ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્કના અલગ થયા રસ્તા, જાણો શું છે કારણ

અબજપતિ બિઝનેસમેન એલન મસ્કે વ્હાઇટ હાઉસ અને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)માંથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. એલન મસ્ક અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર અને વિશેષ સરકારી કર્મચારીના રૂપમાં કાર્યરત હતા. મસ્કે સોશિયલ મીડિયા પર DOGEથી અલગ થવાની જાણકારી આપતા કહ્યું કે, ટ્રમ્પ પ્રશાસન સાથે તેમનો સમય પૂર્ણ થઈ ગયો છે. મસ્કે તાજેતરમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પના નવા બિગ, બ્યૂટીફુલબિલની નિંદા કરી હતી, ત્યારબાદ હવે ટ્રમ્પ પ્રશાસનથી અલગ થવાની તેમની જાહેરાત આવી છે.

Musk2
hollywoodreporter.com

 

ટેસ્લાના CEO એલન મસ્કે X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, ‘વિશેષ સરકારી કર્મચારીના રૂપમાં મારો નિર્ધારિત સમય પૂર્ણ થવા પર હું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનવા માગુ છું. તેમણે મને ફાલતુ ખર્ચ ઘટાડવાની તક આપી. DOGE મિશન સમય સાથે વધુ મજબૂત થશે કેમ કે આ સરકારના લોકો વચ્ચે જિંદગીની એક રીત બની જશે. વ્હાઇટ હાઉસના અધિકારીઓએ મસ્કના ટ્રમ્પ પ્રશાસનમાંથી હટવાની પુષ્ટિ કરી દીધી છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એલન મસ્કને સરકારી ખર્ચ ઘટાડવાની જવાબદારી સોંપી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ, ટ્રમ્પે મસ્કને નવા સરકારી વિભાગ DOGE (ડિપાર્ટમેન્ટ ઓફ ગવરમેન્ટ એફિશિએન્સી)નું નેતૃત્વ સોંપ્યું હતું. આ દરમિયાન, ટ્રમ્પે વારંવાર એલન મસ્કને પોતાના મિત્ર ગણાવ્યા હતા. જોકે, હવે બંને વચ્ચેના સંબંધોમાં તણાવ આવી ગયો છે. જેનું કારણ ટ્રમ્પ પ્રશાસનનું નવું બિલ, બિગ બ્યૂટીફુલ માનવામાં આવી રહ્યું છે.

Musk1
bankrate.com

 

ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને તાજેતરમાં જ એક નવું બિલ રજૂ કરતા દાવો કર્યો છે કે તે અનિવાર્ય ખર્ચમાં 1.6 ટ્રિલિયન ડોલર સુધીની બચત કરશે. મસ્કે ટ્રમ્પ પ્રશાસનના આ બિલને નિરાશાજનક ગણાવ્યું હતું. એલન મસ્કે કહ્યું હતું કે તે બજેટ નુકસાનને વધારે છે અને DOGE ટીમના કામને નબળું કરે છે. મસ્કે ટ્રમ્પના બિલની આ રીતે નિંદા કર્યા બાદ, આ બંને વચ્ચેના સંબંધોમાં ખટાશના સંકેત મળી ગયા હતા.

Related Posts

Top News

11 વર્ષથી ભાજપ જેમના પર આરોપો લગાવે છે તે રોબર્ટ વાડ્રાની ધરપકડ કેમ નથી કરતી?

EDએ ગુરુગ્રામ જમીન કૌભાંડમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા સામે ચાજર્શીટ દાખલ કરી છે. લોકસભામાં વિપક્ષ નેતા...
National 
11 વર્ષથી ભાજપ જેમના પર આરોપો લગાવે છે તે રોબર્ટ વાડ્રાની ધરપકડ કેમ નથી કરતી?

સચિનના ટેસ્ટ રનનો વર્લ્ડ રેકોર્ડ તોડવા જો રુટને આટલો સમય લાગશે, સમજો આખું ગણિત

ઇંગ્લેન્ડનો સ્ટાર ટેસ્ટ બેટ્સમેન જો રૂટ હાલમાં રન અને સદીઓનો વરસાદ કરી રહ્યો છે. જો રૂટે અત્યાર સુધીમાં 157 ટેસ્ટ...
Sports 
સચિનના ટેસ્ટ રનનો વર્લ્ડ રેકોર્ડ તોડવા જો રુટને આટલો સમય લાગશે, સમજો આખું ગણિત

લારી પર ફૂલ વેચનારાને મળી 52 લાખની નોટિસ

કર્ણાટક વાણિજ્યિક કર વિભાગે એક ફૂલ વિક્રેતાને નોટિસ મોકલી છે જે લારી પર ફૂલો વેચે છે, કારણ કે અધિકારીઓને...
National 
લારી પર ફૂલ વેચનારાને મળી 52 લાખની નોટિસ

શાળા તો ન બનાવી શક્યા, પરંતુ VIP માટે રસ્તો ઝડપથી બનાવી દીધો, અધિકારીઓ બન્યા અસંવેદનશીલ!

રાજસ્થાનના ઝાલાવાડમાં એક સરકારી શાળાની છત તૂટી પડવાથી અત્યાર સુધીમાં સાત બાળકોના મોત થયા છે. જ્યારે 28 બાળકો ઘાયલ થયા...
National 
શાળા તો ન બનાવી શક્યા, પરંતુ VIP માટે રસ્તો ઝડપથી બનાવી દીધો, અધિકારીઓ બન્યા અસંવેદનશીલ!
Copyright (c) Khabarchhe All Rights Reserved.