‘બધા ભારતીયોને USમાંથી કાઢો, નહિતર...' અમેરિકન પત્રકારના ઝેરી બોલ

અમેરિકામાં ભારતીય મૂળના લોકો સામે વધી રહેલી નિવેદનબાજી અને ધમકીઓ વચ્ચે અમેરિકન પત્રકાર અને દક્ષિણપંથી કાર્યકર્તા મેટ ફર્નીએ ચેતવણી આપી છે કે 2026માં આ સમુદાયના લોકો અને હિન્દુ મંદિરોને નિશાન બનાવીને હુમલાઓ થઈ શકે છે. આટલું જ નહીં, ફર્નીએ વધુમાં કહ્યું કે અમેરિકામાં રહેતા ભારતીય મૂળના તમામ લોકોને દેશનિકાલ કરવા જોઈએ. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેણે દાવો કર્યો હતો કે 2026માં અમેરિકામાં ભારતીયો પ્રત્યે નફરત ચરમસીમાએ પહોંચશે, અને ભારતીય મૂળના લોકો, તેમના ઘરો, વ્યવસાયો અને મંદિરો વ્યાપક હિંસાના શિકાર થશે. જોકે, વિવાદ બાદ તેણે પોસ્ટ કાઢી નાખી હતી.

ફર્નીએ કહ્યું કે ભારતીય-અમેરિકનોના જીવ બચાવવા અને દેશમાં સુમેળ જાળવવા માટે દરેકને ભારત પાછા મોકલવા જોઈએ. ભારતીયને દેશનિકાલ કરવો જોઈએ. ફર્નીએ એવો પણ દાવો કર્યો હતો કે આ હુમલાઓ શ્વેત સમુદાય દ્વારા નહીં, પરંતુ આફ્રિકન-અમેરિકન, હિસ્પેનિક-અમેરિકન અને પાકિસ્તાની મૂળના લોકો દ્વારા કરવામાં આવશે.

Matt-Forney1
aajtak.in

તેણે આરોપ લગાવ્યો હતો કે મીડિયા આવા નફરતના ગુનાઓને દબાવવાનો પ્રયાસ કરશે. તેનો માત્ર એક જ ઉકેલ છે- દરેક ભારતીયનો દેશનિકાલ કરો. ફર્ની લાંબા સમયથી અમેરિકામાં ઇમિગ્રન્ટ્સનો વિરોધી રહ્યો છે અને વારંવાર ભારતીય વિરોધી ટિપ્પણીઓ કરતો રહે છે. ભારતીયો વિરુદ્ધ નિવેદનો આપવા બદલ તેને અગાઉ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, મેટ ફર્ની એક અમેરિકન કટારલેખક, લેખક અને પત્રકાર છે, જેનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભારતીયો વિરુદ્ધ નફરત ફેલાવવાનો અને તેમના દેશનિકાલની માંગણી કરવાનો લાંબો ઇતિહાસ છે. તેને તાજેતરમાં અમેરિકન મીડિયા સંગઠન ધ બ્લેઝમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, જ્યાં તેને H-1B વિઝા કાર્યક્રમ અને ભારતીય મુદ્દાઓ પર રિપોર્ટિંગ કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યો હતો.

Matt-Forney2
open.spotify.com

ફર્નીએ તાજેતરમાં ભારતીય-અમેરિકન નાગરિક કૃતિ પટેલ ગોયલ વિશે પણ અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી, જેમને ઇ-કોમર્સ પ્લેટફોર્મ Etsyના CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે વધુ એક અયોગ્ય ભારતીયએ અમેરિકન કંપની સંભાળી લીધી છે, અને હું ગેરંન્ટી આપું છું કે તેમનું પહેલું પગલું દરેક અમેરિકનને કાઢીને તેમની જગ્યાએ ભારતીયોને લાવવાનું હશે. દરેક ભારતીયનો દેશનિકાલ કરો.

નવેમ્બરમાં CNNના અહેવાલ મુજબ, સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ઓર્ગેનાઇઝ્ડ હેટના સંશોધકોએ જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં X પર ભારતીય વિરોધી ટિપ્પણીઓમાં વધારો થયો છે. ફક્ત ઓક્ટોબર મહિનામાં જ લગભગ 2,700 પોસ્ટ્સે ભારતીયો અને ભારતીય-અમેરિકનો સામે જાતિવાદ અને વિદેશીઓ પ્રત્યેની ધૃણાને પ્રોત્સાહન આપનારી રહી છે.

About The Author

Related Posts

Top News

એક સત્ર, બે મહાભિયોગ પ્રસ્તાવ... સરકાર કેવી રીતે પાર પાડશે નૈયા?

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અગાઉ, મુખ્યમંત્રી મમતા બેનર્જી ફૂલ ફોર્મમાં દેખાય રહ્યા છે. તેઓ મોદી સરકારને રાજકીય કઠેડામાં ઊભી...
Politics 
એક સત્ર, બે મહાભિયોગ પ્રસ્તાવ... સરકાર કેવી રીતે પાર પાડશે નૈયા?

‘સમાન નાગરિક સંહિતા લાગૂ કરવાનો સમય આવી ગયો’, સુપ્રીમ કોર્ટની મોટી ટીપ્પણી

સુપ્રીમ કોર્ટે મંગળવારે મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ મહિલાઓના અધિકારોના કથિત ઉલ્લંઘનને પડકારતી અરજીની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે દેશમાં સમાન નાગરિક...
National 
‘સમાન નાગરિક સંહિતા લાગૂ કરવાનો સમય આવી ગયો’, સુપ્રીમ કોર્ટની મોટી ટીપ્પણી

એલોવેરા પાવડરના નામે ખેલ, 22 કિલો પ્રતિબંધિત જપ્ત, 3 આરોપીઓની ધરપકડ

ગુજરાત ATSએ વિદેશમાં પ્રતિબંધિત સાયકોટ્રોપિક પદાર્થ એટોમિડેટના 22 કિલોગ્રામનો જથ્થો જપ્ત કર્યો છે. સાથે જ આ મામલે વધુ બે...
Gujarat 
એલોવેરા પાવડરના નામે ખેલ, 22 કિલો પ્રતિબંધિત જપ્ત, 3 આરોપીઓની ધરપકડ

LPGની અછત, ઝાંસીમાંથી ચોરાયો 524 ગેસ સિલિન્ડર ભરેલો ટ્રક, હાઇવે પરથી મળ્યો ખાલી!

મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધે પેટ્રોલિયમ ઉત્પાદનોના પુરવઠા અંગે વિશ્વભરમાં ચિંતા ઉભી કરી છે....
National 
LPGની અછત, ઝાંસીમાંથી ચોરાયો 524 ગેસ સિલિન્ડર ભરેલો ટ્રક, હાઇવે પરથી મળ્યો ખાલી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.