- World
- કોણ છે ભારતની દીકરી નીલા રાજેન્દ્ર, જેમને NASAએ હટાવ્યા; ટ્રમ્પ અને એલન મસ્ક બન્યા કારણ
કોણ છે ભારતની દીકરી નીલા રાજેન્દ્ર, જેમને NASAએ હટાવ્યા; ટ્રમ્પ અને એલન મસ્ક બન્યા કારણ

અમેરિકન સ્પેસ એજન્સી NASAમાં ડાયવર્સિટી, ઇક્વિટી અને ઇન્ક્લૂઝન (DEI)ના ચીફ નીલા રાજેન્દ્રને હટાવી દેવામાં આવ્યા છે. નીલા રાજેન્દ્ર ભારતીય મૂળના અમેરિકન નાગરિક છે. આ સસ્પેન્સન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજપતિ એલન મસ્કના DEI પહેલના વિરોધ વચ્ચે થયું છે. DEI એક એવી નીતિ છે, જે કાર્યસ્થળો કે સંગઠનોમાં વિભિન્ન પૃષ્ઠભૂમિના લોકોને સામેલ કરીને, તેમના માટે સમાન અવસરો સુનિશ્ચિત કરે છે, પરંતુ ટ્રમ્પ અને મસ્ક માને છે કે આ પહેલ અનુચિત પ્રથાઓને પ્રોત્સાહન આપે છે. ટ્રમ્પના કાર્યકારી આદેશ બાદ NASAએ માર્ચમાં પોતાના ડાયવર્સિટી વિભાગને બંધ કરી દીધો હતો, જેનાથી તમામ સરકારી એજન્સીઓમાં DEI કાર્યક્રમો પર રોક લગાવી દીધી હતી.

આ અગાઉ વર્ષ 2024માં, NASAના લગભગ 900 DEI કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા હતા. રિપોર્ટ્સ મુજબ, રાજેન્દ્ર એ સમયે પોતાની નોકરી બચાવવામાં સફળ રહ્યા હતા. નીલા રાજેન્દ્ર NASAની જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં DEI અધિકારી હતા, જે કાર્યબળમાં વિવિધતા વધારવા માટે કામ કરી રહ્યા હતા. તેમણે 'સ્પેસ વર્કફોર્સ 2030' જેવી પહેલનું સમર્થન આપ્યું, જે મહિલાઓ અને લઘુમતીઓની ભરતી પર કેન્દ્રિત હતી. વર્ષ 2022માં તેમણે કહ્યું કે, કડક સમય-સીમા ઇન્ક્લૂઝન એટલે કે સમાવેશન લક્ષ્યોને ધીમું કરી રહી છે.
https://twitter.com/aaronsibarium/status/1910706429926789499
ટ્રમ્પના કાર્યકારી આદેશ બાદ, NASAએ તેમની નોકરી બચાવવા માટે તેમના પદનું નામ બદલી દીધું. તેમનું પદ ત્યારે 'હેડ ઓફ ધ ઓફિસ ટીમ એક્સિલેન્સ એન્ડ એમ્પ્લોય સક્સેસ' કરી દેવામાં આવ્યું. તેમની નવી ભૂમિકામાં, લેબ સ્ટાફને સૂચિત કરવામાં આવ્યો કે લેબમાં 'બ્લેક એક્સિલેન્સ સ્ટ્રેટેજિક ટીમ' જેવા સમૂહોની દેખરેખ કરશે. જોકે, તેમની જવાબદારીઓ પહેલા જેવી જ રહી. બદલાવ બાદ રાજેન્દ્રએ પોતાના લિંક્ડઇન પ્રોફાઇલને અપડેટ કર્યું. હાલમાં જ તેમની નિરંતર ઉપસ્થિતિના સમાચારો બાદ JPLએ તેમને હટાવી દીધા. એક આંતરિક ઇ-મેલમાં બતાવવામાં આવ્યું કે નીલા રાજેન્દ્ર હવે લેબમાં કામ કરી રહી નથી.

નીલા રાજેન્દ્ર કોણ છે?
નીલા રાજેન્દ્રએ યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિનામાંથી રાજનીતિ વિજ્ઞાન અને સંગીતમાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેમણે 2008માં વેક ફોરેસ્ટ યુનિવર્સિટી સ્કૂલ ઓફ બિઝનેસમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ (MBA) પૂરું કર્યું. અભ્યાસ બાદ, નીલાએ અલગ-અલગ સંસ્થાઓમાં ટૂંકી સંક્ષિપ્ત ભૂમિકાઓ ભજવી, પરંતુ તેની બાબતે વધુ જાણકારી સાર્વજનિક રૂપે ઉપલબ્ધ નથી. વર્ષ 2021માં, નીલાએ NASAમાં ચીફ ડાયવર્સિટી, ઇક્વિટી અને ઇન્ક્લૂઝન ઓફિસરના રૂપમાં કરવાનું ચાલું કર્યું હતું.
Related Posts
Top News
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Opinion
