- Tech and Auto
- ધાક્કડ એવી Mahindra Scorpio ગાડીની આ વાતો તમે જાણતા નહીં હશો
ધાક્કડ એવી Mahindra Scorpio ગાડીની આ વાતો તમે જાણતા નહીં હશો

પહેલી વખત 2002માં લોન્ચ થયેલી Mahindra Scorpio ભારતની બેસ્ટ સેલીંગ SUVમાં બેસ્ટ છે. આઈકોનિક SUV અંગે આજે એવી વાતો જાણી લઈએ જેના અંગે તમને પણ ખબર નહીં હશે.
Scorpioના આવવા પહેલા આશરે પાંચ દશક સુધી Mahindra ઓપરેટ કરી રહી હતી. Mahindra Scorpio પહેલું ઈન હાઉસ વેહીકલ હતું જે Mahindraની 50મી એનિવર્સરી પર લોન્ચ કરવામાં આવી હતી. તેની ડિઝાઈનથી લઈને ડેવલોપમેન્ટ સુધી બધુ ભારતમાં થયું હતું. જેમાં ઓસ્ટ્રિયા અને જાપનના સહયોગીઓની મદદ લેવામાં આવી હતી.
Mahindra Scorpio પર માત્ર 23 એન્જિનીયર્સ જ શરૂઆતમાં કામ કરી રહ્યા હતા. ડિઝાઈનીંગ થી લઈને તેને બનાવવાનો ખર્ચો 500 કરોડ રૂપિયાનો થયો હતો. તેના લીધે Scorpioની કિંમત ઘણી કંટ્રોલ રાખવામાં Mahindraને મદદ મળી હતી.
જ્યારે Mahindra Scorpioને પહેલી વખત લોન્ચ કરવામાં આવી હતી ત્યારે તેના ફ્રન્ટ સસ્પેન્શનને ઈન્ડીપેનડન્ટ રાખવામાં આવ્યું હતું અને પાછળ લીફ સ્પ્રીંગ સસ્પેન્શન આપવામાં આવ્યું હતું. આ લેઆઉટ આજે પણ Ballero અને Tharમાં જોવા મળે છે.
પહેલી Mahindra Scorpioમાં 2.6 લીટર SZ2600 ટર્બો ડીઝલ એન્જિ અને રેનોથી લેવામાં આવ્યું છે. 2.0 લીટર પેટ્રોલ એન્જિન માર્કેટમાં ઉતાર્યું હતું. પેટ્રોલના મોડેલનું વેચાણ વધારે થયું નથી. પરંતુ તેના ડિઝલ મોડેલને લોકોએ ઘણું પસંદ કર્યું હતું.
2002માં જ્યારે Mahindra Scorpio લોન્ચ થઈ હતી, ત્યારે તેની કિંમત 5.5. લાખથી શરૂ થતી હતી. તે સમયે આ ગાડી Toyota Qualis કરતા પણ 50000 રૂ. સસ્તી હતી. હવે Mahindra Scorpio S2 M2DiCR ડિઝલ એન્જીનના મોડેલની કિંમત 9.4 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તેના 2.2 mHawk ડિઝલ મોડેલની કિંમત 10.03 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
Mahindraએ પોતાના કસ્ટમાઈઝેશન આઉટફીટ દ્વારા કસ્ટમાઈઝ્ડ Mahindra Scorpio ઈન હાઉસ પ્રોડક્શન પણ શરૂ કરી દીધું હતું. Mahindra એકમાત્ર બજેટ SUV મેકર છે, જે ઈન હાઉસ કસ્ટમ કાર આઉટફીટ દ્વારા કસ્ટમાઈઝેશનની સુવિધા આપે છે.
Related Posts
Top News
'આવારા' લોકોથી ભરેલી હતી મહાભારત સીરિયલની સ્ટાર કાસ્ટ’, મુકેશ ખન્નાની જીભ લપસી
ભારતીય વાયુસેનાના જવાનના ઘરમાં ચોરી, ID કાર્ડ-યુનિફોર્મ ગાયબ, 2 દિવસ પછી ચોર તેને પાછું મૂકી ગયા!
એક IAS અધિકારીએ વકીલો સામે કાન પકડીને ઉઠક-બેઠક કરીને માફી કેમ માંગવી પડી?
Opinion
