- World
- ઈન્ટર્નશીપની તક મળતી નહોતી, માણસે બીજો રસ્તો શોધીને પિત્ઝા સાથે CV મોકલી આપ્યો
ઈન્ટર્નશીપની તક મળતી નહોતી, માણસે બીજો રસ્તો શોધીને પિત્ઝા સાથે CV મોકલી આપ્યો

છેલ્લા કેટલાક વર્ષોમાં, સમગ્ર વિશ્વમાં વર્ક કલ્ચરમાં પરિવર્તન આવ્યું છે અને પરિણામે, નોકરી માટે અરજી કરવાની લોકોની શૈલી કવર લેટર્સ અને રિઝ્યુમથી આગળ વધી ગઈ છે. લોકો તેમની કુશળતા અને સર્જનાત્મકતા બતાવવા માટે નવા નવા પ્રયોગો કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં એક વ્યક્તિએ પિઝાની સાથે ઈન્ટર્નશિપ માટે એપ્લિકેશન મોકલી હતી.
સ્પર્ધાના આ યુગમાં નોકરી મેળવવી એ હવે સરળ કાર્ય નથી. તમે ગમે તેટલા પ્રતિભાશાળી છો, પછી ભલે તમારી પાસે મોટી ડિગ્રી હોય. પરંતુ સારી કંપનીમાં જોડાવા માટે અમુક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આ માટે ક્યારેક પ્રતિભા અને બુદ્ધિમત્તાની સાથે સર્જનાત્મકતા પણ બતાવવી પડે છે. એક વ્યક્તિએ તેની સર્જનાત્મકતા બતાવવાની હિંમત એકઠી કરી અને તેની વાત જ્યાં પહોંચાડવાની હતી ત્યાં પહોંચાડી દીધી હતી. આ પછી તેને ઈન્ટરવ્યુની તક પણ મળી. આ વ્યક્તિએ ઈન્ટર્નશિપ માટે જે અનોખી રીતથી અરજી કરી છે તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
એન્ટિમેટલના CEO મેથ્યુ પાર્કહર્સ્ટે ટ્વિટર પર એક ઇન્ટર્નશિપ એપ્લિકેશન શેર કરી છે. જે તેની પાસે પિઝાની સાથે પહોંચી હતી. આ પિઝાના બોક્સ પર એક એપ્લિકેશન હતી અને એક CV પણ જોડવામાં આવ્યું હતું. આ હાથેથી લખાયેલી નોંધમાં એવું લખવામાં આવ્યું હતું કે, વ્યક્તિ એન્ટિમેટલ કંપનીમાં એન્જિનિયરિંગ ઈન્ટર્ન તરીકે કામ કરવા માગે છે. તેણે એટલી હિંમત પણ બતાવી કે તેણે અરજીમાં પણ લખી દીધું કે, આ પિઝા એક લાંચ રૂપે છે. જે તે આ કારણે હાયરિંગ ટીમને આપી રહ્યો છે. જેથી તે લોકો પણ તેની સાઈટ પર જઈને તેને ચેક કરે. આ એપ્લિકેશન પોસ્ટ કરતી વખતે મેથ્યુએ લખ્યું હતું કે, અમારી કંપનીમાં આ બીજી ઈન્ટર્નશિપ એપ્લિકેશન છે. જેની સાથે CV અને પિઝા પણ આવ્યા હતા. તેણે અમારા ડોક્સમાં બે લિંક્સ પણ ફિક્સ કરી છે. વધુમાં તેણે લખ્યું છે કે, તેને ઇન્ટરવ્યુ માટે 100 ટકા બોલાવવામાં આવે છે.
Another internship application - came to our office and dropped off a pizza with his resume
— Matt (@mprkhrst) May 1, 2024
Even pushed a PR to fix 2 links in our docs prior
100% getting an interview pic.twitter.com/4Zf6COhOpj
આ રસપ્રદ પોસ્ટ જોયા પછી, ઘણા વપરાશકર્તાઓ જાણવા માંગે છે કે, આ વ્યક્તિને નોકરી મળી કે નહીં. એપ્લિકેશન જોયા પછી એક યુઝર પ્રભાવિત પણ થયો છે. અને તેણે લખ્યું છે, આ વાંચી શકાય એવો પત્ર છે. એક યુઝરે લખ્યું કે, જો પિઝા હોય તો તરત જ નોકરીએ લઈ જવું જોઈએ. એક યુઝરે લખ્યું કે, આવી અરજી પર તો કાયમી નોકરી મળી જવી જોઈએ.