'મેં કંઈ ખોટું કર્યું નથી, હું માફી નહીં માંગું', ટ્રમ્પ સાથે ઉગ્ર ચર્ચા છતાં ઝેલેન્સ્કીનું વલણ બદલાયું નહીં

શુક્રવારે વાતચીત દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી અને US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી ભારે ઉગ્ર ચર્ચા પછી, ઝેલેન્સ્કીએ ટ્રમ્પની માફી માંગવાનો ઇનકાર કર્યો હતો. એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં, તેમણે આ ઘટનાને બંને પક્ષો માટે 'સારી નથી' ગણાવી.

જોકે, ઝેલેન્સ્કીએ કહ્યું કે, જો અમેરિકા પોતાનો ટેકો પાછો ખેંચી લેશે, તો રશિયા સામે યુક્રેનનો બચાવ કરવો 'અમારા માટે મુશ્કેલ' બની જશે. તેમણે અમેરિકન રાષ્ટ્રપતિ સાથેની આ ચર્ચાને જાહેરમાં પ્રસારિત કરવા બદલ દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું, 'હું નમ્રતા જાળવી રાખવા માંગુ છું.'

Trump,-Zelensky-Clash1

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પની માફી માંગશે, ત્યારે તેમણે જવાબ આપ્યો, 'ના, હું રાષ્ટ્રપતિનો આદર કરું છું. હું અમેરિકાના લોકોનો પણ આદર કરું છું. મને નથી લાગતું કે મેં કંઈ ખોટું કર્યું છે.'

જ્યારે, તાજેતરના સમયમાં ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે વધતી નિકટતા અંગે, ઝેલેન્સ્કીએ કહ્યું, 'હું ઇચ્છું છું કે તેઓ (ટ્રમ્પ) વચ્ચે રહે. હું પણ ઈચ્છું છું કે તે અમારી તરફેણમાં રહે.' શુક્રવારની ભારે ઉગ્ર ચર્ચા પછી શું તેમના અને ટ્રમ્પના સંબંધો સુધરી શકે છે? આના પર ઝેલેન્સ્કીએ જવાબ આપ્યો, 'હા, ચોક્કસ.'

Trump,-Zelensky-Clash3

ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે ચાલુ કેમેરાએ થયેલી ઉગ્ર બોલાચાલી પછી આખી દુનિયા ચોંકી ગઈ છે. મામલો એ હદ સુધી પહોંચી ગયો હતો કે, ઝેલેન્સ્કીને વ્હાઇટ હાઉસ છોડવાનું પણ કહેવામાં આવ્યું. ટ્રમ્પે ઉગ્ર ચર્ચા પછી વાતચીતને વચ્ચે જ બંધ કરી દીધી હતી. મીડિયા સામે આ સામાન્ય ચર્ચા પછી, ટ્રમ્પ કંઈક ખાસ કહેવાના હતા. એટલે કે, ખનિજ સોદા પર એક કરાર, પરંતુ વાતચીત વચ્ચે જ બગડી ગઈ, અને તે શરુ પણ થઇ હતી સુરક્ષા સોદાના પ્રશ્નથી.

હકીકતમાં, રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડેન વહીવટીતંત્ર દ્વારા યુક્રેનને આપવામાં આવેલી આર્થિક અને લશ્કરી સહાય માટે વળતરની માંગ કરી રહ્યા છે. તે ફક્ત એટલું જ ઇચ્છે છે કે, અમેરિકાને કોઈ પણ રીતે તે રોકાણનું વળતર મળી જાય. તેમના નિવેદનોમાં, તેમને ઘણીવાર એવું કહેતા સાંભળવામાં આવતા હતા કે, આપવામાં આવેલા સમર્થનના બદલામાં, અમેરિકાને 500 અબજ ડૉલર જોઈએ, પરંતુ તેઓ 350 અબજ ડોલરના સોદાને અંતિમ સ્વરૂપ આપવા માંગતા હતા. તેમણે એક એવી શરત પણ મૂકી કે, યુક્રેનને આના બદલામાં કંઈ મળશે નહીં, અને સુરક્ષા તો કોઈ પણ સંજોગે નહીં.

Trump,-Zelensky-Clash4

સુરક્ષા ગેરંટી ન હોવા છતાં, રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી શુક્રવારે આ કરાર પર હસ્તાક્ષર કરવા માટે અમેરિકા પહોંચ્યા અને વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પને મળ્યા. ટ્રમ્પ પોતે તેમનું સ્વાગત કરવા દરવાજા સુધી આવ્યા. બંને નેતાઓનો એક સારો ફોટો પણ આવ્યો. પછી ટ્રમ્પ ઝેલેન્સ્કી અને તેમના મંત્રીમંડળ સાથે પ્રેસને સંબોધવા બેઠા. આ દરમિયાન બંને વચ્ચે વાતચીત દરમિયાન જ ઉગ્ર દલીલ થઈ હતી.

About The Author

Related Posts

Top News

ભાવનગર કો.ઓ બેંકમાં સગાઓને નોકરી આપી દીધી, યુવરાજ સિંહનો આરોપ

ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેંકમાં  80 ક્લાર્કની ભરતીમાં મોટું કૌભાંડ થયું હોવાનો ગુજરાતના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો છે....
Education 
ભાવનગર કો.ઓ બેંકમાં સગાઓને નોકરી આપી દીધી, યુવરાજ સિંહનો આરોપ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? એક ચોંકાવનારું નામ સામે આવ્યું

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું કોકડું છેલ્લાં 11 મહિનાથી ગુંચવાયેલું છે. આ વખતે ભાજપે ચૂંટણી કરીને રાષ્ટ્રીય અને પ્રદેશ પ્રમુખ બનાવવાનું નક્કી...
National 
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? એક ચોંકાવનારું નામ સામે આવ્યું

સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે

સેબીના નવા ચેરમેન તુહિન કાંત પાંડેએ બિઝનેસ ટુડેના એક કાર્યક્રમમાં રોકાણકારોને એલર્ટ કર્યા છે. તેમણે કહ્યું કે, કેટલાંક ગ્લોબલ...
Business 
સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે

ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ

19 એપ્રિલની રાત IPL 2025 માટે ઐતિહાસિક હતી. 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી ટુર્નામેન્ટના ઇતિહાસમાં રમનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો....
Sports 
ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ
Copyright (c) Khabarchhe All Rights Reserved.