ભારત- દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી વન-ડે રદ્દ થશે? મૌસમનો હાલ જાણો

ક્રિક્રેટના ચાહકો માટે નિરાશાજનક સમાચાર છે. દેશની રાજધાની દિલ્હીમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી મેચ બદલાયેલા હવામાનને કારણે ખોરવાઇ શકે છે. અત્યારનું વાતાવરણ જોતા મેચ રદ્દ કરવાની નોબત આવી શકે તેમ છે અથવા ઓછી ઓવરોની મેચ રમાડાશે. ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે વન-ડે સીરિઝની અંતિમ અને નિર્ણાયક મેચ મંગળવારે રમાવવાની છે. જોકે દિલ્હીના મૌસમને જોતા એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ મેચ વરસાદની ભેટ ચઢી શકે છે. અત્યાર સુધીની 3 વન-ડેની સીરિઝમાં 1-1ની બરાબરી છે. એવામાં જે ટીમ ત્રીજી વન-ડે જીતી જાય તે સીરિઝ પોતાના નામે કરી શકે છે. પરંતુ અત્યારની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે, વરસાદ ભારત અને સાઉથ આફ્રિકા ટીમના અરમાનો પર પાણી ફેરવવા માટે તૈયાર છે.

દિલ્હીમાં છેલ્લાં કેટલાંક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. એ જોતા એવું લાગી રહ્યું છે કે મંગળવારે રમાનારી ત્રીજી વન-ડેમાં પણ વરસાદનું વિઘ્ન આવી શકે છે. દિલ્હીમાં મંગળવારે પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવેલી છે. આજે આખો દિવસ વાદળો છવાયેલા રહેશે અને ઉઘાડ નિકળવાની શક્યતા નહીવત હોવાનું મૌસમ વિભાગનું કહેવું છે. દિલ્હીમાં મંગળવારે 40 ટકા વરસાદની સંભાવના છે. હવામાન વેબસાઈટ Accuweather અનુસાર, આજે દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેવાની 61 ટકા સંભાવના છે. આ સાથે પવનની ગતિ પણ 20 કિમી પ્રતિ કલાકની રહેશે.

અરુણ જેટલી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 26 ODI મેચ રમાઈ છે. આમાં માત્ર બે જ વખત 300થી વધુ રન બન્યા છે. આવી સ્થિતિમાં એવું કહી શકાય કે પિચ પર બોલરોનો થોડો દબદબો જોવા મળી શકે છે. અહીં છેલ્લી ત્રણ મેચમાં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 259 રહ્યો છે. બાદમાં બેટિંગ કરનાર ટીમે છેલ્લી ત્રણ મેચ જીતી છે.

ટીમ ઇન્ડિયાના ધૂંરધરો અત્યારે  T-20 વર્લ્ડકપની તૈયારીમાં ઓસ્ટ્રેલિયા ગયા છે ત્યારે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની વન-ડે મેચની સીરિઝની જવાબદારી શિખર ધવનને સોંપવામાં આવી છે. ત્રીજી વન-ડેની મેચમાં આ ખેલાડીઓ સંભવિત સામેલ હશે. શિખર ધવન, શુભનન ગિલ, ઇશાન કિશાન, શ્રેયસ ઐય્યર, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઇ, મોહમ્મદ સિરાજ, શાહબાજ અહમદ.

જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમમં તેમ્બા બાવુમા (કેપ્ટન) જેનમન મલાન, ક્વિન્ટન ડિકોક, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, વેન પાર્નેલ, કેશવ મહારાજ, કગિસો રબાડા, લુંગી એનગિડી, એનરિક નોર્ટેજનો સમાવેશ કરવામાં આવી શકે છે.

About The Author

Top News

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.