ભારતના પાડોશી દેશમાં ફેસબૂક, ઈન્સ્ટા, X સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બ્લોક કરવાનો આદેશ

નેપાળ સરકારે નેપાળ ટેલિકોમ ઓથોરિટીને 26 સોશિયલ મીડિયા વેબસાઇટ્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. આ વેબસાઇટ્સમાં મેટા અને X પણ શામેલ છે. ન્યૂઝ એજન્સી AP દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, નેપાળના કમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન મંત્રી પૃથ્વી સુબ્બા ગરુડે જણાવ્યું હતું કે, નેપાળમાં ઉપસ્થિત લગભગ 2 ડઝન સોશિયલ નેટવર્ક પ્લેટફોર્મને ઘણી વખત નોટિસ મોકલવામાં આવી છે કે તેઓ પોતાની કંપનીને દેશમાં રજીસ્ટર કરાવે.

social-media-platforms1
captions.ai

નેપાળની મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશનના પ્રવક્તા ગજેન્દ્ર ઠાકુરે જણાવ્યું હતું કે, મંત્રાલયે તમામ સોશિયલ મીડિયાને નેપાળમાં રજીસ્ટર કરાવવા માટે અંતિમ ચેતવણી આપી હતી. ગુરુવારે બપોરે થયેલી બેઠકમાં નેપાળ ટેલિકોમ ઓથોરિટીને આજથી અમલમાં આવતા 26 સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

APના રિપોર્ટ મુજબ, ટિકટોક, વાઇબર અને 3 અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નેપાળમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવશે કારણ કે તેમણે સરકાર સાથે રજીસ્ટર કરાવી છે. નેપાળ સરકાર કંપનીઓને દેશમાં સંપર્ક કાર્યાલય અથવા પોઈન્ટ નિયુક્ત કરવા કહી રહી છે.

નેપાળ સરકારે સંસદમાં એક બિલ રજૂ કર્યું છે. તેનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે સોશિયલ પ્લેટફોર્મ યોગ્ય રીતે સંચાલિત થાય અને જવાબદાર હોય. નેપાળી સંસદમાં આ બિલ પર હજુ સુધી પૂરી રીતે ચર્ચા થઈ નથી. તેની સેન્સરશીપના માધ્યમ અને ઓનલાઈન વિરોધ કરનારા સરકારી વિરોધીઓને સજા કરવાના માર્ગ તરીકે તેની ટીકા કરવામાં આવી રહી છે.

social-media-platforms2

અધિકાર જૂથોએ તેને સરકાર દ્વારા અભિવ્યક્તિની સ્વતંત્રતાને મર્યાદિત કરવા અને નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ ગણાવ્યો છે. અધિકારીઓએ કહ્યું છે કે સોશિયલ મીડિયા પર દેખરેખ રાખવા માટે કાયદો લાવવો જરૂરી હતો, જેથી યુઝર્સ અને ઓપરેટરો બંને એ વાત માટે જવાબદાર હોય કે, તેઓ આ પ્લેટફોર્મ પર શું શેર કરે છે અને શું પ્રકાશિત કરવામાં આવી રહ્યું અથવા કહેવામાં આવી રહ્યું છે.

About The Author

Related Posts

Top News

તલાક વિના જ બીજા લગ્ન કરી રહ્યો હતો.. વરમાળા અગાઉ જ પહોંચી પહેલી પત્ની; વરરાજાની ધરપકડ

કાનપુરના ચકેરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત એક લગ્નના લૉનમાં એ સમયે અફરાતફરી મચી ગઈ, જ્યારે એક વરરાજા તેની પહેલી પત્નીને...
National 
તલાક વિના જ બીજા લગ્ન કરી રહ્યો હતો..  વરમાળા અગાઉ જ પહોંચી પહેલી પત્ની; વરરાજાની ધરપકડ

વીમો હોય કે બેંક ખાતું... દરેક માટે એક જ ગ્રાહક ID હશે, યુરોપમાં છે આ સિસ્ટમ, જાણો શું ફાયદો થશે?

હાલમાં, બેંકો અને વીમા કંપનીઓ પાસે અલગ અલગ ગ્રાહક ID હોય છે. તે બધાને યાદ રાખવા અને તેનું સંચાલન...
Business 
વીમો હોય કે બેંક ખાતું... દરેક માટે એક જ ગ્રાહક ID હશે, યુરોપમાં છે આ સિસ્ટમ, જાણો શું ફાયદો થશે?

માત્ર 120 રૂપિયાના મોબાઇલ કવર માટે SDMએ પોલીસને બોલાવીને ડિલિવરી બોયને મોકલ્યો જેલ

ઈ-કોમર્સ કંપનીઓ પાસેથી સામાન મંગાવવો એ સામાન્ય વાત છે, પરંતુ શું ખરેખર માત્ર ₹120 ની કિંમતના મોબાઇલ કવરના વિવાદ...
National 
માત્ર 120 રૂપિયાના મોબાઇલ કવર માટે SDMએ પોલીસને બોલાવીને ડિલિવરી બોયને મોકલ્યો જેલ

શ્રીકાંતે ગંભીરને 'મૂર્ખ' કહ્યો, શું મુખ્ય કોચ ટીમ ઈન્ડિયા માટે ખલનાયક બની રહ્યા છે?

ભૂતપૂર્વ ભારતીય મુખ્ય પસંદગીકાર અને 1983ના વર્લ્ડ કપ વિજેતા ટીમના ક્રિકેટર, કૃષ્ણમાચારી શ્રીકાંતે, ટીમ ઈન્ડિયાના વર્તમાન મુખ્ય...
Sports 
શ્રીકાંતે ગંભીરને 'મૂર્ખ' કહ્યો, શું મુખ્ય કોચ ટીમ ઈન્ડિયા માટે ખલનાયક બની રહ્યા છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.