ચંદ્રયાન-1ના ડેટાથી થયો મોટો ખુલાસો, ધરતીના કારણે ચંદ્ર પર બની રહ્યું છે પાણી

ચંદ્રયાન-1એ ચંદ્ર પર પાણી શોધ્યું હતું, આ વાતનો ખુલાસો ઘણા વર્ષો અગાઉ થઈ ચૂક્યો છે, પરંતુ હવે એક નવી વાત સામે આવી રહી છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે ધરતીના કારણે જ ચંદ્ર પર પાણી બની રહ્યું છે કેમ કે અહીથી જતા હાઇ ઇલેક્ટ્રોન્સ જ ચંદ્રમા પર પાણી બનાવવામાં મદદ કરી રહ્યા છે. આ ખુલાસો અમેરિકાના મનોવામાં ઉપસ્થિત હવાઈ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કર્યો છે. સ્ટડીમાં ખબર પડી કે ધરતીની ચારેય તરફ પ્લાઝ્માની શીટના કારણે ચંદ્રના પથ્થર પીગળે કે તૂટે છે. ખનીજોનું નિર્માણ થાય છે કે તેઓ બહાર આવે છે.

એ સિવાય ચંદ્રની સપાટી અને વાયુમંડળનું વાતાવરણ પણ બદલાતું રહે છે. આ સ્ટડી હાલમાં જ નેચર એસ્ટ્રોનોમી જર્નલમાં પ્રકાશિત થઈ હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે ઇલેક્ટ્રોનિકના કારણે ચંદ્રની સપાટી પર પાણી બની રહ્યું છે. ચંદ્ર પર પાણી ક્યાં અને કેટલી માત્રામાં છે, એ ધરતી પર ઉપસ્થિત વૈજ્ઞાનિકોને ખબર નથી. જાણકારી હાંસલ કરવી પણ મુશ્કેલ છે. એટલે ચંદ્ર પર પાણીની ઉત્પત્તિના કારણની જાણકારી મળી શકી નથી. જો એ સમજમાં આવી જાય કે ત્યાં પાણી કેવી રીતે અને ક્યાં મળશે કે કેટલી જલદી બનાવી શકાય છે તો ભવિષ્યમાં ત્યાં માણસોની વસ્તી વસાવવામાં મદદ મળશે.

ચંદ્રયાન-1ના એક યંત્રએ ચંદ્રની સપાટી પર પાણીના કણો જોયા હતા. તે ભારતનું પહેલું ચંદ્ર મિશન હતું. ચંદ્ર અને ધરતી બંને જ સૌર હવાની ઝપેટમાં રહે છે. સૌર હવામાં ઉપસ્થિત હાઇ એનર્જી કણો જેમ કે પ્રોટોન, ઇલેક્ટ્રોન્સ વગેરે. આ ચંદ્રની સપાટી પર તેજીથી પ્રહાર કરતા રહે છે. વૈજ્ઞાનિક એમ માને છે કે તેના કારણે જ ચંદ્રની સપાટી પર પાણી બની રહ્યું છે. ચંદ્ર પર જે હવામાન બદલાય છે તેની પાછળ કારણ એ છે કે સૌર હવા જ્યારે ધરતીના ચુંબકીય ફિલ્ડથી થઈને પસાર થાય છે ત્યારે તે ચંદ્રને બચાવે છે.

પૃથ્વી સૂરજથી નીકળતા સામાન્ય ફોટોન્સથી ચંદ્રને બચાવતા નથી. આસિસટેન્ટ રિસર્ચર શુઆઈ લઈએ કહ્યું કે અમને ચંદ્ર પર પ્રાકૃતિક લેબોરેટરી મળી ગઈ છે. અમે તેની સ્ટડી આ લેબથી જ કરીએ છીએ. અહીથી અમે ચંદ્રની સપાટી પર પાણીના નિર્માણની પ્રક્રિયાની સ્ટડી કરી રહ્યા છીએ. જ્યારે ચંદ્ર ધરતીના ચુંબકીએ ફિલ્ડ એટલે કે મેગ્નેટોટેલથી બહાર હોય છે, ત્યારે તેના પર સૂરજની ગરમ હવાઓનો હુમલો વધારે હોય છે. જ્યારે તે મેગ્નેટોટેલની અંદર હોય છે ત્યારે તેના પર સૌર હવાઓનો હુમલો ન બરાબર હોય છે.

એવામાં પાણી બનવાની પ્રક્રિયા બંધ થઈ જાય છે. શુઆઈ લી અને તેમના સાથીઓએ ચંદ્રયાન-1ના મૂન મિનરોલૉજી મેપર ઇન્સ્ટ્રુમેન્ટના ડેટાનો એનાલિસિસ કરી રહ્યા હતા. વર્ષ 2008 થી વર્ષ 2009 વચ્ચે ડેટાનું એનાલિસિસ કર્યું છે. ધરતીના મેગ્નેટોટેલના કારણે ચંદ્ર પર પાણી બનવાની પ્રક્રિયામાં તેજી કે કમી આવે છે. તેનો અર્થ છે કે મેગ્નેટોટેલ ચંદ્ર પર પાણી બનાવવાની સિદ્ધિ પ્રક્રિયામાં સામેલ નથી, પરંતુ ઊંડી અસર છોડે છે. જેમ સૌર હવાઓવાળા હાઇ એનર્જી પ્રોટોન્સ ઇલેક્ટ્રોન્સની અસર હોય છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.