બોલ્ડ લૂક, પાવરફુલ એન્જિન, સૌથી નાની ટોયોટા લેન્ડ ક્રૂઝર થઇ લોન્ચ

જ્યારે પણ ટોયોટાની વાત આવે છે, ત્યારે ફોર્ચ્યૂનર અને ઇનોવા જેવી મોટી ગાડીઓ આપણા મનમાં આવે છે. કંપની હવે ભારતીય બજારમાં એક અનોખી કાર રજૂ કરવાની છે; હાલમાં, આ કારને કંપનીઓ ઓ તેના સ્થાનિક બજાર જાપાનમાં લોન્ચ કરી છે. આ બ્રાન્ડની સૌથી નાની લેન્ડ ક્રૂઝર છે. આપણે અહીં લેન્ડ ક્રૂઝર FJ વિશે વાત કરી રહ્યા છીએ, જેને કંપનીએ અગાઉ થાઇલેન્ડ અને આફ્રિકામાં લોન્ચ કરી હતી. ભારતમાં આ કારનું આગમન લગભગ નક્કી છે. અહેવાલો અનુસાર, કંપની મહારાષ્ટ્રમાં સ્થિત તેની આગામી પ્રોડક્શન ફેસિલિટીમાં આ કારનું ઉત્પાદન કરશે. તેથી ભારતમાં કારની કિંમત પણ ઓછી રાખવામાં આવશે.

Land-Cruiser-FJ2
global.toyota

કારની કિંમત શું છે?

કંપનીએ આ કાર જાપાનમાં 4,500,100 જાપાનીઝ યેન (આશરે ₹27.24 લાખ)ની શરૂઆતની કિંમત સાથે લોન્ચ કરી છે. તેની સાથે સ્પેશિયલ એક્સેસરીઝ પેકેજ પણ મળશે. આનો અર્થ છે કે તમે પોતાની જરૂરિયાતના હિસાબે સત્તાવાર એક્સેસરીઝનો ઉપયોગ કરીને મોડિફાઇ પણ કરી શકો છો. સંપૂર્ણ એક્સેસરીઝ પેકેજ સાથે તેની કિંમત 7,154,890 જાપાનીઝ યેન (આશરે ₹43.31 લાખ) સુધી જાય છે.

આ કાર સાથે જ વિવિધ એક્સેસરીઝ પેકેજ ઓફર કરવામાં આવી રહ્યા છે. આમાંથી એક મોડેલિસ્ટા છે, જે કારની પ્રાથમિક સ્ટાઇલ અને ઇન્ટીરિયર પર ધ્યાન કરવામાં આવ્યું છે. આ એક્સેસરીઝ પેકેજ એવા લોકો માટે બનાવવામાં આવ્યું છે જેઓ પ્રીમિયમ અથવા સ્પોર્ટી લુક ઇચ્છે છે. આ ઉપરાંત, કંપની વાહનની ઓફ-રોડિંગ ક્ષમતાઓને વધારવા માટે અલગ એક્સેસરીઝ ઓફર કરે છે.

Land-Cruiser-FJ
global.toyota

SUVમાં શું ખાસ છે?

ભલે આ SUV સૌથી નાની લેન્ડ ક્રૂઝર હોય, પરંતુ તેની લંબાઈ 4 મીટરથી વધુ છે. આ કાર 4.56 મીટર લાંબી છે અને 5-સીટર વર્ઝનમાં ઉપલબ્ધ છે. તેમાં 7 એરબેગ્સ, લેવલ 2 ADAS, 360-ડિગ્રી કેમેરા, 7-ઇંચ ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે, 12.3-ઇંચ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ડ્યૂઅલ-ઝોન ક્લાઇમેટ કંટ્રોલથી સજ્જ છે. આ કાર 2.7-લીટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન સાથે આવે છે જે 164 BHP પાવર અને 245 Nm ટોર્ક ઓફર કરે છે. આ પાવર ચારેય વ્હીલ્સ સુધી પહોંચે છે. આ માટે કારમાં 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. જો કે, કારમાં ડીઝલ એન્જિન સાથે આવતી નથી, જે ઘણા લોકો માટે નિરાશાજનક રહેશે.

About The Author

Related Posts

Top News

ધર્મેન્દ્ર પ્રધાન પહેલો કિસ્સો નથી... 2014 બાદ 5 વાર જ્યારે સરકાર દબાણ સામે ઝૂકી ગઈ

NEET પેપર લીકના વિવાદ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. 2014માં નરેન્દ્ર...
Politics 
ધર્મેન્દ્ર પ્રધાન પહેલો કિસ્સો નથી... 2014 બાદ 5 વાર જ્યારે સરકાર દબાણ સામે ઝૂકી ગઈ

તલાક વિના જ બીજા લગ્ન કરી રહ્યો હતો.. વરમાળા અગાઉ જ પહોંચી પહેલી પત્ની; વરરાજાની ધરપકડ

કાનપુરના ચકેરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત એક લગ્નના લૉનમાં એ સમયે અફરાતફરી મચી ગઈ, જ્યારે એક વરરાજા તેની પહેલી પત્નીને...
National 
તલાક વિના જ બીજા લગ્ન કરી રહ્યો હતો..  વરમાળા અગાઉ જ પહોંચી પહેલી પત્ની; વરરાજાની ધરપકડ

વીમો હોય કે બેંક ખાતું... દરેક માટે એક જ ગ્રાહક ID હશે, યુરોપમાં છે આ સિસ્ટમ, જાણો શું ફાયદો થશે?

હાલમાં, બેંકો અને વીમા કંપનીઓ પાસે અલગ અલગ ગ્રાહક ID હોય છે. તે બધાને યાદ રાખવા અને તેનું સંચાલન...
Business 
વીમો હોય કે બેંક ખાતું... દરેક માટે એક જ ગ્રાહક ID હશે, યુરોપમાં છે આ સિસ્ટમ, જાણો શું ફાયદો થશે?

માત્ર 120 રૂપિયાના મોબાઇલ કવર માટે SDMએ પોલીસને બોલાવીને ડિલિવરી બોયને મોકલ્યો જેલ

ઈ-કોમર્સ કંપનીઓ પાસેથી સામાન મંગાવવો એ સામાન્ય વાત છે, પરંતુ શું ખરેખર માત્ર ₹120 ની કિંમતના મોબાઇલ કવરના વિવાદ...
National 
માત્ર 120 રૂપિયાના મોબાઇલ કવર માટે SDMએ પોલીસને બોલાવીને ડિલિવરી બોયને મોકલ્યો જેલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.