ચીને ઈરાનને આ યુદ્ધમાં એકલું કેમ છોડી દીધું? જવાબ સાંભળીને પાકિસ્તાન ખુશ થઈ જશે

પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકા અને ઇઝરાયલ સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરી દીધી છે. આની અસર ભારત અને ચીન સહિત સમગ્ર વિશ્વ પર પડી છે; ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. આ બધા વચ્ચે ઘણા દિવસોથી એક પ્રશ્ન ઉઠી રહ્યો હતો કે, બીજિંગે આ યુદ્ધમાં હસ્તક્ષેપ કરવાને બદલે તેહરાનથી આટલું અંતર કેમ જાળવી રાખ્યું છે? અને જો પાકિસ્તાન ક્યારેક યુદ્ધમાં ફસાઈ ગયું, ત્યારે પણ શું ચીન આ જ વ્યૂહરચના અપનાવશે?

ચેરિટી ગ્રુપ 'યુકે-ચાઇના ટ્રાન્સપરન્સી'ના ટ્રસ્ટી હોવર્ડ ઝાંગે આ ભેદ પર પ્રકાશ પાડ્યો છે. NDTVના અહેવાલ મુજબ, તેઓ કહે છે કે, ‘વ્યૂહાત્મક ભાગીદારી હોવા છતા ચીને અત્યાર સુધી ઈરાનને માત્ર રાજદ્વારી સહાનુભૂતિ આપી છે અને સંયમ રાખવાની અપીલ કરી છે. આ ઉપરાંત, મીડિયામાં  વધારી-ચઢાવીને વાત કરી છે. તેણે સુરક્ષા ગેરંટી અથવા સીધો લશ્કરી સપોર્ટ જેવા હસ્તક્ષેપો કર્યા નથી, જેથી ચીન પૂરી રીતે તેહરાનના પક્ષમાં આવી જાય.

Jinping1
table.media

ઝાંગ જણાવે છે કે આ ભેદ જ અસલી કહાની છે. ચીનની ભાગીદારી સાચી છે, પરંતુ પાકિસ્તાન સાથેના તેના સંબંધોની સમકક્ષ નથી. તેમણે જણાવ્યું કે, ચીન 'દોસ્તી અને દોસ્તના મહત્ત્વના આધાર પર સંબંધ બનાવે છે. પશ્ચિમી રાષ્ટ્રો (જેમ કે NATO)ની જેમ કાનૂની સુરક્ષા ગેરંટી'ના આધારે નહીં.

આ જ 'ગઠબંધન' વર્સિસ 'ભાગીદારી' વચ્ચેનો તફાવત છે. પશ્ચિમી દેશોની સિસ્ટમ એક પર હુમલો બધા પર હુમલાની કાનૂની ગેરંટી પર ચાલે છે તેનાથી વિપરીત, ચીન કોઈપણ રાષ્ટ્રને કોઈ સુરક્ષા ગેરંટી આપતું નથી. તે 'ભાગીદારી' શબ્દનો ઉપયોગ કરે છે, જેથી કોઈ યુદ્ધમાં ફસાવાની કાયદાકીય મજબૂરી ન રહે. આ અભિગમ લચીલું હોય છે અને મુખ્યત્વે વેપાર પર કેન્દ્રિત હોય છે.

Jinping2
scmp.com

આ ઉપરાંત, ચીન અન્ય રાષ્ટ્રોને બરબારના સાથીના બદલે સીડી તરીકે જુએ છે. તે દરેક દેશને તેના મહત્ત્વના હિસાબે 'લેબલ' આપે છે. આ હાયરાર્કીમાં રશિયા સૌથી આગળ છે, જ્યારે પાકિસ્તાન એક ખાસ સુરક્ષા સ્તરમાં છે. ઝાંગ લખે છે કે, ‘પાકિસ્તાન એટલું ઉપયોગી, ખૂબ વધારે જોડાયેલુ અને ભૌગોલિક રીતે એટલું મહત્ત્વપૂર્ણ છે કે તેને ફક્ત એક મિત્ર રાષ્ટ્ર તરીકે ગણી શકાય નહીં.

દાયકાઓથી પાકિસ્તાને લશ્કરી સહયોગ અને ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) દ્વારા ચીનના પશ્ચિમી પ્રદેશોને સહારો આપે છે, જેના કારણે બીજિંગને અરબી સમુદ્ર સુધી વ્યૂહાત્મક પહોંચ મળે છે. તેનાથી વિપરીત, ઈરાન નીચલા સ્તર પર છે. ઝાંગ સ્પષ્ટપણે કહે છે કે, ‘ઈરાન ચીન માટે મહત્ત્વ ધરાવે છે, પરંતુ એટલુ નહીં કે વધારે ફરક પડે... બીજિંગ ઈરાનને એક સપ્લાયર અને ઉપયોગી રાજદ્વારી ભાગીદાર તરીકે પસંદ કરે છે. તે ઈરાનને એટલું પણ મહત્ત્વ આપતું નથી કે તેના માટે લડે અને કોઈપણ કિંમતે તેનો બચાવ કરે.

Jinping3
idnfinancials.com

અહી સુધી કે, જ્યારે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવાની ધમકી આપી હતી, ત્યારે પણ બીજિંગે પોતાની પ્રતિક્રિયાને ફક્ત સંયમની અપીલ સુધી મર્યાદિત રાખી હતી. જ્યારે આ રસ્તે થઈને ચીનની તેલ આયાતનો મોટો હિસ્સો પસાર થાય છે.

About The Author

Top News

શું છે વોટ્સએપ પ્લસ અને ઇન્સ્ટાગ્રામ 'પ્લસ'? શું હવે તમારે પૈસા ચૂકવવા પડશે?

શું તમારે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ચલાવવા માટે પૈસા ચૂકવવા પડશે? મેટાએ એક મોટી જાહેરાત કરી છે જેની સીધી અસર...
Tech and Auto 
શું છે વોટ્સએપ પ્લસ અને ઇન્સ્ટાગ્રામ 'પ્લસ'? શું હવે તમારે પૈસા ચૂકવવા પડશે?

852 કરોડનો શોપિંગ મોલ, શાનદાર ઘર.. ; જાણો કર્ણાટકના CM બનવા જઈ રહેલા DK શિવકુમારની કુલ સંપત્તિ વિશે

DK શિવકુમાર કર્ણાટકના નવા CM બનશે. સિદ્ધારમૈયા સરકાર ભંગ થઈ રહી છે, અને તેઓ ગુરુવારે બપોરે લોકભવનમાં CM પદ...
Business 
852 કરોડનો શોપિંગ મોલ, શાનદાર ઘર.. ; જાણો કર્ણાટકના CM બનવા જઈ રહેલા DK શિવકુમારની કુલ સંપત્તિ વિશે

TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો; કપડા ફાડ્યા-ઇંડા ફેંક્યા, મમતા-અખિલેશ-કોંગ્રેસ બધા ભડક્યા

TMC સાંસદ અભિષેક બેનર્જી પર આજે સાંજે કેટલાક લોકોએ હુમલો કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિષેક એક પાર્ટી...
National 
TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો; કપડા ફાડ્યા-ઇંડા ફેંક્યા, મમતા-અખિલેશ-કોંગ્રેસ બધા ભડક્યા

રાજસ્થાનનો આ વીડિયો જોઈને તમને ટોમ ક્રૂઝના ફિલ્મની યાદ આવી જશે

રાજસ્થાનના ચુરુ જિલ્લામાં શનિવારે બપોરે એક વિશાળ અને ભયાનક ધૂળની ડમરીઓ (વાવાઝોડું) ત્રાટકી હતી, જેના કારણે સમગ્ર આકાશ ધૂળની...
National 
રાજસ્થાનનો આ વીડિયો જોઈને તમને ટોમ ક્રૂઝના ફિલ્મની યાદ આવી જશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.