- National
- ભાજપ-કોંગ્રેસ સરદાર પટેલના વારસામાં વ્યસ્ત, શું AAP વિસાવદરમાં બાજી મારી જશે
ભાજપ-કોંગ્રેસ સરદાર પટેલના વારસામાં વ્યસ્ત, શું AAP વિસાવદરમાં બાજી મારી જશે

ગુજરાતમાં પોતાને મજબૂત કરવા માટે, કોંગ્રેસે લોખંડી પુરુષ સરદાર પટેલ બાબતે રજૂ કરવામાં આવી રહેલા તથ્યોને મજબૂતીથી કાઉન્ટર કરવાની રણનીતિ બનાવી છે. કોંગ્રેસનું ઉદ્દેશ્ય છે કે, છેલ્લા શ્વાસ સુધી કોંગ્રેસમાં રહેલા દેશના પહેલા ગૃહમંત્રીના માધ્યમથી ફરી ગુજરાતના પાટીદાર મતદારોના દિલમાં જગ્યા બનાવવામાં આવે. કોંગ્રેસના દાવા પર ભાજપ સવાલો પૂછી રહી છે કે, જો કોંગ્રેસ સરદાર પટેલને પ્રેમ કરે છે, તો પછી પાર્ટીના કોઈ નેતા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' કેમ નથી ગયા? રાહુલ ગાંધીએ જે રીતે ગુજરાતના મોર્ચા પર પોતાને સક્રિય કર્યા છે. આગામી દિવસોમાં પટેલ, પાટીદાર અને OBC સામે આરોપો અને પ્રતિ-આરોપોનો સિલસિલો તેજ થઈ જશે. આ બધા વચ્ચે, રાજ્યમાં એક રોચક ઘટનાક્રમ થયો છે. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 14 ટકા મતો સાથે 5 સીટો જીતનાર આમ આદમી પાર્ટી (AAP)એ કોંગ્રેસને કેશુભાઈ પટેલની સીટ પર પોતાનો વાયદો નિભાવવા કહ્યું છે.
વિસાવદર સીટ જૂનાગઢ જિલ્લામાં આવે છે. AAPએ અહીંથી ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. વર્ષ 2022ની ચૂંટણીમાં, ભાજપ અને કોંગ્રેસ ચૂંટણી મેદાનમાં હોવા છતા, આ સીટ AAPએ જીતી હતી. AAPએ પાટીદાર સમુદાયમાંથી આવતા ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર બનાવવા સાથે જ વિસાવદરમાં એક સંમેલનની પણ જાહેરાત કરી છે. કેશુભાઈ પટેલ ગુજરાતમાં ભાજપના પહેલા મુખ્યમંત્રી હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા તે અગાઉ તેઓ જ રાજ્યના મુખ્યમંત્રી હતા. તેમનો જન્મ વિસાવદરના લેઉવા પાટીદાર પરિવારમાં થયો હતો.
https://twitter.com/Chaitar_Vasava/status/1910163478951936234
રાજકોટ મહાનગરપાલિકામાંથી રાજનીતિમાં પગ રાખનાર કેશુભાઈ પટેલ પહેલી વાર રાજકોટથી ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ તેઓ ગોંડલ અને પછી કાલાવડ સાથે- સાથે ટંકારાથી જીત્યા હતા, પરંતુ જ્યારે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ વિસાવદરથી ધારાસભ્ય હતા. કેશુભાઈ પટેલે 1995-2002 સુધી વિસાવદર સીટ પરથી જીતની હેટ્રિક લગાવી હતી. જ્યારે તેમણે ભાજપ છોડી, તો તેઓ ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા અને 2012માં ફરીથી જીત્યા. તેમના નિધન બાદ પેટાચૂંટણીમાં કોંગ્રેસને જીત મળી. ત્યારબાદ આ સીટ AAPના ખાતામાં આવી ગઈ.
AAPની ટિકિટ પર જીતેલા ભૂપત ભાયાણી ભાજપમાં જતા રહેતા આ સીટ પર ચૂંટણીની નોબત આવી ગઈ છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દળના નેતા ચૈતર વસાવાનું કહેવું છે કે લોકસભાની ચૂંટણી દરમિયાન, ગુજરાતના સ્થાનિક કોંગ્રેસ નેતૃત્વ સાથે ચર્ચામાં, એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે વિધાનસભાની પેટાચૂંટણીમાં, AAP વિસાવદર સીટ પરથી ચૂંટણી લડશે અને કોંગ્રેસ અન્ય ચાર બેઠકો પર ચૂંટણી લડશે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ સ્થાનિક નેતાઓ સાથે વાત થઈ હતી કે AAP વિસાવદર સીટ પરથી ચૂંટણી લડશે. અમને પૂરો વિશ્વાસ છે કે ગુજરાત કોંગ્રેસ પોતાનો વાયદો નિભાવશે. જો આમ થાય છે તો કેશુભાઈ પટેલ સાથે જોડાયેલી આ સીટ પર ભાજપ અને AAP વચ્ચે મુકાબલો થશે.
ભાજપ સામે જ્યાં દિગ્ગજ નેતાની આ સીટ પર ફરીથી જીત હાંસલ કરવાનું દબાણ છે, તો AAP સામે 2022ના ચમત્કારને પુનરાવર્તન કરવાનો પડકાર છે. સરદાર પટેલના વારસા પર અવાજ ઉઠાવનારી કોંગ્રેસે હજુ સુધી પોતાના પત્તા ખોલ્યા નથી. એવામાં, રાજ્યમાં એક નવો રાજકીય ખેલ શરૂ થઈ ગયો છે. સરદાર પટેલના વારસાની લડાઈ વચ્ચે, AAPની નજર શું કેશુભાઈ પટેલની રાજકીય જમીન પર છે? ભાજપને છેલ્લી વખત વર્ષ 2007મા આ સીટ પર જીત મળી હતી. ત્યારે પાર્ટીના ઉમેદવાર કનુ ભાલાળા જીત્યા હતા. આમ આદમી પાર્ટીના નવા ગુજરાત પ્રભારી ગોપાલ રાયના જણાવ્યા અનુસાર, પાર્ટીનું સંમેલન 13 એપ્રિલે વિસાવદરમાં થશે. સંમેલનની જાહેરાત કરતા ગોપાલ રાયે કહ્યું હતું કે, 2022ની વિધાનસભા ચૂંટણીમાં અમે 5 સીટો જીતી હતી અને 39 સીટો પર બીજા નંબરે હતા. રાયના આ નિવેદનને રાજકીય ગલિયારામાં એક મોટા સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે. તેમણે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને ઇશારાઓમાં કહી દીધું છે કે ગુજરાતમાં AAP પણ છે.
Related Posts
Top News
જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?
વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું
સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...
Opinion
