‘જાતિ વસ્તી ગણતરી પર સરકારને પૂરો સપોર્ટ, પરંતુ..’, રાહુલ ગાંધીએ ઉઠાવી આ 4 માગ

કેન્દ્ર સરકારે દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાની જાહેરાત કરી દીધી છે. તેને વસ્તી ગણતરી સાથે જ કરાવવાનો નિર્ણય લીધો છે. આ જાહેરાત બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે એક મહત્ત્વની પ્રેસ કોન્ફરન્સ કરી અને સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું. જો કે, તેમણે સરકાર સમક્ષ કેટલીક મહત્ત્વની માગો પણ રાખી. રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘અમે સંસદમાં સ્પષ્ટ કહ્યું હતું કે જાતિગત વસ્તી ગણતરી કરાવીશું અને 50 ટકા અનામતની સીમાને ખતમ કરીશું. હવે જ્યારે કેન્દ્ર સરકારે જાતિ વસ્તી ગણતરી કરાવવાની જાહેરાત કરી છે તો અમે તેને સમર્થન આપીએ છીએ, પરંતુ જાણવા માગીએ છીએ કે વસ્તી ગણતરી ક્યારે કરાવવામાં આવશે.

તેમણે કહ્યું કે, ‘અમે મોદીજીની એ વાતથી સહમત છીએ કે દેશમાં માત્ર 4 જાતિઓ છે (ગરબ, મધ્યમ વર્ગ, અમીર અને ખૂબ અમીર), પરંતુ આ ચારેયની અંદર પણ કોણ ક્યાં ઊભું છે એ જાણવા માટે જાતિગત આંકડા જરૂરી છે. જાતિ વસ્તી ગણતરી પહેલું પગલું છે, પરંતુ આપણે તેનાથી આગળ પણ વધવું પડશે.

rahul-gandhi1
khabarchhe.com

કોંગ્રેસની 4 મોટી માગો:

રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકારે સ્પષ્ટ કરવું જોઈએ કે વસ્તી ગણતરી ક્યારે અને કેવી રીતે કરાવવામાં આવશે?

તેમણે સૂચન આપ્યું કે, કેન્દ્ર સરકાર તેલંગાણા સરકારની જેમ તેજ, પારદર્શી અને સમાવેશી જાતિ સર્વે મોડલ અપનાવે.

રાહુલ ગાંધીએ પુનરાવર્તન કર્યું કે, જાતિગત આંકડાઓના આધાર પર 50 ટકા અનામતની વર્તમાન સંવૈધાનિક સીમાને હટાવવી જરૂરી હશે, જેથી ન્યાયસંગત હિસ્સેદારી સુનિશ્ચિત કરી શકાય.

rahul-gandhi2
khabarchhe.com

રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકારી સંસ્થાઓની જેમ જ ખાનગી સંસ્થાઓમાં અનામત લાગૂ થવું જોઈએ. સામાજિક ન્યાય માત્ર સરકારી નોકરીઓ સુધી સીમિત ન હોવો જોઈએ, જેથી ખાનગી ક્ષેત્રમાં પણ સમાન અવસર સુનિશ્ચિત કરવા જોઈએ.

https://twitter.com/RahulGandhi/status/1917614874080718941

રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘કોંગ્રેસ પાર્ટી જાતિગત વસ્તીગણતરીને ડિઝાઇન કરવામાં સરકારને પૂરી મદદ કરશે. આ અમારું વિઝન હતું અને અમે તેને સપોર્ટ કરીએ છીએ. અમે સરકાર પર પૂરતો દબાવ નાખ્યો, જેથી તે કાર્યવાહી કરે. 11 વર્ષ બાદ કેન્દ્ર સરકારે અચાનક જાતિગત વસ્તી ગણતરીની જાહેરાત કરી છે. આ સામાજિક ન્યાયની દિશામાં પહેલું પગલું છે. દરેક કોંગ્રેસી કાર્યકર્તા અને સામાજિક ન્યાય માટે કામ કરનારા કાર્યકર્તા શુભેચ્છાને પાત્ર છે. હું તેમના પર ગર્વ કરું છુ.

https://twitter.com/revanth_anumula/status/1917542799010156833

તેલંગાણા મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ટ્વીટ કરતા કહ્યું કે, ‘રાહુલ ગાંધીની દૂરદૃષ્ટિ અને દિશાના આધાર પર જેમણો પોતાની ઐતિહાસિક #BharatJodoYatra દરમિયાન પહેલી વખત રાષ્ટ્ર વ્યાપી જાતિ વસ્તી ગણતરીની માગ કરી હતી, તેલંગાણા ગયા વર્ષે જાતિ સર્વેક્ષણ કરાવનારું પહેલું રાજ્ય છે. સ્વતંત્ર ભારતમાં આ પહેલું સર્વેક્ષણ હતું, આખરે સર્વેક્ષણ 1931માં અંગ્રેજોએ દ્વારા કરવામાં આવ્યું હતું. રાજ્ય વ્યાપી વ્યાપક સામાજિક, આર્થિક, જાતિ સર્વેક્ષણ કરવામાં આવ્યું અને જાણવા મળ્યું કે, 56.32 ટકા વસ્તી પછાત જાતિઓની છે. તેલંગાણા રાજ્ય વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટના આધાર પર રાજ્યએ શિક્ષણ, કાર્ય અને રાજનીતિક પદોમાં OBC માટે 42 ટકા અનામતનો સંકલ્પ અને પ્રભાવ પણ રાખ્યો. તેલંગાણા કોંગ્રેસે રાષ્ટ્રીય રાજધાની સહિત આખા દેશમાં સંઘર્ષ કર્યો અને #JantarMantar પર વિરોધ પ્રદર્શન કર્યું અને માગ કરી કે કેન્દ્ર સરકાર #CasteCensus માટે સહમત થાય. આજે આખરે અમે સાબિત કરી દીધું કે તેલંગાણા આજે જે કરે છે, ભારત કાલે તેનું અનુકરણ કરશે.

About The Author

Related Posts

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.