વિરાટ તેની બેટિંગ વિશે એવું કહેવા માટે કેમ મજબુર થયો કે, 'આ મારો અહંકાર નથી...'

મહાન બેટ્સમેન વિરાટ કોહલીએ કહ્યું કે, તેમનો મૂળ સિદ્ધાંત પોતાના અહંકારને કાબૂમાં રાખવાનો છે અને મેચની પરિસ્થિતિ અનુસાર બેટિંગ કરવાનો છે. વર્તમાન યુગના સૌથી સફળ બેટ્સમેનોમાંના એક કોહલીએ તાજેતરમાં બીજી એક સિદ્ધિ હાંસલ કરી છે. તે T20 ફોર્મેટમાં 13000 રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો. RCB સ્ટાર કોહલીએ કહ્યું, 'તે (બેટિંગ) ક્યારેય અહંકાર વિશે નથી. તે ક્યારેય કોઈને પાછળ છોડીને આગળ જવા માટેની કોશિશ નથી. મારા માટે તે હંમેશા રમતની પરિસ્થિતિને સમજવા વિશે રહ્યું છે. આ એવી વાત છે જેનો મને હંમેશા ગર્વ રહ્યો છે. હું પરિસ્થિતિ પ્રમાણે રમવા માંગુ છું.'

Virat Kohli
india.com

તેમણે કહ્યું, 'જો હું લયમાં હોવ છું ત્યારે, તો સ્વાભાવિક રીતે જ હું જવાબદારી લેવાની પહેલ કરું છું. જો કોઈ બીજું સારું રીતે રમી રહ્યું હોય તો તે આવું કરે છે.' કોહલી IPLમાં સૌથી વધુ સદી અને રન બનાવનાર ખેલાડી છે. તેણે 256 મેચોમાં આઠ સદી સાથે 8168 રન બનાવ્યા છે. આ 36 વર્ષીય ખેલાડીએ કહ્યું કે, તે 2011ની સીઝનથી આ ફોર્મેટની જરૂરિયાતોને સમજે છે.

તેણે કહ્યું, 'રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથેના મારા શરૂઆતના ત્રણ વર્ષમાં મને ટોપ ઓર્ડરમાં બેટિંગ કરવાની તક મળી નહીં. મને સામાન્ય રીતે નીચલા ક્રમે બેટિંગમાં મોકલવામાં આવતો હતો. આવી સ્થિતિમાં, હું તે સમય દરમિયાન IPLમાં મોટી સફળતા મેળવી શક્યો નહીં.' કોહલીએ કહ્યું, 'મેં 2010થી સારું પ્રદર્શન કરવાનું શરૂ કર્યું અને 2011થી મેં નિયમિતપણે ત્રીજા નંબર પર બેટિંગ કરવાનું શરૂ કર્યું. ત્યારથી મેં સાતત્ય સાથે સારું પ્રદર્શન કર્યું છે.'

Virat Kohli
quora-com.translate.goog

વિરાટ કોહલીએ સ્વીકાર્યું કે, લીગમાં 18 વર્ષ ગાળવાથી તેને ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં પોતાની કુશળતા સુધારવામાં મદદ મળી. તેણે કહ્યું, 'IPL તમને ખૂબ જ અનોખી રીતે પડકાર આપે છે, કારણ કે આ લીગનું માળખું એકદમ અલગ છે. તે ટૂંકી દ્વિપક્ષીય શ્રેણી જેવી નથી, તે ઘણા અઠવાડિયા સુધી ચાલે છે અને પોઈન્ટ ટેબલમાં તમારી સ્થિતિ બદલાતી રહે છે. સતત બદલાતી પરિસ્થિતિ તમારા પર વિવિધ પ્રકારના દબાણ લાવે છે.'

Virat Kohli
ndtv-com.translate.goog

તેણે કહ્યું, 'ટુર્નામેન્ટ તમને માનસિક અને સ્પર્ધાત્મક રીતે ઘણી રીતે આગળ વધવાના પડકાર આપે છે, જે અન્ય ફોર્મેટમાં નથી હોતી. તેનાથી મને મારા T20 કૌશલ્યોમાં સતત સુધારો અને વિકાસ કરવાની પ્રેરણા પણ મળી છે.'

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.