- World
- ભારતની મોટી કૂટનીતિક જીત! શશિ થરૂરની નારાજગી બાદ આ દેશે પાકિસ્તાન પર આપેલું નિવેદન પાછું લીધું
ભારતની મોટી કૂટનીતિક જીત! શશિ થરૂરની નારાજગી બાદ આ દેશે પાકિસ્તાન પર આપેલું નિવેદન પાછું લીધું

કોલંબિયાએ પાકિસ્તાનમાં માર્યા ગયેલા આતંકવાદીઓને લઈને આપેલા પોતાના નિવેદનને પાછું લઈ લીધું છે. કોલંબિયા હવે આતંકવાદ પર ભારતના વલણનું પુરજોરથી સમર્થન કરતું નિવેદન પણ જાહેર કરવાનું છે. પાકિસ્તાનનો દુનિયાભરમાં બેનકાબ કરવા ગયેલા ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે શુક્રવારે કોલંબિયાના નિવેદનની નિંદા કરી હતી, જે હેઠળ કોલંબિયાએ ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

કોલંબિયાના હાલના વલણને લઈને ટિપ્પણી કરતા, શશિ થરૂરે કહ્યું કે તેમણે પોતાનું નિવેદન પાછું લઈ લીધું છે, જેના કારણે અમને પહેલા નિરાશા થઈ હતી. હવે તેઓ અમારા વલણ માટે મજબૂત સમર્થનવાળું નિવેદન જાહેર કરશે. આ નિવેદન કોલંબિયાના વલણ પર ચિંતા વ્યક્ત કરવા અને નવી દિલ્હી દ્વારા તેનાથી નિરાશ થવાના એક દિવસ બાદ આવ્યું છે.
https://twitter.com/ANI/status/1928577462780170263
સંયુક્ત રાજ્ય અમેરિકામાં ભારતના પૂર્વ રાજદૂત અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા તરણજીત સિંહ સંધુએ કહ્યું કે પ્રતિનિધિમંડળના વિસ્તૃત સ્પષ્ટિકરણે કોલંબિયન વલણને પલટવામાં મદદ કરી છે. તેમણે કહ્યું કે આજે સવારે અમે કાર્યવાહક વિદેશ મંત્રી અને આપણા નેતા સાથે વિસ્તૃત વાતચીત કરી અને આખી ટીમે તેમને સમયસીમા બાબતે બતાવતા વિશિષ્ટ બિંદુઓ બતાવ્યા, જે કદાચ કેટલીક હદ સુધી છૂટી ગયા હશે. કોલંબિયાનું મહત્ત્વ અન્ય કારણો સિવાય, એ પણ છે કે તે જલદી જ સુરક્ષા પરિષદનું સભ્ય બની જશે.
કોલંબિયાના નાયબ વિદેશ મંત્રી રોસા યોલાન્ડા વિલાવિસેનયોએ કહ્યું કે અમને પૂરો વિશ્વાસ છે કે આજે અમને જે સ્પષ્ટતા મળી છે અને વાસ્તવિક સ્થિતિ, સંઘર્ષ અને કાશ્મીરમાં જે કંઈ થયું, તેના સંબંધમાં જે વિસ્તૃત જાણકારી અમારી પાસે છે તેના આધાર પર, અમે વાતચીત ચાલુ રાખી શકીએ છીએ.

તમને જણાવી દઈએ કે, શશિ થરૂરે શુક્રવારે કોલંબિયામાં કહ્યું હતું કે અમે માત્ર આત્મરક્ષાના પોતાના અધિકારનો ઉપયોગ કરી રહ્યા છીએ. અમે પરિસ્થિતિ બાબતે કોલંબિયા સાથે વિસ્તારથી વાત કરીને ખૂબ ખુશ છીએ. જે પ્રકારે કોલંબિયાએ ઘણા આતંકવાદી હુમલાઓ ઝીલ્યા છે, તેવી જ રીતે ભારતે પણ હુમલા ઝીલ્યા છે. થરૂરે એમ પણ કહ્યું હતું કે ચીન પાકિસ્તાનના 81 ટકા રક્ષા ઉપકરણ સપ્લાઈ કરે છે, સાથે જ ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોરનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે રક્ષા એક એક વિનમ્ર શબ્દ છે. પાકિસ્તાની સૈન્ય હથિયાર, તેમાં મોટાભાગના રક્ષા માટે નથી પરંતુ હુમલા માટે છે. અમારો ઝઘડો અમારી વિરુદ્ધ આતંકવાદના પ્રસાર સાથે છે.