રાજકોટમાં BAPS સ્વામીનારાયણ મંદિરમાં સભા રાખવાનું ભાજપને ભારે પડ્યું

રાજકોટમાં BAPS સ્વામીનારાયણ મંદિરમાં સભા રાખવાનું ભાજપને ભારે પડી ગયું છે. લોકસભા 2024ની ચૂંટણી પહેલાં ભાજપે સભા કરી હતી હવે ચૂંટણી પંચે રાજકોટ કલેકટરને તપાસ કરવા માટે આદેશ કર્યો છે.

લોકસભા 2024ની ચૂંટણી પહેલા રાજકોટના કાલાવડ રોડ પર આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરના સત્સંગ હોલમાં ભાજપના ઉમેદવાર અને આગેવાનોએ બેઠક કરી હતી. તે વખતે કોંગ્રેસના નેતાઓએ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. પરંતુ જિલ્લા વહીવટી તંત્રએ રિપોર્ટ સબમીટ કરી દીધો હતો અને ભાજપના નેતાનું નિવેદન નોંધ્યું હતું કે બેઠક મંદિરના પાછળના ભાગમાં સભા ગૃહમાં મીટિંગ કરી હતી. પરંતુ મીડિયામાં પુરાવા સાથે અહેવાલો છપાતા આખરે ચૂંટણી પંચે કલેક્ટરને તપાસનો આદેશ કર્યો છે. ભાજપ વાળા અત્યારે ભેરવાઇ ગયા છે.

Related Posts

Top News

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.