- Tech & Auto
- Apple એ લોન્ચ કર્યો સસ્તો iPhone 16e, અફોર્ડેબલ ભાવે ફીચર્સ પણ છે જોરદાર
Apple એ લોન્ચ કર્યો સસ્તો iPhone 16e, અફોર્ડેબલ ભાવે ફીચર્સ પણ છે જોરદાર

Apple એ iPhone 16 લાઇનઅપનો વિસ્તાર કરતા એક નવું એન્ટ્રી-લેવલ iPhone મોડેલ, iPhone 16e લોન્ચ કર્યો છે. લાંબા સમયથી iPhone SE4 ની રાહ જોવાઈ રહી હતી, પરંતુ કંપનીએ ચાહકોને સરપ્રાઈઝ આપતા આ iPhone મોડેલને લોન્ચ કર્યું છે.
59900 રૂપિયાની શરૂઆતની કિંમત ધરાવતું આ ડિવાઈઝને પહેલા 'iPhone SE4' તરીકે વેચાવાનું હતું. જોકે આવું બન્યું નહીં. તે એપલની નવીનતમ A18 ચિપ, 6.1-ઇંચ OLED ડિસ્પ્લે અને 48MP કેમેરા સાથે આવે છે. તેમાં ડ્યુઅલ-કેમેરા સિસ્ટમ છે, 16e માં સિંગલ-લેન્સ સેટઅપ છે. તેની કિંમત કેટલી છે અને તેનું વેચાણ ક્યારે શરૂ થશે? અમે અહીં તમને જણાવીશું.
iPhone 16e ની કિંમત અને ઉપલબ્ધતા
Apple એ iPhone 16 સિરીઝનું સૌથી સસ્તું iPhone 16e મૉડલ ત્રણ સ્ટોરેજ વેરિઅન્ટમાં લૉન્ચ કર્યું છે. તેની શરૂઆતી કિંમત 59,900 રૂપિયા છે.
128GB- રૂ 59,900
256GB- રૂ 69,900
512GB- રૂ 89,900
આના માટે પ્રી-ઓર્ડર 21મી ફેબ્રુઆરી સાંજે 6:30 વાગ્યાથી શરૂ થશે. તો 28 ફેબ્રુઆરીથી અફોર્ડેબલ આઇફોનનું વેચાણ લાઇવ થશે. iPhone 16e બ્લેક અને વ્હાઇટ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે, જ્યારે iPhone 16 સિરીઝ ઘણા ફેન્સી કલરમાં આવે છે.
iPhone 16e માં કેવા છે સ્પેસિફિકેશન
એન્ટ્રી-લેવલ મોડલ હોવા છતાં, iPhone 16eમાં ઘણા દમદાર ફિચર્સ છે. તેમાં 6.1-ઇંચની OLED ડિસ્પ્લે છે, જે iPhone 14 જેવી નોચ ધરાવે છે. iPhone 16eમાં Appleનો A18 ચિપસેટ છે, જે iPhone 16 સિરીઝમાં જોવા મળે છે.
ફોટોગ્રાફીના સંદર્ભમાં જોવા જઈએ તો આમાં iPhone 16 ના ડ્યુઅલ-કેમેરા સેટઅપની તુલનામાં સિંગલ 48MP રીઅર કેમેરા છે. તેમાં Appleનું ઇન-હાઉસ C1 મોડેમ છે. એપલનો દાવો છે કે A18 ચિપ, C1 મોડેમ અને iOS 18ના કોમ્બિનેશનને કારણે બેટરી પરફોમેંસમાં ઘણો સુધારો થયો છે.
તેમાં USB-C પોર્ટ છે. iPhone 16eમાં કસ્ટમાઇઝ એક્શન બટન પણ છે. Apple ઇન્ટેલિજન્સ ફીચર્સને સપોર્ટ કરવા માટે આ સૌથી સસ્તો iPhone છે.
હવે SE બ્રાન્ડિંગ નહીં થાય
Appleએ 'SE' બ્રાન્ડિંગને દૂર કરવાનો નિર્ણય લીધો છે, જેનો ઉપયોગ અગાઉ બજેટ-ફ્રેંડલી iPhones માટે થતો હતો.