ટ્રમ્પે એવી જાહેરાત કરી નાખી છે કે સ્થિતિ વધુ બગડવાની છે, કાલે શેરબજાર પર મોટી અસર જોવા મળશે

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર કબ્યું હતું કે, તો વાત એમ છે કે, બેઠક સારી રહી અને મોટાભાગના મુદ્દાઓ પર સહમતી સધાઈ, પણ જે સૌથી મહત્વનો મુદ્દો હતો—પરમાણુ (NUCLEAR)—તેના પર કોઈ ઉકેલ આવ્યો નથી. આથી, આજથી જ વિશ્વની સર્વશ્રેષ્ઠ એવી 'યુનાઇટેડ સ્ટેટ્સ નેવી' સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં પ્રવેશતા અથવા ત્યાંથી બહાર નીકળતા તમામ જહાજોની નાકાબંધી (BLOCKADING) કરવાની પ્રક્રિયા શરૂ કરશે. એક સમય એવો આવશે જ્યારે દરેકને મુક્તપણે આવવા-જવાની છૂટ હશે, પણ ઈરાને અત્યારે એવું કહીને અવરોધ ઉભો કર્યો છે કે, 'ત્યાં ક્યાંક માઇન્સ હોય શકે છે,' જેના વિશે ફક્ત તેઓ જ જાણે છે. આ આખા વિશ્વ પાસે કરાતી ઉઘાડી લૂંટ છે, અને અમેરિકા જેવા દેશના નેતાઓ ક્યારેય આવી ધમકીઓ સામે ઝૂકશે નહીં.

મેં અમારી નેવીને સૂચના આપી છે કે આંતરરાષ્ટ્રીય જળસીમામાં એવા તમામ જહાજોને રોકવામાં આવે જેમણે ઈરાનને ગેરકાયદેસર 'ટોલ' (ટેક્સ) ચૂકવ્યો છે. ગેરકાયદે પૈસા આપનાર કોઈ પણ જહાજને સુરક્ષિત રસ્તો મળશે નહીં. અમે ઈરાને બિછાવેલી દરિયાઈ સુરંગોને નષ્ટ કરવાનું પણ શરૂ કરીશું. જો કોઈ ઈરાની સૈનિક અમારા પર કે શાંતિપૂર્ણ જહાજો પર ગોળીબાર કરશે, તો તેને સીધો યમલોક પહોંચાડી દેવામાં આવશે.

ઈરાન સારી રીતે જાણે છે કે આ પરિસ્થિતિનો અંત કેવી રીતે લાવવો, જેણે તેમના દેશને પહેલેથી જ બરબાદ કરી દીધો છે. તેમની નેવી ખતમ થઈ ગઈ છે, વાયુસેના નષ્ટ થઈ ગઈ છે અને તેમની રડાર સિસ્ટમ હવે નકામી છે. ખામનેઈ અને તેમના મોટાભાગના નેતાઓ માર્યા ગયા છે, અને આ બધું તેમની પરમાણુ મહત્વાકાંક્ષાને કારણે થયું છે.

આ નાકાબંધી ટૂંક સમયમાં શરૂ થશે અને તેમાં અન્ય દેશો પણ જોડાશે. ઈરાનને આ ગેરકાયદેસર લૂંટ ચલાવવા દેવામાં આવશે નહીં. તેમને પૈસા જોઈએ છે અને સૌથી વધુ તો પરમાણુ હથિયારો જોઈએ છે. અમે પૂરી રીતે તૈયાર છીએ (LOCKED AND LOADED), અને યોગ્ય સમયે અમારી સેના ઈરાનનું જે કંઈ બચ્યું છે તેને પણ સાફ કરી નાખશે.

ડોનાલ્ડ્ર ટ્રમ્પની આ જાહેરાતથી એક વાત સ્પષ્ટ છે કે, સ્થિતિ સુધરવાને બદલે વધુ બગડી ગઈ છે અને સંઘર્ષ વધવાનો છે. આની અસર સોમવારે ભારતના શેરમાર્કેટ પર પણ જોવા મળશે.

About The Author

Top News

ડગઆઉટમાં RR મેનેજરને ફોન વાપરતા હતા વૈભવ બાજુમાં હતો; લલિત મોદીનો સવાલ- ભ્રષ્ટાચાર વિરોધી એકમ ક્યાં હતી

રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી IPL 2026ની 10મી મેચ પછી એક મોટો વિવાદ ફાટી નીકળ્યો...
Sports 
ડગઆઉટમાં RR મેનેજરને ફોન વાપરતા હતા વૈભવ બાજુમાં હતો;  લલિત મોદીનો સવાલ- ભ્રષ્ટાચાર વિરોધી એકમ ક્યાં હતી

ટ્રમ્પે એવી જાહેરાત કરી નાખી છે કે સ્થિતિ વધુ બગડવાની છે, કાલે શેરબજાર પર મોટી અસર જોવા મળશે

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર કબ્યું હતું કે, તો વાત એમ છે કે, બેઠક સારી રહી...
World 
ટ્રમ્પે એવી જાહેરાત કરી નાખી છે કે સ્થિતિ વધુ બગડવાની છે, કાલે શેરબજાર પર મોટી અસર જોવા મળશે

આવી પત્ની કોઈને ન મળે... પ્રેમી સાથે મળીને પતિનું કાસળ કાઢી નાખ્યું પછી લૂંટની વાર્તા બનાવી રડવા બેસી

મધ્યપ્રદેશના ધારના ગોંડીખેડી ચરણ ગામમાં થયેલી લૂંટ અને હત્યાએ વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી. એક વેપારીની તેના ઘરમાં હત્યા કરવામાં આવી...
National 
આવી પત્ની કોઈને ન મળે... પ્રેમી સાથે મળીને પતિનું કાસળ કાઢી નાખ્યું પછી લૂંટની વાર્તા બનાવી રડવા બેસી

બેફામ ચલાવતો હતો 10 કરોડની લેમ્બોર્ગિની, કોર્ટે કારમાલિકને રોડ પર 'સાવરણીથી સફાઈ' કરવાની સજા ફટકારી

કર્ણાટક હાઈકોર્ટે ઝડપથી અને બેદરકારીથી વાહન ચલાવવાના કેસમાં એક અનોખો ચુકાદો આપ્યો છે. કોર્ટે લીલા રંગની લેમ્બોર્ગિનીના માલિક સામેનો ફોજદારી...
National 
 બેફામ ચલાવતો હતો 10 કરોડની લેમ્બોર્ગિની, કોર્ટે કારમાલિકને રોડ પર 'સાવરણીથી સફાઈ' કરવાની સજા ફટકારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.