ચાલુ ટ્રેને મહિલા ડ્રાઈવર ફોનમાં વ્યસ્ત, અચાનક થયું એવું કે રુંવાટા ઉભા થઈ જશે

On

દરરોજ કોઈને કોઈ વિડિયો ઈન્ટરનેટની દુનિયામાં દેખાતા રહે છે. સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર યુઝર્સ દરરોજ આવા ઘણા વીડિયો શેર કરે છે, જેને જોઈને કાં તો આપણા ચહેરા પર સ્મિત આવી જાય છે અથવા તો આપણને આશ્ચર્ય થાય છે.

આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે ચોંકી જશો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક મહિલા ડ્રાઈવર ટ્રેન ચલાવી રહી છે. વીડિયોમાં મહિલા ટ્રેન ચલાવતી વખતે તેનો ફોન પણ વાપરી રહી છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મહિલા રાત્રે ટ્રેન ચલાવી રહી છે અને તેના હાથમાં ફોન સતત ચાલી રહ્યો છે.

મહિલા ડ્રાઈવર તેનો ફોન જોવામાં એટલી વ્યસ્ત છે કે તેને યાદ નથી આવતું કે તે ટ્રેન ચલાવી રહી છે.

જો કે આ દરમિયાન બીજી ટ્રેન મહિલાની સામે આવતી જોવા મળે છે. અચાનક ટ્રેનને જોઈને મહિલા ડ્રાઈવરે તેની ટ્રેન રોકવાનો પ્રયાસ કર્યો.

ટ્રેનને રોકવા માટે મહિલાએ એટલી ઝડપથી બ્રેક મારી કે આખી ટ્રેન અચાનક હલી જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેનમાં બેઠેલા એક મુસાફરને દુર્ઘટનાની જાણ નથી અને તે પોતાની સીટ પરથી નીચે પડી ગયો છે.

ટક્કર એટલી જોરદાર હતી કે, મહિલા ડ્રાઈવર પાસે રાખેલો સામાન પડી ગયો. જો કે, આ અકસ્માતમાં મહિલા ડ્રાઈવરનો આબાદ બચાવ થયો તે ગૌરવની વાત છે.

આટલા જબરદસ્ત અકસ્માત બાદ પણ સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ મહિલાના બચી જવાને જોઈને તેને કોઈ ચમત્કારથી ઓછું નથી માની રહી. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો ઓક્ટોબર 2019નો છે, જે ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો રશિયાનો છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર CCTV Idiots નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે, 'સ્માર્ટફોન પર ટ્રેન ચલાવતી વખતે.'

અહીં તમને જણાવી દઈએ કે, રુંવાડા ઉભા કરી દેતો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લાખો લોકોએ જોયો છે અને ઘણા યુઝર્સે તેને પસંદ કર્યો છે.

એક યૂઝરે લખ્યું કે, આ મહિલાની કોઈ ભૂલ છે, તે કોઈ ભૂલ કરી જ ન શકે, દોષ સામેવાળી ટ્રેનના ડ્રાઈવરનો છે, જે ગેરકાયદેસર રીતે ટ્રેન રોકીને દારૂ ખરીદવા નીચે ઉતરી ગયો હશે. યુઝર @American_Paraએ લખ્યું કે મજાની વાત એ છે કે, તે એક ટિકટોક વીડિયો જોઈ રહી હતી જેમાં એક ટ્રેન ડ્રાઈવર બીજી ટ્રેન સાથે અથડાઈ રહ્યો હતો. એક યુઝરે લખ્યું કે, કેવી રીતે આવા બેદરકાર લોકોને ટ્રેન ચલાવવા માટે બેસાડવામાં આવે છે. આ મહિલા તો લોકોને મારી નાંખશે.

@BigSimp4Life યુઝરે લખ્યું કે, આ મહિલાને તેની નોકરીમાંથી કાઢી મૂકવી જોઈએ અને જેલમાં મોકલી દેવી જોઈએ. તેના પર કાર્યવાહી થવી જોઈએ અને તેની પાસેથી દંડ પણ વસૂલવો જોઈએ જે લાખો ડોલરમાં હશે. અન્ય એક યુઝરે લખ્યું કે, આ મહિલાની ધરપકડ થવી જોઈએ, તેને કામ કરતી વખતે મોબાઈલ ફોન ન વાપરવાનું શીખવવું જોઈએ.

Related Posts

Top News

'શરિયત વિરુદ્ધ...', હવે શમીની પુત્રીના હોળી રમવા પર ગુસ્સે મૌલાના, રોઝા ન પાળવા બદલ ક્રિકેટરને કહ્યો ગુનેગાર

ક્રિકેટર મોહમ્મદ શમી દ્વારા રમઝાન દરમિયાન ઉપવાસ ન રાખવા બદલ ગુનેગાર ગણાવનાર મૌલવીએ હવે ફાસ્ટ બોલરની પુત્રીની હોળીની ઉજવણીને 'અવૈધ'...
Sports 
'શરિયત વિરુદ્ધ...', હવે શમીની પુત્રીના હોળી રમવા પર ગુસ્સે મૌલાના, રોઝા ન પાળવા બદલ ક્રિકેટરને કહ્યો ગુનેગાર

RSS: રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ

(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએસના પ્રખ્યાત પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથેના પોડકાસ્ટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વિશેના પોતાના...
National 
RSS: રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ

ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના રાજકારણમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ આજે એક એવા નેતા તરીકે ઝળકી રહ્યું છે જેઓ પોતાના સૌમ્ય સ્વભાવ...
Gujarat  Opinion 
ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

શિક્ષણ વિભાગ તરફથી જિલ્લાની તમામ સરકારી શાળાઓમાં પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ પરત લેવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. જો...
National  Education 
પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.