- Tech and Auto
- વન પ્લસે સૌથી સસ્તો 5G ફોન કર્યો લોન્ચ, સાથે બર્ડ્સ પણ થયા લોન્ચ, જાણો કિંમત
વન પ્લસે સૌથી સસ્તો 5G ફોન કર્યો લોન્ચ, સાથે બર્ડ્સ પણ થયા લોન્ચ, જાણો કિંમત
ચાઈનીઝ સ્માર્ટફોન નિર્માતા OnePlus એ તેનો અત્યાર સુધીનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે. કંપનીએ OnePlus Nord CE 2 Lite 5G ફોન લૉન્ચ કર્યો છે, જે Realme 9 Pro 5Gનું રિબ્રાન્ડેડ વર્ઝન છે. જોકે, કંપનીએ આ ફોનની ડિઝાઈનમાં મામૂલી ફેરફાર કર્યા છે.
આ કંપનીનો સૌથી સસ્તો સ્માર્ટફોન છે, જે 64MP કેમેરા સાથે આવે છે. ફોનમાં Qualcomm પ્રોસેસર સાથે 120Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે, 33W ફાસ્ટ ચાર્જિંગ અને 5000mAh બેટરી છે. આ ફોનની સાથે કંપનીએ OnePlus Nord Buds પણ લોન્ચ કર્યા છે. કંપનીએ પ્રથમ વખત નોર્ડ બ્રાન્ડિંગ ઇયરબડ લોન્ચ કર્યા છે.
OnePlusનો આ ફોન બે કન્ફિગરેશનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનના 6GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 19999 છે, જ્યારે તેના 8GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 21999 છે.

ફોન બે કલર ઓપ્શનમાં ઉપલબ્ધ હશે. તેનું પહેલું વેચાણ 30 એપ્રિલે બપોરે 12 વાગ્યે થશે. તમે તેને OnePlus, Amazonના વિશિષ્ટ સ્ટોર અને બ્રાન્ડની સત્તાવાર વેબસાઇટ પરથી ખરીદી શકશો..
OnePlus એ આ ઇયરબડ્સને બે કલર વેરિઅન્ટમાં લૉન્ચ કર્યા છે. તમે તેને બ્લેક સ્લેટ અને વ્હાઇટ માર્બલ એમ બે રંગોમાં ખરીદી શકો છો. તેની કિંમત 2799 રૂપિયા છે.
ફોનના ફિચર્સ
ડ્યુઅલ સિમ સપોર્ટ સાથેનો આ ફોન એન્ડ્રોઇડ 12 પર આધારિત ઓક્સિજન OS પર કામ કરે છે. તેમાં 6.59-ઇંચની FHD+ સ્ક્રીન છે જે 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે આવે છે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ આપવામાં આવી છે. ફોન ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 695 પ્રોસેસર પર કામ કરે છે.
તેમાં 8GB રેમ અને 128GB સ્ટોરેજ છે. ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેનો મુખ્ય લેન્સ 64MP છે. આ સિવાય કંપનીએ ફ્રન્ટમાં 16MP સેલ્ફી કેમેરો આપ્યો છે. ફોન ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 695 પ્રોસેસર પર કામ કરે છે.

કંપનીના જણાવ્યા અનુસાર હેન્ડસેટને 3 વર્ષ સુધી 2 મુખ્ય એન્ડ્રોઇડ અપડેટ્સ અને સુરક્ષા અપડેટ્સ મળતા રહેશે. હેન્ડસેટ 5000mAh બેટરી સાથે આવે છે અને 33W સુપર ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં WiFi, Bluetooth, GPS, 3.5mm ઓડિયો જેક હોલ અને USB Type-C પોર્ટ છે..

