બેટ્સમેનને બૉલ ઉઠાવીને વિકેટકીપરને આપવું મોંઘું પડ્યું, અમ્પાયરે...

ICC અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2024ની મેચ દરમિયાન એક અજીબો-ગરીબ ઘટના સામે આવી. ઈંગ્લેન્ડ અને ઝીમ્બાબ્વે વચ્ચે મેચ ચાલી રહી છે. ઇંગ્લેન્ડની ટીમ બેટિંગ કરી રહી હતી. આ દરમિયાન ઇંગ્લેન્ડના બેટ્સમેન હમજા શેખ વિચિત્ર ઢંગે આઉટ થયો. હમજા શેખે સ્ટમ્પ પાસે બૉલ રોકાયા બાદ તેને પોતાના હાથોથી ઉઠાવ્યો અને ઝિમ્બાબ્વેના વિકેટકીપર તરફ ઉછાળી દીધો. ત્યારબાદ વિકટકીપરે અપીલ કરી અને થર્ડ અમ્પાયરે બેટ્સમેનને આઉટ આપી દીધો.

આ આખી ઘટનાથી સોશિયલ મીડિયા પર ક્રિકેટ ફેન્સ ખૂબ નારાજ છે અને અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઇંગ્લેન્ડના બેટ્સમેન હમજા શેખને આ પ્રકારે આઉટ આપવા પર ઇંગ્લેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડ પણ નારાજ નજરે પડ્યો. આ આખી ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ક્રિકેટના ફેન્સ તેને ખેલ ભાવના માટે યોગ્ય બતાવી રહ્યા નથી. અમ્પયારો સાથે સાથે ઝીમ્બાબ્વેના ખેલાડીઓની પણ ખૂબ નિંદા થઈ રહી છે. જો કે, ક્રિકેટના જાણકાર તેને નિયમસંગત બતાવી રહ્યા છે.

શું છે નિયમ?

હમજા શેખના આ પ્રકારે આઉટ થવાની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે નિયમો મુજબ આઉટ આપવામાં આવ્યો છે. ICCના આર્ટિકલ 37.1.1 મુજબ કોઈ પણ બેટ્સમેન ફિલ્ડિંગમાં બાધા નાખવાનો પ્રયાસ કરે છે તો તેને આઉટ આપવામાં આવશે. નિયમ 37.2 હેઠળ એ પરિસ્થિતિમાં જ્યારે બૉલ રમતમાં સામેલ હોય અને તે ડેડ ન થઈ ગયો હોય, ત્યાં સુધી જાણીજોઇને શબ્દ દ્વારા કે કોઈ હરકત દ્વારા ફિલ્ડિંગને બાધિત કરવાથી બેટ્સમેન આઉટ થઈ જશે.

આ જ નિયમોમાં બીજા અનુચ્છેદોમાં ઉલ્લેખ છે કે બેટ સિવાય પોતાના હાથોથી બૉલ પકડવા પર પણ બેટ્સમેનને આઉટ માનવામાં આવે છે. તો જો એક બૉલ પર બેટ્સમેન 2 વખત પ્રહાર કરે છે તો પણ તેને આઉટ આપવામાં આવે છે. બેટ્સમેન માત્ર એક જ સ્થિતિમાં બૉલને ફરી હિટ કરી શકે છે, જ્યારે બૉલ બેટ સાથે લાગ્યા બાદ સ્ટમ્પ તરફ જઇ રહ્યો હોય. એવામાં બેટ્સમેન બૉલને સ્ટમ્પ સાથે ટકરાતા રોકી શકે છે. હમજાને ફિલ્ડિંગમાં બાધા નાખવા માટે આઉટ આપવામાં આવ્યો.

હમજા શેખને જ્યારે વિવાદિત આઉટ આપવામાં આવ્યો, એ સમયે પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમનો સ્કોર 78 રન હતો, પરંતુ ત્યારબાદ ચાર્લી એલિસનના 76 રનોની વિસ્ફોટક ઇનિંગના દમ પર ઇંગ્લેન્ડે 237 રનનો સ્કોર ઊભો કર્યો. જવાબમાં ઝીમ્બાબ્વેની આખી ટીમ 24.5 ઓવરમાં 91 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. ઈંગ્લેન્ડ તરફથી માત્ર પનાશે તારુંવિંગાએ 38 રન બનાવ્યા. કેમ્પબેલના બેટથી 10 રન નીકળ્યા. એ સિવાય એક પણ બેટ્સમેન ડબલ ડિજિટના આંકડા સુધી ન પહોંચી શક્યો અને ઇંગ્લેન્ડે આ મેચ 146 રનથી જીતી લીધી.

Related Posts

Top News

ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા

ટેસ્ટ સિરીઝની પાંચમી અને નિર્ણાયક મેચ  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શરૂ થઈ છે. આ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર...
Sports 
ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા

ટ્રમ્પના 25 ટકા ટેરિફથી જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર શું અસર પડશે?

ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ભારત પર 25 ટકા ટેરિફ નાંખવાની અને 1 ઓગસ્ટથી અમલ કરવાની જાહેરાત કરી. ટ્રમ્પના આ ટેરિફની સૌથી...
Business 
ટ્રમ્પના 25 ટકા ટેરિફથી જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર શું અસર પડશે?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્તતારીખ -01-08-2025વાર - શુક્રવારમાસ - તિથિ-  શ્રાવણ સુદ આઠમઆજની રાશિ - તુલા ચોઘડિયા, દિવસચલ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ઈરાન પાસેથી તેલ ખરીદવા પર અમેરિકાએ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા! શું થશે અસર

અમેરિકા દ્વારા ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કર્યા પછી, ભારતીય શેરબજારમાં ઉથલપાથલ મચી ગઈ છે. હવે આજે...
Business 
ઈરાન પાસેથી તેલ ખરીદવા પર અમેરિકાએ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા! શું થશે અસર
Copyright (c) Khabarchhe All Rights Reserved.