વર્ષે 42 અબજ કમાતા પાકિસ્તાની ભિખારીઓની સંખ્યા 22 મિલિયન, સાઉદીએ 4700ને હાંકી કાઢ્યા

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, સાઉદી અરેબિયાએ 4,700થી વધુ પાકિસ્તાની ભિખારીઓને દેશનિકાલ કર્યા છે. આ લોકો કથિત રીતે નકલી વિઝા અને ઉમરાહ કે હજના બહાને સાઉદી અરેબિયા પહોંચ્યા હતા, પરંતુ ત્યાં ગેરકાયદેસર રીતે ભીખ માંગતા પકડાયા હતા. આ ઘટનાને પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે શરમજનક ગણાવવામાં આવી રહી છે.

Pakistan-Beggar1
bhaskar.com

સંરક્ષણ પ્રધાન આસિફે કહ્યું, 'પાકિસ્તાનમાં લગભગ 22 મિલિયન ભિખારીઓ છે, જે વાર્ષિક 42 અબજ રૂપિયા કમાય છે. આ લોકો વિદેશમાં ભીખ માંગીને દેશની છબી ખરાબ કરી રહ્યા છે.' તેમણે કહ્યું કે, સાઉદી અરેબિયામાં ભીખ માંગવા સામે કડક કાયદા છે, જેના હેઠળ ભિખારીઓને દંડ, જેલ અને દેશનિકાલનો સામનો કરવો પડે છે.

સિયાલકોટમાં પાકિસ્તાન રેડીમેડ ગાર્મેન્ટ્સ મેન્યુફેક્ચરર્સ એન્ડ એક્સપોર્ટર્સ એસોસિએશન (PRGMEA)ના સભ્યોને સંબોધતા મંત્રીએ કહ્યું કે, મધ્ય પૂર્વીય દેશોમાંથી મોટી સંખ્યામાં પાકિસ્તાની ભિખારીઓને દેશનિકાલ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, એકલા સાઉદી અરેબિયાએ ઓછામાં ઓછા 4,700 પાકિસ્તાની ભિખારીઓને દેશમાંથી હાંકી કાઢ્યા છે.

Pakistan-Beggar4
panchjanya.com

આ અગાઉ, પાકિસ્તાનની સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA)એ પોતે એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે, સાઉદી અરેબિયાએ 2021થી 2024 દરમિયાન 4,000 ભિખારીઓને પાકિસ્તાન પાછા મોકલ્યા હતા. FIAના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ દેશનિકાલ કરાયેલા ભિખારીઓ મુખ્યત્વે દક્ષિણ પંજાબ, કરાચી અને આંતરિક સિંધ વિસ્તારોના હતા. તેમણે કહ્યું કે આવા વ્યાવસાયિક ભિખારીઓ તેમની સજા પૂર્ણ કર્યા પછી પાકિસ્તાન પાછા ફરતાની સાથે જ તેમના નામ FIAના ઇમિગ્રેશન વિભાગની પાસપોર્ટ કંટ્રોલ લિસ્ટ (PCL)માં મૂકવામાં આવે છે જેથી તેઓ ભવિષ્યમાં વિદેશ પ્રવાસ ન કરી શકે.

ખ્વાજા આસિફે સિયાલકોટના વેપારી સમુદાયને આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે પોતાની બેંક સ્થાપિત કરવા પણ અપીલ કરી. આ કાર્યક્રમમાં PML-Nના સાંસદો, PRGMEAના અધ્યક્ષ ઇજાઝ ખોખર અને અન્ય અગ્રણી હસ્તીઓ હાજર રહ્યા હતા. મંત્રીએ એમ પણ કહ્યું કે, PM શેહબાઝ શરીફ અને તેમનું મંત્રીમંડળ વેપારી સમુદાયને લગતા મુદ્દાઓને ઉકેલવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે.

આ મુદ્દાને ગંભીરતાથી લેતા, પાકિસ્તાન સરકારે નવેમ્બર 2024માં 4,300 ભિખારીઓના નામ એક્ઝિટ કંટ્રોલ લિસ્ટ (ECL)માં સામેલ કર્યા. આમ છતાં, ઉમરાહ અને હજ વિઝાનો દુરુપયોગ કરીને ભીખ માંગવાની ઘટનાઓ અટકી રહી નથી. સાઉદી અરેબિયાએ પાકિસ્તાનના ધાર્મિક બાબતોના મંત્રાલયને આ મુદ્દા પર કડક વલણ અપનાવવા જણાવ્યું છે.

Pakistan-Beggar5
abplive.com

નિષ્ણાતો માને છે કે, આ પરિસ્થિતિ માત્ર પાકિસ્તાનની છબીને જ અસર કરી રહી નથી, પરંતુ કાયદેસર યાત્રાળુઓ માટે પણ સમસ્યાઓ ઊભી કરી રહી છે. પાકિસ્તાન સરકારે હવે આવી ઘટનાઓ અટકાવવા માટે ભિખારીઓ સામે કડક કાર્યવાહી કરવાનું વચન આપ્યું છે. હવે એ જોવાનું બાકી છે કે, આ પ્રયાસો કેટલા અસરકારક સાબિત થાય છે.

Related Posts

Top News

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ, જાણો શું છે આખો મામલો

દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં મનરેગા યોજના હેઠળ થયેલા કરોડો રૂપિયાના કૌભાંડ મામલે રાજ્યના કૃષિ અને પંચાયત રાજ્ય...
Gujarat 
દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ, જાણો શું છે આખો મામલો

અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા

રાજ્યમાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદના રાઉન્ડ પછી વાતાવરણમાં ઠંડક છવાઈ હતી, પણ હવે ફરીથી બફારો અને ઉકળાટ સાથે ગરમીનો...
Gujarat 
 અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.