ઇરાને બંધ કર્યો હોર્મુઝ સ્ટ્રેટ તો દુનિયામાં મચી જશે હાહાકાર.., ભારત પણ થશે પ્રભાવિત, જાણો શું છે આ જળમાર્ગ

ઈરાનનની સંસદે પોતાના 3 પરમાણુ સ્થળો પર અમેરિકન હુમલાઓ બાદ રણનીતિક રૂપે મહત્ત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરવાની મંજૂરી આપી દીધી છે. ઈરાનની સરાકરી મીડિયાએ રવિવારે આ જાણકારી આપી હતી. ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સભ્ય મેજર જનરલ કોવસારીએ કહ્યું કે ઈરાનની હાઇ સિક્યુરિટી ઓથોરીટી, સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે આ નિર્ણયને અંતિમ રૂપ આપવું જરૂરી છે. જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરે છે, તો તેનાથી વૈશ્વિક વ્યાપાર  બાધિત થશે, તેલના ભાવમાં વધારો કરશે અને વૈશ્વિક અર્થવ્યવસ્થામાં અસ્થિરતા પેદા થઈ શકે છે.

વૈશ્વિક તેલ વપરાશનો 20 ટકા હિસ્સો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે. આ પ્રકારના પગલાથી મધ્ય પૂર્વમાં વધુ અસ્થિરતા પેદા થઈ શકે છે, જ્યાં છેલ્લા 20 મહિનાથી તણાવ વધી રહ્યો છે. ગાઝા અને લેબનાનમાં હમાસ અને હિઝબુલ્લાહ સાથે ઇઝરાયલના યુદ્ધ, ઈરાન સાથે સંઘર્ષ અને રાજનીતિક અસ્થિરતાને કારણે પહેલાથી જ આ ક્ષેત્ર અશાંતિના સમયમાંથી પસાર થઈ રહ્યું છે.

mormuz
indiamart.com

હોર્મુઝ સ્ટ્રેટ શું છે અને તે શા માટે આટલું મહત્ત્વપૂર્ણ છે?

હોર્મુઝની સ્ટ્રેટએક સાંકડો પરંતુ અત્યંત મહત્ત્વપૂર્ણ જળમાર્ગ છે જે ફારસની ખાડીને ઓમાનની ખાડી અને અરબી સાગર સાથે જોડે છે. તે ઉત્તર કિનારે ઈરાન અને દક્ષિણમાં મુસંદમ પ્રાયદ્વી જે ઓમાન અને સંયુક્ત આરબ અમીરાતનો હિસ્સો છે, વચ્ચે સ્થિત છે. આ જળમાર્ગ લગભગ 167 કિમી લાંબો છે, જે પોતાના સૌથી સાંકડા બિંદુ પર લગભગ 33 કિમી સુધી સમેટાઇ જાય છે અને તેમાં થતી સમુદ્રી અવરજવર માટે 3 કિમી પહોળી શિપિંગ લાઇન નિર્ધારિત છે.

હોર્મુઝ સ્ટ્રેટની ફારસની ખાડીમાંથી ક્રૂડ ઓઇલનું પરિવહન કરનારા ટેન્કરો માટે એકમાત્ર સમુદ્રીના માર્ગ રૂપમાં કાર્ય કરે છે, જેથી તે વૈશ્વિક ઉર્જા સુરક્ષા માટે દુનિયાનાના સૌથી મહત્ત્વપૂર્ણ ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કોરિડોરમાંથી એક બની ગયો છે. દરરોજ લગભગ 17 મિલિયન બેરલ તેલ અથવા વિશ્વના કુલ તેલ વપરાશના લગભગ 20-30 ટકા હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે.સી ફારસની ખાડીમાંથી થતી તમામ બધી તેલ નિકાસમાંથી લગભગ 88 ટકા આ સાંકડા જળમાર્ગમાંથી પસાર થવું પડે છે, કારણ કે વૈકલ્પિક પાઇપલાઇનો અને માર્ગ સીમિત છે. તેલ ઉપરાંત, દુનિયાની લગભગ એક તૃતીયાંશ લિક્વિડ પેટ્રોલિયમ ગેસ (LPG) પણ આ કોરિડોરમાંથી પસાર થાય છે.

mormuz
lloydslist.com

 

જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરે છે અથવા બાધિત કરે છે, તો તે વૈશ્વિક તેલ નિકાસના એક મહત્ત્વપૂર્ણ હિસ્સાનો પ્રવાહ બાધિત થઈ જશે, જેથી પુરવઠામાં ભારે ઘટાડો આવશે અને તેલના ભાવમાં તીવ્ર વૃદ્ધિ થશે. OPEC (પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોનું સંગઠન)ના સભ્ય સાઉદી અરબ, ઈરાન, સંયુક્ત આરબ અમીરાત, કુવૈત અને ઇરાક પોતાના મોટાભાગના નિકાસ આજ ક્રૂડ ઓઇલનો આજ જળમાર્ગથી કરે છે, ખાસ કરીને એશિયામાં. મુખ્ય રૂપે એશિયામાં UAE અને સાઉદી અરબ સ્ટ્રેટને બાયપાસ કરવા માટે બીજા રસ્તાઓ શોધવાનો પ્રયાસ કર્યો છે.

અમેરિકના એનર્જી ઇન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશને ગયા વર્ષે જૂનમાં કહ્યું હતું કે, સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરબની હાલની પાઇપલાઇનોમાંથી લગભગ 2.6 મિલિયન બેરલ બિનઉપયોગી ક્ષમતા હોર્મુઝને બાયપાસ કરવા માટે ઉપલબ્ધ થઈ શકે છે. જો કે, આ જળમાર્ગ ખૂબ જ સાંકડો અને સૈન્ય દૃષ્ટિએ સંવેદનશીલ છે, એટલે તેને અવરોધિત કરવના પ્રયાસો ક્ષેત્રિય તણાવને હજુ વધારી શકે છે. જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરે છે, તો તેના આર્થિક અને ભૂ-રાજનીતિક પ્રભાવ હશે.

જો કે, ભારત રશિયા અને કેટલાક આરબ દેશો સહિત અન્ય ઘણા સ્ત્રોતોમાંથી પોતાની તેલ અને ઉર્જાની જરૂરિયાતો પૂરી કરે છે, પરંતુ પોતાના પુરવઠાનો એક મોટો હિસ્સો ઈરાનથી પણ આવે છે. વિશેષજ્ઞોનું માનવું  છે કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી ભારતીય પુરવઠા પર અસર થઈ શકે છે, જેના કારણે તેલના ભાવમાં વધારો થઈ શકે, જેની અસર વસ્તુઓના ભાવ પર પણ પડશે.  કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઈઝરાયલ-ઈરાન સંઘર્ષ વચ્ચે તેલના ભાવમાં વધારાઓની ચિંતાઓ દૂર કરતા કહ્યું કે ભારતે વિપરીત પરિસ્થિતિઓ માટે તૈયારી કરી રાખી છે અને ઉર્જાના દરો નિયંત્રણમાં છે.

mormuz
ndtv.com

 

સામાન્ય રીતે ઈરાનને પાસે તેલ અને ગેસ આયાતના આ મુખ્ય અવરોધક બિન્દુમાંથી થઈને પસાર થતા કાર્ગો જહાજોને રોકવાનો કોઈ કાયદાકીય અધિકાર નથી. બ્લૂમબર્ગ ન્યૂઝના રિપોર્ટ મુજબ, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને બળજબરીથી જ બંધ કરી શકે છે. જો ઈરાની નૌકાદળ આ જળમાર્ગને અવરોધવાનો પ્રયાસ કરે છે, તો તેને અમેરિકન નેવીના પાંચમા બેડા અને પ્રદેશમાં પેટ્રોલિંગ કરી રહેલી અન્ય પશ્ચિમી દેશોની નૌકાદળો તરફથી સખત પ્રતિક્રિયાનો સામનો કરવો પડી શકે છે.

હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાથી ઈરાનને આર્થિક રીતે પણ પ્રભાવ પડશે, કારણ કે તેનાથી તેહરાન પણ પોતાના ના પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ નહીં કરી શકે. બ્લૂમબર્ગ ન્યૂઝ અનુસાર, ઈરાન પોતે પોતાના તેલ નિકાસ માટે પરિવહન પર નિર્ભર છે, અને તેનું હોર્મુઝ સ્ટ્રેટ પૂર્વ છેડે સ્થિત જસ્કમાં તેનું એક એક્સપોર્ટ ટર્મિનલ છે. હોર્મુઝ સ્ટ્રેટના અવરોધથી ચીન પણ પરેશાન થઈ જશે કેમ કે તે ઈરાની તેલનો સૌથી મોટો ખરીદનાર અને મુખ્ય ભાગીદાર છે. ચીને ઈરાનને પશ્ચિમી દેશોના નેતૃત્વવાળા પ્રતિબંધો અથવા પ્રતિબંધોનો સામનો કરતા બચાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પોતાના વીટો પાવરનો ઉપયોગ કર્યો હતો.

Related Posts

Top News

કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

સુરત. લોનની નિર્ધારીત મુદત પુરી થાય તે પહેલા લોન ખાતા બંધ કરતી વખતે બેંક દ્વારા વસૂલ કરવામાં આવેલ ફોર ક્લોઝર...
Gujarat 
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે

આગામી દિવસોમાં એક રીઅલ એસ્ટેટ કંપનીનો IPO આવી રહ્યો છે, જેમાં બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રિતિક...
Business 
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે

શું ગુજરાતના વધુ એક ધારાસભ્ય AAP છોડવાની તૈયારીમાં છે?

વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત પછી અરવિંદ કેજરીવાલ ફુલ ફોર્મમાં છે અને અત્યારથી ગુજરાત વિધાનસભા 2027ની તૈયારી...
Gujarat 
શું ગુજરાતના વધુ એક ધારાસભ્ય AAP છોડવાની તૈયારીમાં છે?

11 વર્ષથી ભાજપ જેમના પર આરોપો લગાવે છે તે રોબર્ટ વાડ્રાની ધરપકડ કેમ નથી કરતી?

EDએ ગુરુગ્રામ જમીન કૌભાંડમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા સામે ચાજર્શીટ દાખલ કરી છે. લોકસભામાં વિપક્ષ નેતા...
National 
11 વર્ષથી ભાજપ જેમના પર આરોપો લગાવે છે તે રોબર્ટ વાડ્રાની ધરપકડ કેમ નથી કરતી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.