‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રૉયલ્સ (RR)નું ખરાબ પ્રદર્શન યથાવત છે. 24 એપ્રિલ (ગુરુવાર)ના રોજ બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રાજસ્થાન રૉયલ્સને, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)11 રનથી હરાવી દીધી હતી. રાજસ્થાન રૉયલ્સની આ સતત પાંચમી હાર હતી. રાજસ્થાન રૉયલ્સના 9 મેચમાં 2 જીત સાથે માત્ર 4 પોઈન્ટ છે અને હવે તેના માટે પ્લેઓફમાં પહોંચવું ખૂબ મુશ્કેલ છે. રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં, બધાની નજર રાજસ્થાન રૉયલ્સના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પર હતી, પરંતુ તે 12 બૉલમાં 16 રન બનાવીને આઉટ થઈ ગયો. 14 વર્ષીય વૈભવે ઈમ્પેક્ટ સબના રૂપમાં મેચમાં ઉતર્યો હતો.

vaibhav suryavanshi
BCCI

 

વૈભવે ભુવનેશ્વર કુમારના બૉલ પર 2 સિક્સ પણ લગાવ્યા હતા, પરંતુ તે આ અનુભવી બૉલરનો જ શિકાર બન્યો. હવે ભારતીય ટીમના પૂર્વ ઓપનર વીરેન્દર સેહવાગે વૈભવ સૂર્યવંશીને ખાસ સલાહ આપી છે.  સેહવાગનું માનવું છે કે વૈભવે 20 વર્ષ સુધી IPL રમવાનો ટારગેટ રાખવો જોઈએ. સેહવાગે કહ્યું કે, જો વૈભવ ખુશ છે કે તે હવે કરોડપતિ છે અને તેનું ડેબ્યૂ શાનદાર રહ્યું, તો બની શકે કે ફેન્સ તેને આગામી વર્ષે IPLમાં ન જોઈ શકે. તેણે એવા ખેલાડીઓ જોયા છે જેમણે એક કે બે મેચમાં સારું પ્રદર્શન કર્યા બાદ કંઈ કર્યું નથી.

sehwag
crictoday.com

 

વીરેન્દર સેહવાગે કહ્યું કે, વૈભવ સૂર્યવંશીએ IPLમાં  20 વર્ષ સુધી રમવાનો ટારગેટ રાખવો જોઈએ. વિરાટ કોહલીને જોઈ લો, તેણે 19 વર્ષની ઉંમરમાં રમવાનું ચાલુ કર્યું હતું અને IPLની બધી 18 સીઝન રમી ચૂક્યો છે. વૈભવે આ વસ્તુનું અનુકરણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. જો વૈભવ એમ વિચારીને ખુશ છે કે તે હવે કરોડપતિ છે, તેનું ડેબ્યૂ શાનદાર રહ્યું, તેણે પહેલા જ બૉલ પર સિક્સ લગાવ્યો છે, તો કદાચ આગામી વર્ષે આપણે તેને ન જોઈ શકીએ.

vaibhav suryavanshi
BCCI

 

શાનદાર રહ્યું હતું વૈભવનું IPL ડેબ્યૂ

વૈભવ સૂર્યવંશીએ 19 એપ્રિલ 2025ના રોજ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વિરુદ્ધની મેચમાં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. વૈભવે પોતાના IPL ડેબ્યૂમાં જ શાનદાર બેટિંગ કરીને બધાને પ્રભાવિત કર્યા હતા. વૈભવે આ મેચમાં 20 બૉલમાં 34 રન બનાવ્યા હતા, જેમાં 3 સિક્સ અને 2 ફોર સામેલ હતા. ખાસ વાત એ પણ હતી કે વૈભવે પોતાના IPL કરિયરના પહેલા બૉલ પર જ સિક્સ લગાવ્યો હતો, જેને જોઈને બધા હેરાન રહી ગયા હતા. તમને જણાવી દઈએ કે, વૈભવ સૂર્યવંશીને રાજસ્થાન રૉયલ્સે IPL 2025ની મેગા ઓક્શન દરમિયાન 1 કરોડ 10 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. વૈભવ IPL રમનાર સૌથી યુવા ખેલાડી છે. વૈભવે પ્રયાસ રે બર્મનનો રેકોર્ડ તોડી દીધો હતો.

vaibhav suryavanshi
BCCI

 

પ્રયાસે 31 માર્ચ 2019ના રોજ, રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી રમતા સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વિરુદ્ધ ડેબ્યૂ કર્યું. ત્યારે, પ્રયાસ 16 વર્ષ અને 157 દિવસનો હતો. તો વૈભવે 14 વર્ષ અને 23 દિવસની ઉંમરમાં IPL ડેબ્યૂ કર્યું હતું.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.