાવતા હતા. પૈસાની કમીના કારણે પોતાના છોકરાને તે લેધરની બોલ પણ અપાવી શકતા ન હતા. રશીદે સિન્થેટીકના બોલથી પ્રેક્ટીસ કરી અને પોતાને સક્ષમ બનાવતો રહ્યો.
અંડર 19 વર્લ્ડ કપ દરમિયાન 50 થી વધુની સરેરાશથી 201 રન બનાવ્યા હતા. જ્યારે ફાઈનલમાં તેની ઈનિંગે ભારતને જીત અપાવી હતી. રશીદ પોતાના ટેલેન્ટના દમ પર ધોનીને ઈમ્પ્રેસ કરી શકે છે.