15 વર્ષીય છોકરીએ બોયફ્રેન્ડ સાથે મળીને લૂંટી કબર, જણાવ્યું અજીબ કારણ

એક 15 વર્ષીય છોકરીએ રાત્રે અંધારામાં જે કર્યું, તેણે બધાને હેરાનીમાં નાખી દીધા છે. તેણે એક એવા વ્યક્તિની કબર લૂંટી, જે હત્યા અને બળાત્કારનો દોષી હતો. છોકરીને જ્યારે એ બાબતે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, તેને સપનું આવ્યું હતું કે તેને જીવતો દફનાવી દેવામાં આવ્યો છે અને તે મદદ માગી રહ્યો હતો. આ કારણે તેણે પોતાના 21 વર્ષીય બોયફ્રેન્ડની મદદથી તેની કબર ખોદી નાખી. એ જ તેને ગાડીથી કબર સુધી લઈ ગયો હતો. આ ઘટના બ્રાઝિલની છે.

જે વ્યક્તિની કબર ખોદવામાં આવી, તેનું નામ લાજારો બારબોસા ડી સૌસા હતું. ડેઇલી સ્ટારના રિપોર્ટ મુજબ, સૌસાએ બે વર્ષ અગાઉ 6 લોકોની હત્યા કરી હતી. તે 32 વર્ષનો હતો. તેણે ક્લાઉડિયો વિડાલ નામના વ્યક્તિ અને તેના બે દીકરાઓની હત્યા કરી હતી. પછી ક્લાઉડિયોની પત્ની ક્લિયોનિસ માર્ક્સને કિડનેપ કરીને તેની હત્યા કરી. તે લોકોને ઘરોમાં ઘૂસીને ડ્રગ્સ આપતો હતો. તેણે એક ઘર અને ઘણી ગાડીઓમાં આગ પણ લગાવી હતી. એ સિવાય તેને બે પોલીસકર્મીઓની હત્યા પણ કરી.

તેને 9 જુલાઇ 2021ના રોજ તેની સાસુના ઘર બહાર પોલીસે ગોળી મારી દીધી હતી. ત્યારબાદ સૌસાના પરિવારે તેને કથિત રૂપે આ કબ્રસ્તાનમાં દફનાવી દીધો હતો, જ્યાં છોકરીએ ખોદકામ કર્યું છે. તપાસકર્તા રાફેલ નેરિસે કહ્યું કે, 15 વર્ષીય છોકરીને CCTV ફૂટેજની મદદથી પકડવામાં આવી છે. તેણે સૌસાની ખોપરી ચોરી લીધી હતી. બાકીનું હાડપિંજર ત્યાં જ હતું. એ પૂરી રીતે સ્પષ્ટ છે કે છોકરીએ જ કબર લૂંટી હતી. તેના કપડાં પણ માટીથી ખરડાયેલા મળ્યા.

ત્યારબાદ છોકરીએ પણ પોતાનો ગુનો કબૂલી લીધો. તેણે કહ્યું કે, તેને સપનું આવ્યું હતું. જેમાં સૌસા તેને જીવતો દેખાયો અને મદદ માગી રહ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, છોકરીનું કહેવું છે કે તેને ઘણા બધા સપના આવ્યા હતા, જેમાં સૌસા તેને પોતાને કબરમાંથી કાઢવા કહી રહ્યો હતો. તેનો બોયફ્રેન્ડ પૂરા સમય તેને ચેતવણી આપતો રહ્યો, પરંતુ તેણે તેની એક વાત ન સાંભળી. છોકરી પર આરોપ લગાવવામાં નહીં આવે. તો કબરમાં ખોપરી નાખીને ફરીથી માટી નાખી દેવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બનેલો ઐશબાગ રેલવે ઓવર બ્રિજ (ROB) તેના ઉદ્ઘાટન પહેલા જ વિવાદોમાં ફસાયેલો હતો, પરંતુ હવે...
National 
90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

નાના દેશોમાં ટેસ્ટ ક્રિકેટને વ્યવહારુ અને લોકપ્રિય બનાવવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એક મોટું પગલું ભરવા જઈ રહી...
Sports 
ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

શેર બજારમાં ઘટાડા વચ્ચે પણ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેરમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. બુધવારે બપોરે...
Business 
એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી

મધ્યપ્રદેશના ઇન્દોરની જિલ્લા કોર્ટના બેંક ખાતામાં ચોરીનો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. મધ્યપ્રદેશના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ...
National 
ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.