ફીનલેન્ડ છે દુનિયાનો સૌથી ખુશ દેશ, આ છે લોકોની ખુશીનું કારણ, મળે છે આ સુવિધાઓ

On

ફિનલેન્ડમાં જન્મ લેવો જેકપોટ માનવામાં આવે છે. કારણ કે ફિનલેન્ડને દુનિયાનો સૌખી ખુશ દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. દુનિયાનો કયો દેશ કેવી પરિસ્થિતિમાં છે તેનાથી નક્કી થાય છે કે ત્યાંના લોકોની લાઈફમાં કેટલા હદ સુધી ખુશી છે. આ વર્ષે વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ 2022 પ્રમાણે ફિનલેન્ડ સતત છેલ્લા પાંચ વર્ષોથી દુનિયાના સૌથી ખુશ દેશ તરીકે પસંદ કરવામાં આવી રહ્યો છે. જ્યારે 146 દેશોના આ લિસ્ટમાં અફઘાનિસ્તાન સૌથી છેલ્લા ક્રમે છે. ખુશ દેશોના લિસ્ટમાં અમેરિકા 16મા ક્રમે છે જ્યારે ભારત આ લિસ્ટમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ કરતા પણ પાછળ છે.

આ વર્ષના વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં પાકિસ્તાનને 121મો ક્રમ આપવામાં આવ્યો છે, જ્યારે ભારતને 136મું સ્થાન મળ્યું છે. બાંગ્લાદેશ આ લિસ્ટમાં 94માં ક્રમે અને ચીન 72માં ક્રમે છે. સૌથી ઓછો ખુશ રહેનારા દેશમાં અફઘાનિસ્તાન(146), લેબનોન(145), ઝિમ્બામ્વે(144), રવાંડા(143), બોત્સવાના(142) અને લેસોથો(141) માં ક્રમ પર છે. વર્લ્ડ હેપ્પીનેસ ઈન્ડેક્સમાં હેપ્પીનેસના આંકડા પ્રમાણે ટોપ 10 ખુશ દેશોમાં પૂર્વ યુરોપ એટલે કે સ્કેડિનેવિયા ક્ષેત્ર અને નાર્ડિક વિસ્તારના દેશોનો સમાવેશ થાય છે.

આ વિસ્તારમાં ફિનલેન્ડે જ્યાં ટોપનું સ્થાન મેળવ્યું છે ત્યારે ડેનમાર્ક આ લિસ્ટમાં બીજા ક્રમ પર છે. તેના પછી આઈસલેન્ડ, સ્વિત્ઝર્લેન્ડ, નેધરલેન્ડ, નોર્વે અને લક્ઝમબર્ગે જગ્યા બનાવી છે. હવે દુનિયાભરના લોકો એ જાણવા ઈચ્છે છે કે આખરે સ્કૈંડિનેવિયન દેશોના સિસ્ટમમાં એવી ખાસ વાત છે કે જેનાથી લોકોની જિંદગીમાં ખુશી વધે છે. રોજની સમસ્યાઓથી ઝઝૂમતા ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન જેવા મધ્યમ અને ઓછી આયુવાળા લોકો અને સમાજથી આખરે કંઈ રીતે અલગ છે આ દેશના લોકોની લાઈફ, જે તેમના જીવન સ્તરને અલગ બનાવે છે અને ત્યાંના લોકો કોઈ પણ સંજોગોમાં ખુશ રહે છે.

દુનિયાના મોટા ભાગના ગરીબ અને મધ્યમ આયુવાળા દેશોમાં સામાન્ય લોકોની સૌથી મોટી સમસ્યા મોંઘી શિક્ષા, મોંઘી સારવાર, પરિવહનના મોંઘા સાધનો અને મોંઘી ખાણી પીણીની વસ્તુઓનો ઈંતજામ કરવાનો હોય છે. પરંતુ ફિનલેન્ડ જેવા સકૈંડિનેવિયન-નાર્ડિક ક્ષેત્રના દેશોમાં સિસ્ટમ ઘણી અલગ છે.

અહીં શિક્ષા, હેલ્થકેર જેવી વસ્તુઓ લોકો માટે સરકાર તરફથી એકદમ ફ્રીમાં અથવા તો એકદમ ઓછા ભાવમાં પૂરી પાડવામાં આવે છે. આ સિવાય સુરક્ષાના સારા ઈંતજામ, સારી પોલિસ સિસ્ટમ, માનવાધિકાર પર સારી દેખરેખ, ઊંચું ઈન્કમ લેવલ, ઓછું કરપ્શન જેવી વસ્તુઓ સાથે જોડાયેલા કાયદા અને મજબૂત સિસ્ટમ જોવા મળે છે. જેનાથી સામાન્ય લોકોની લાઈફ ઘણી સરળ થઈ જાય છે.

ફિનલેન્ડની 90 ટકાથી વધુ વસ્તીની લાઈફ દરેક રીતે એકદમ સંતુલિત માનવામાં આવે છે. આ કોઈ પણ સમાજ માટે ઘણી સારી હાલત કહેવામાં આવી શકે છે. તે સિવાય અહીંનુ વાતાવરણ પણ ઘણું ખુશનુમા જોવા મળે છે. આર્કટિક સર્કલમાં હોવાના કારણે આ દેશના ઘણા વિસ્તારોમાં છ મહિના સુધી રાત જ રહે છે. બરફ, વરસાદ અને એકદમ ઠંડીની વચ્ચે પણ આ દેશના લોકો તેમની લાઈફને સંપૂર્ણ રીતે એન્જોય કરવાનું ભૂલતા નથી.

કોઈ પણ સિઝનની તેઓ મજા લેવાનું ચૂકતા નથી. પ્રદૂષણ મુક્ત વાતાવરણ પણ એક મહત્ત્વનું કારણ છે. આપણા દેશોમાં મા-બાળક માટે વિવિધ યોજનાઓની ચર્ચાઓ ભરપૂર થતી હોય છે પરંતુ ફિનલેન્ડમાં સિસ્ટમ અલગ છે. અહીંની સરકાર મહિલાને માતા બનવા પર ન્યૂ બેબી બોક્સ ગિફ્ટમાં આપે છે. જેમાં એક વર્ષ સુધી બાળકને કામ આવનારી 63 જેટલી પ્રોડક્ટ્સ હોય છે. આ સિવાય બાળકના જન્મ પછી માતા પિતા બંનેને 3 અઠવાડિયા સુધીની પેરેન્ટ્સ લીવ મળે છે અને તેના પછીના 9 મહિના માતા અથવા પિતામાંથી કોઈ એકને રજા આપવામાં આવે છે.

જે લોકો બેરોજગાર હોય તેના માટે પણ સરકારની એક સિસ્ટમ છે. જેમની પાસે નોકરી ન હોય તેને ત્યાંની સરકાર મહિનાના 2000 ડોલર સુધીનું સ્ટાઈપન્ડ આપે છે. આ સિવાય ફિનલેન્ડ અને ડેનમાર્કમાં દરેક નાગરિકને ફ્રી એજ્યુકેશન અને ફ્રી હેલ્થકેર સુવિધા પૂરી પાડવામાં આવે છે. સૌથી ખુશ દેશ હોવા સિવાય ફિનલેન્ડમાં ક્રાઈમ રેટ પણ ઘણો ઓછો જોવા મળે છે. ટુરીસ્ટો માટે એકદમ સેફ જગ્યા છે. અહીં મિડલ ક્લાસ લોકોની વસ્તી વધારે છે અને ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યા ઘણી ઓછી છે.   

Related Posts

Top News

મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

રાજસ્થાનના ઉદયપુરના પૂર્વ રાજ પરિવારના સભ્ય અને મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ મેવાડનું 16 માર્ચ, રવિવારે નિધન થયું છે. તેમની...
National 
મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

દેશમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે, ચૂંટણી પંચે મતદાર યાદીમાં ગેરરીતિઓના આરોપોનો કાયમી અને વૈજ્ઞાનિક ઉકેલ શોધવાનો...
National 
શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ હિન્દુઓ ખુબ મોટી સંખ્યામાં રહે છે. જેના કારણે હિન્દુ તહેવારો નિમિત્તે ત્યાંથી વીડિયો આવતા રહે...
World 
પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!

હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

PM નરેન્દ્ર મોદી અને પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન વચ્ચેની વાતચીતના પોડકાસ્ટમાં PM મોદીએ ઘણા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી....
National 
હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.