4000 રૂપિયામાં ખરીદી ખુરશી, 82 લાખમાં વેચાઈ, માણસે આવી રીતે પોતાની અક્કલ લગાવી

ઘણી વખત આપણે કેટલીક વસ્તુઓને ખૂબ જ તુચ્છ અને નકામી ગણીને ફેંકી દઈએ છીએ. સાથે જ કેટલાક લોકો તેનો એવો ફાયદો ઉઠાવી લેતા હોય છે કે, કોઈએ સપનામાં પણ વિચાર્યું ન હોય. એક ટિકટોકર, જસ્ટિન મિલરને, ફેસબુક માર્કેટપ્લેસ પર ચામડાની જૂની ખુરશી મળી. ખૂબ જ સાદી દેખાતી આ ખુરશીને તેણે 50 ડૉલર એટલે કે 4000 રૂપિયામાં ખરીદી હતી. ઈન્ટરનેટ પર કન્ટેન્ટ સર્જક જસ્ટિન મિલરે વિચાર્યું કે જ્યારે તેણે જૂની, ઘસાઈ ગયેલી ચામડાની ખુરશી જોઈ ત્યારે તેને લાગ્યું કે તેને જેકપોટ મળી ગયો હોય અને તરત જ તેણે તેને ખરીદી લીધી.

મિલરે ખુરશી 50 ડૉલર (રૂ. 4000)માં ખરીદી અને ખુરશીને હરાજીમાં 2000 ગણી વધુ કિંમતે વેચી. L.A.ના મિલરે ખુરશીના મહત્વ વિશે એકદમ નજીકથી ઓળખી લીધી હતી, પરંતુ તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે તેનાથી તેને આટલો મોટો સોદો મળશે. મિલરે મીડિયા સૂત્રોને બતાવ્યું હતું કે, 'મેં કદાચ એન્ટિક રોડ શોના દરેક એપિસોડ જોયા છે,'

તેણે કહ્યું, 'હું પ્રાચીન વસ્તુઓને ઘણી સારી રીતે સમજું છું. હું કોઈ નિષ્ણાત નથી, પરંતુ મારી પારખી નજરે આ ખુરશીને પારખી લીધી હતી. 'તે ખરેખર એક રસપ્રદ ખુરશી લાગે છે.' હકીકતમાં, થોડા સમય પહેલા તેણે આવી બે ખુરશી 200,000 ડૉલરમાં વેચી હતી. (રૂ.1.6 કરોડથી વધુ) જેથી તેઓ સમજી ગયા કે તેમને આ ખુરશીની પણ સારી એવી કિંમત મળશે.

તેણે તેની હરાજી માટે ફાઇન આર્ટ કંપની સોથેબીનો સંપર્ક કર્યો. લિસ્ટિંગ અનુસાર, તેણે ખુરશી 30,000  ડૉલર (લગભગ રૂ. 25 લાખ) અને 50,000 ડૉલર (રૂ. 40 લાખથી વધુ)ની વચ્ચે મળવાની અપેક્ષા રાખી હતી, પરંતુ હરાજીના અંતે તેમને મળેલી કિંમતથી તેના હોશ ઉડી ગયા હતા.

મિલરે તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં તેની લાઇવ પ્રતિક્રિયા શેર કરી છે. તેણે જણાવ્યું કે કેવી રીતે નંબરો 28,000 ડૉલર (રૂ. 23 લાખ) થી શરુ થઈને 85,000 ડૉલર (રૂ. 70 લાખ) સુધી પહોંચી ગઈ અને છેવટે ખરીદનારએ ખુરશી માટે 100,000 ડૉલર (રૂ.82 લાખથી વધુ) ચૂકવ્યા. જો કે, તેને વેચતા પહેલા, તેણે ખુરશીનું સમારકામ પણ કરાવ્યું જેના ખર્ચની કિંમત લગભગ 3000 ડૉલર (અંદાજે રૂ. 2.5 લાખ) થઇ હતી. પરંતુ તો પણ તે એક મોટો સોદો હતો.

આવો જ એક કિસ્સો થોડા સમય પહેલા પણ સામે આવ્યો હતો જ્યારે એક યુવતી તેના પર્સની અસલી કિંમત જાણીને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તેણે તેને રૂ.100 કરતાં પણ ઓછા ભાવે ખરીદ્યુ હતું. પરંતુ ત્યાર પછી તેને લાખો રૂપિયામાં વેચી દેવામાં આવ્યું હતું. યુવતીએ પોતે વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને ઘટનાની વિગતવાર માહિતી આપી હતી. મામલો અમેરિકાના નોર્થ કેરોલિનાની છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, 29 વર્ષીય ચાન્ડલર વેસ્ટે નવેમ્બર 2021માં ઓનલાઈન હરાજી પ્રક્રિયા દરમિયાન 1920ના દાયકાનું એન્ટીક પર્સ ખરીદ્યું હતું. આ માટે તેણે એક પાઉન્ડ (રૂ. 101) કરતા પણ ઓછા પૈસા ચૂકવ્યા હતા. જો કે, જ્યારે ચાન્ડલરે તેને ખરીદ્યું, ત્યારે તેને કોઈ ખ્યાલ નહોતો કે તેની અસલી કિંમત શું છે. પરંતુ થોડા સમય પછી તેમને ખબર પડી કે આ એન્ટિક પર્સ રિયલ ડાયમંડથી બનેલું છે. આ કારણે તેનું પર્સ 6,000 પાઉન્ડ (6 લાખ રૂપિયાથી વધુ)માં વેચાઈ ગયું.

ચાન્ડલર તેના વિડિયોમાં કહે છે, હરાજીમાં આ પર્સ પર કોઈ બોલી લગાવવા તૈયાર નહોતું. કારણ કે તે ઘણું જૂનું લાગતું હતું. તદ્દન જુના જમાનાનું એકદમ પ્રાચીન. કિંમત પણ રૂ.100થી ઓછી હતી. પરંતુ મને તે ગમી ગયું અને મેં તેને ખરીદી લીધું હતું.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.