- World
- 30 દેશોના સ્વઘોષિત નેતા બન્યું ચીન, ઊભું કર્યું નવું સંગઠન
30 દેશોના સ્વઘોષિત નેતા બન્યું ચીન, ઊભું કર્યું નવું સંગઠન

ચીને એક નવું સંગઠન બનાવીનેને પોતાને દુનિયાનો સ્વ-ઘોષિત નેતા માની લીધો છે. ચીન લાંબા સમયથી દુનિયા પરથી અમેરિકાની બાદશાહતને ખતમ કરવાની દિશામાં કામ કરી રહ્યું છે. જેથી તે આખી દુનિયાનો નવો નેતા બની શકે, પરંતુ તે અત્યાર સુધી તેમાં સફળ થઈ શક્યું નથી. તે આખી દુનિયાનો તો નહીં, પરંતુ 30 દેશોનો સ્વ-ઘોષિત નેતા બની ગયું છે. પોતાની લિડરશીપની ઇચ્છા પૂરી કરવા માટે ચીને મધ્યસ્થતા આધારિત આંતરરાષ્ટ્રીય વિવાદ સમાધાન ગ્રુપની સ્થાપના કરી નાખી છે. તેમાં પાકિસ્તાન, બેલારુસ સહિત ઘણા દેશ સામેલ છે.
ચીને કેમ બનાવ્યું 30 દેશોનું નવું સંગઠન?
અમેરિકા સાથે ટક્કર આપવાના ઇરાદે, ચીને એક નવું સંગઠન બનાવ્યું છે. ચીનની આ કવાયતમાં શુક્રવારે 30થી વધુ દેશ સામેલ થયા હતા. ચીનના વિદેશ મંત્રી વાંગ યી બાદ, પાકિસ્તાન અને ઇન્ડોનેશિયાથી લઈને બેલારુસ અને ક્યૂબા સુધીના 30 કરતા વધુ દેશોના પ્રતિનિધિઓએ હોંગકોંગમાં આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા સંગઠનની સ્થાપનાની સંધિ પર હસ્તાક્ષર કર્યા, જેનાથી તેઓ આ વૈશ્વિક સંગઠનના સંસ્થાપક સભ્યો બની ગયા. વિકાસશીલ દેશોનું આ સમર્થન આ સમયે ‘ગ્લોબલ સાઉથ’માં ચીનના વધતા પ્રભાવનો સંકેત આપે છે, જ્યારે ભૂ-રાજનીતિક તણાવ ચરમ પર છે અને તેમાં આંશિકરૂપે અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા વેપાર ટેરિફે પણ મહત્ત્વની ભૂમિકા નિભાવી છે.

ચીન ગ્લોબલ સાઉથનું લીડર બનવા માગે છે. એટલે તેણે પોતાને આ નવું સંગઠન બનાવ્યું છે. ‘ગ્લોબલ સાઉથ’ શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે આર્થિક રીતે ઓછા વિકસિત દેશોને સંદર્ભિત કરવા માટે કરવામાં માટે થાય છે. વાંગે એક સમારોહમાં કહ્યું હતું કે, ચીન લાંબા સમયથી પરસ્પર સમજણ અને સંવાદના માધ્યમથી સામાન્ય સહમતી બનાવવાની હિમાયત કરે છે, અને તેનું લક્ષ્ય રાષ્ટ્રો વચ્ચે સંઘર્ષોને ઉકેલવા માટે ‘ચીની પ્રજ્ઞતા’ પ્રદાન કરવાનું છે. હોંગકોંગમાં મુખ્યાલયવાળી આ સંસ્થાનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય વિવાદોના સૌહાર્દપૂર્ણ સમાધાનને પ્રોત્સાહન આપવાનો અને વધુ સુમેળભર્યા વૈશ્વિક સંબંધો બનાવવાનો છે.

બીજિંગે આ સંગઠનને મધ્યસ્થતાના માધ્યમાંથી વિવાદોને ઉકેલનારું દુનિયાનું પહેલું આંતર-સરકારી કાયદાકીય સંસ્થા બતાવ્યું છે અને કહ્યું છે કે તે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના સિદ્ધાંતોની સુરક્ષામાં એક મહત્ત્વપૂર્ણ તંત્ર હશે. તેણે હોંગકોંગને એશિયામાં આંતરરાષ્ટ્રીય કાયદાકીય અને વિવાદ સમાધાન સેવા કેન્દ્ર તરીકે પણ સ્થાપિત કર્યું. હોંગકોંગના નેતા જોન લીએ કહ્યું કે, આ સંગઠન આ વર્ષના અંત સુધીમાં પોતાનું કામ ચાલુ કરી શકે છે. સમારોહમાં સંયુક્ત રાષ્ટ્ર સહિત લગભગ 50 અન્ય દેશો અને લગભગ 20 સંગઠનોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.