- Tech and Auto
- રેલવે મંત્રીએ કહ્યું 'ભારતીય મેપ Mapplsનો ઉપયોગ કરો', શું ગૂગલ મેપ્સ ધીમે ધીમે બંધ થઇ જશે?
રેલવે મંત્રીએ કહ્યું 'ભારતીય મેપ Mapplsનો ઉપયોગ કરો', શું ગૂગલ મેપ્સ ધીમે ધીમે બંધ થઇ જશે?
Arattaiને વોટ્સએપનો સ્વદેશી હરીફ માનવામાં આવી રહ્યો છે. આ એપ છેલ્લા અઠવાડિયાથી સતત સમાચારમાં છે. હવે ગૂગલ મેપ્સનો હરીફ સ્વદેશી Mapplsનો વારો, જે અમેરિકન મેપ્સ સાથે સ્પર્ધા કરી શકે છે.
રેલ્વે અને ટેલિકોમ્યુનિકેશન મંત્રી અશ્વિની વૈષ્ણવે અમેરિકન માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ X પર એક પોસ્ટ પોસ્ટ કરી. આ પોસ્ટ પછી, એક ખાનગી ભારતીય કંપની CE ઇન્ફો સિસ્ટમના શેરમાં 10.7 ટકાનો વધારો થયો.
હકીકતમાં, મંત્રી અશ્વિની વૈષ્ણવે X પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, આ પોસ્ટમાં, તેમણે લખ્યું, 'મેપમાયઇન્ડિયા દ્વારા બનાવાયેલો સ્વદેશી Mappls, સારી સુવિધાઓ... પ્રયાસ કરવો જ જોઈએ!' વીડિયોમાં, તેઓ કહે છે કે તેઓ Mappls ટીમને મળ્યા છે અને આ મેપમાં ઘણી ખાસ સુવિધાઓ છે.'
Mapplsના વખાણ કરતા, અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, જ્યારે ઓવરબ્રિજ અને અંડરપાસ આવે છે, ત્યારે ત્રિ-પરિમાણીય જંકશન દૃશ્ય દેખાય છે. કોઈ ઈમારતમાં ભલે ને ખુબ વધારે માળ હોય, આ નકશો બતાવે છે કે કઈ દુકાનમાં જવું. લોકોએ પણ તેનો પ્રયાસ કરવો જોઈએ.
અશ્વિની વૈષ્ણવે એમ પણ કહ્યું કે, રેલવે અને Mappls વચ્ચે ટૂંક સમયમાં એક MOU પર હસ્તાક્ષર કરવામાં આવશે, જેથી કરીને આ સેવામાં પૂરી પાડવામાં આવતી બધી શ્રેષ્ઠ સુવિધાઓનો ઉપયોગ કરી શકાય.
અત્રે ઉલ્લેખનીય છે કે મેપમાયઇન્ડિયા એક ભારતીય કંપની છે, અને તેની મૂળ કંપની CE ઇન્ફો સિસ્ટમ છે. વિડિયોમાં અશ્વિની વૈષ્ણવ મેપમાયઇન્ડિયાનો ઉપયોગ કરતા જોવા મળે છે.
આ વિડિયોમાં, અશ્વિની વૈષ્ણવ એપલ કારપ્લેમાં મેપમાયઇન્ડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ તેની સુવિધાઓ સમજાવતા પણ જોવા મળે છે. અહીં, ગૂગલ મેપ્સની જેમ જ, રીઅલ-ટાઇમ નેવિગેશન જોઈ શકાય છે.
https://twitter.com/AshwiniVaishnaw/status/1977060137887027413
ઘણા લોકો X પર પોસ્ટ કરી રહ્યા છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, મેપમાયઇન્ડિયાને સ્વદેશી WhatsApp હરીફ Arattaiમાં એક કરી નાખવું જોઈએ. Xની એક પોસ્ટમાં, MapmyIndiaના ડિરેક્ટર રોહન વર્માએ લખ્યું કે, તેઓ તેને Arattaiમાં પણ એકીકૃત કરવા માંગે છે.
તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, કોઈપણ એપ ડેવલપર Mappls API અને SDKનો ઉપયોગ કરીને તેને એકીકૃત કરી શકે છે. તેમણે પોસ્ટમાં એક લિંક પણ શેર કરી છે, જે એકીકરણની પ્રક્રિયા સમજાવે છે.
CE Info Systemsની વાત કરીએ તો, તે Mappls અને Mapmyindiaની પેરેન્ટ કંપની છે. આ કંપની સ્થાન-આધારિત IoT ઉત્પાદનો અને પ્લેટફોર્મ વિકસાવે છે. કંપનીના જણાવ્યા અનુસાર, Mappls ખાસ કરીને ભારત માટે રચાયેલ છે. તે તમને ખૂબ જ સ્થાનિક સ્તરે લોકેશન અને સરનામાની શોધ કરી શકો છો, જેમ કે કોઈ ગલી, મહોલ્લો અથવા તો ગામ. તેમાં Mappls Pin નામની સુવિધા શામેલ છે, જે તમને કોઈનું ચોક્કસ સરનામું સરળતાથી શેર કરવાની મંજૂરી આપે છે. તે Google Maps Pinથી પ્રેરિત છે.
https://twitter.com/_rohanverma/status/1977427399772897678
Mapplsની ખાસ સુવિધાઓ: ભારતીય રસ્તાઓ માટે: તેમાં સ્પીડ બ્રેકર, ખાડા, ટોલ, રોડબ્લોક અને સ્થાનિક લેન નામ જેવી સુવિધાઓ શામેલ છે. રીઅલવ્યૂ: તમે 360 અંશ ફોટામાં તમે ભારતના મુખ્ય સ્થાનોની ઝલક જોઈ શકો છો. ભાષા: હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. સલામતી: માર્ગ સલામતી ચેતવણીઓ, હવામાન અને હવાની ગુણવત્તા જેવી માહિતી આપે છે. ઑફલાઇન મેપ્સ: ઇન્ટરનેટ વિના પણ નેવિગેશન. ઑફલાઇન નકશા પહેલા ડાઉનલોડ કરવા આવશ્યક છે. ગોપનીયતા: તમારી બધી માહિતી ભારતમાં જ એકઠી થતી હોય છે.

