વોટ્સએપ, ટેલિગ્રામ પર નહીં આવે ફેક કોલ અને મેસેજ, સરકારે કરી મોટી તૈયારીઓ

વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા OTT પ્લેટફોર્મ પર વધતા નકલી કોલ્સને રોકવા માટે સરકારે મોટી તૈયારીઓ કરી છે. મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી (MeitY) એ આ માટે એક વ્યાપક ઝુંબેશ ચલાવવાનું નક્કી કર્યું છે. આ માટે સરકારે સ્કેટ હોલ્ડર્સ સાથે  તાજેતરમાં એક બેઠક યોજી છે.સ્કેમર્સ  આજકાલ વોટ્સએપ, ટેલિગ્રામ જેવા OTT પ્લેટફોર્મની મદદથી લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે, જેના સંદર્ભમાં સરકારે આ મોટું પગલું ભર્યું છે.

Fake-calls1
indiatv.in

OTT દ્વારા નકલી કોલ્સ પર લગાવવામાં આવશે રોક 

વોટ્સએપ, ટેલિગ્રામ જેવી એપ્સ ઇન્ટરનેટ દ્વારા ચલાવવામાં આવે છે. આ પ્લેટફોર્મ પર આવતા કોલ્સ અને મેસેજીસને ટેલિકોમ કંપનીઓ દ્વારા નિયંત્રિત કરી શકાતા નથી. આવી સ્થિતિમાં, સ્કેમર્સે આ પ્લેટફોર્મ દ્વારા નકલી કોલ્સ અને સંદેશાઓ દ્વારા લોકોને નિશાન બનાવવાનું પસંદ કર્યું છે. સરકારે તાજેતરમાં TRAI એટલે કે ટેલિકોમ નિયામકની સાથે સાથે અન્ય રેગ્યુલેટર્સ સાથે મળીને એક સંયુક્ત સમિતિની રચના કરી છે, જે OTT અને RCS દ્વારા થતા કૌભાંડોને રોકવા માટે કામ કરશે.

ગયા વર્ષે ઓગસ્ટમાં, ટેલિકોમ રેગ્યુલેટર એટલે કે TRAI એ ટેલિકોમ યુઝર્સની ક્વોલિટી ઓફ સર્વિસને ઈમ્પ્રુવ કરવા માટે કડક માર્ગદર્શિકા જારી કરી હતી. આમાં, અનસોલિસિટેડ કોમર્શિયલ કોમ્યુનિકેશન (UCC) માટે એક રેગ્યુલેટરી ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવ્યું છે. જોકે, આમાં OTT પ્લેયર્સનો સમાવેશ થતો નથી.

Fake-calls-2
zeenews.india.com

ક્વોલિટી ઓફ સર્વિસ થશે ઈમ્પ્રુવ

TCCCPR ના નવા નિયમન હેઠળ સ્પેમ કોલ્સનો રિપોર્ટ કરવો યુઝર્સ માટે સરળ બન્યું છે. એટલું જ નહીં, યુઝર્સ તેમના ફોન પર આવતા નકલી કોલ્સ સરળતાથી ઓળખી શકશે. આ માટે, ટેલિકોમ ઓપરેટરોએ નેટવર્ક સ્તરે AI આધારિત ફિલ્ટર્સ પણ ઇન્સ્ટોલ કર્યા છે, જે નિર્ધારિત મેસેજ હેડર વિના આવતા કોમર્શિયલ કમ્યુનિકેશનને બ્લોક કરવાનું કામ કરશે. સરકારી ડેટા અનુસાર, નવા નિયમો આવ્યા પછી, નેટવર્ક સ્તરે જ 90 ટકા સુધી નકલી કોલ્સ અને સંદેશાઓ બંધ થઈ ગયા છે.

About The Author

Related Posts

Top News

9020 mAh બેટરી, 90 વોટનું ફાસ્ટ ચાર્જર, જબરદસ્ત ડિસ્પ્લે સાથે લોન્ચ થયો 'Vivo T5 Pro'

Vivoએ ભારતમાં એક નવો સ્માર્ટફોન, Vivo T5 Pro 5G લોન્ચ કરી દીધો છે. કંપની આ મિડ-રેન્જ સ્માર્ટફોન 9020...
Tech and Auto 
9020 mAh બેટરી, 90 વોટનું ફાસ્ટ ચાર્જર, જબરદસ્ત ડિસ્પ્લે સાથે લોન્ચ થયો 'Vivo T5 Pro'

ભારતની જમીનમાં 500 કરોડ ટન કાચું સોનું દબાયેલું છે! શશિ થરૂરના દાવાથી મચ્યો ખળભળાટ

કોંગ્રેસના નેતા શશિ થરૂર પોતાના નિવેદનોને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. આ વખતે પણ તેમણે કંઈક એવો દાવો કરી દીધો...
Politics 
ભારતની જમીનમાં 500 કરોડ ટન કાચું સોનું દબાયેલું છે! શશિ થરૂરના દાવાથી મચ્યો ખળભળાટ

25 લાખ લઈને ટિકિટ ખેંચી લો... કોંગ્રેસના ઉમેદવાર બીના મોદીને મળી ઓફર પણ તેમણે...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ખેચવાનો છેલ્લો દિવસ છે ત્યારે પાર્ટીઓ અન્ય ઉમેદવારોને ફોર્મ ખેચાવવા માટે સામ, દામ અને...
Gujarat 
25 લાખ લઈને ટિકિટ ખેંચી લો... કોંગ્રેસના ઉમેદવાર બીના મોદીને મળી ઓફર પણ તેમણે...

ઈનોવાને ટક્કર મારવા આવી 7-સીટર ઇલેક્ટ્રિક કાર, એક ચાર્જ પર 517 Km રેન્જ, 10 વર્ષની બેટરી વોરંટી અને કિંમત...

ભારતીય કાર બજારમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા સતત વધી રહી છે. આ દરમિયાન, વિયેતનામી કાર ઉત્પાદક VinFastએ તેની નવી...
Tech and Auto 
ઈનોવાને ટક્કર મારવા આવી 7-સીટર ઇલેક્ટ્રિક કાર, એક ચાર્જ પર 517 Km રેન્જ, 10 વર્ષની બેટરી વોરંટી અને કિંમત...
Copyright (c) Khabarchhe All Rights Reserved.