ગગનયાન મિશન પર બેઠકમાં કહેવાયું- 2040 સુધીમાં ભારત મનુષ્યને ચંદ્ર પર મોકલશે

સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીએ ભારતના ગગનયાન મિશનની પ્રગતિનું મૂલ્યાંકન કરવા અને ભારતના અવકાશ સંશોધનના પ્રયાસોના ભવિષ્યની રૂપરેખા તૈયાર કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.

અવકાશ વિભાગે ગગનયાન મિશનની વિસ્તૃત ઝાંખી પ્રસ્તુત કરી હતી, જેમાં અત્યાર સુધી વિકસાવવામાં આવેલી વિવિધ ટેકનોલોજીઓ જેવી કે માનવ-નિર્ધારિત પ્રક્ષેપણ વાહનો અને સિસ્ટમ લાયકાતનો સમાવેશ થાય છે. એ બાબતની નોંધ લેવામાં આવી હતી કે હ્યુમન રેટેડ લોન્ચ વ્હીકલ (એચએલવીએમ3)ના 3 અનક્રૂડ મિશન સહિત આશરે 20 જેટલા મોટા પરીક્ષણોનું આયોજન કરવામાં આવ્યું છે. ક્રૂ એસ્કેપ સિસ્ટમ ટેસ્ટ વ્હીકલની પ્રથમ નિદર્શન ઉડાન 21 ઓક્ટોબરના રોજ યોજાવાની છે. આ બેઠકમાં મિશનની તૈયારીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને 2025માં તેની શરૂઆતની પુષ્ટિ કરવામાં આવી હતી.

તાજેતરમાં ચંદ્રયાન-3 અને આદિત્ય એલ1 મિશન સહિત ભારતીય અવકાશ પહેલોની સફળતાને ધ્યાનમાં રાખીને PMએ સૂચના આપી હતી કે, ભારતે હવે નવા અને મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંકો નિર્ધારિત કરવા પડશે, જેમાં વર્ષ 2035 સુધીમાં 'ભારતીય અંતરીક્ષા સ્ટેશન' (ભારતીય અંતરિક્ષ સ્ટેશન)ની સ્થાપના અને વર્ષ 2040 સુધીમાં પ્રથમ ભારતીયને ચંદ્ર પર મોકલવાનો સમાવેશ થાય છે.

આ વિઝનને સાકાર કરવા અંતરિક્ષ વિભાગ ચંદ્રના સંશોધન માટે એક રોડમેપ તૈયાર કરશે. તેમાં ચંદ્રયાન મિશનની શ્રેણી, નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ (એનજીએલવી)નો વિકાસ, નવા લોન્ચ પેડનું નિર્માણ, માનવ-કેન્દ્રિત પ્રયોગશાળાઓ અને તેની સાથે સંકળાયેલી ટેકનોલોજીની સ્થાપના સામેલ છે.

About The Author

Related Posts

Top News

શેલ્બી હોસ્પિટલ સુરતે ઇતિહાસ બનાવ્યો: દક્ષિણ ગુજરાતમાં ક્રેનિઓસિનોસ્ટોસિસ જેવી દુર્લભ સર્જરી સફળતા પૂર્વક હાથ ધરાઈ

સુરત, ગુજરાત, 29 એપ્રિલ 2025: શેલ્બી હોસ્પિટલ, સુરતે દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત કેનિઓસિનોસ્ટોસિસ સર્જરી કરીને એક મહત્વપૂર્ણ તબીબી સિદ્ધિ પ્રાપ્ત...
Health 
શેલ્બી હોસ્પિટલ સુરતે ઇતિહાસ બનાવ્યો: દક્ષિણ ગુજરાતમાં ક્રેનિઓસિનોસ્ટોસિસ જેવી દુર્લભ સર્જરી સફળતા પૂર્વક હાથ ધરાઈ

ભારત-પાકિસ્તાન વચ્ચે વેપાર ઠપ્પ! તો પણ 10 અબજ ડૉલરનો ભારતીય માલ પાકિસ્તાન પહોંચી ગયો

જોકે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધો વેપાર ખૂબ જ ઓછો છે. બંને દેશો વચ્ચે સતત ભૂ-રાજકીય તણાવ અને સરહદી તણાવને...
Business 
ભારત-પાકિસ્તાન વચ્ચે વેપાર ઠપ્પ! તો પણ 10 અબજ ડૉલરનો ભારતીય માલ પાકિસ્તાન પહોંચી ગયો

Oppo લાવી રહ્યો છે iPhone જેવો દેખાતો હતો એક સસ્તો ફોન , લોન્ચ પહેલા લીક થઈ તસવીર

Oppo Reno 13 પછી, ચીની કંપની વધુ એક સસ્તો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. આ ફોનના કેમેરા અને ડિઝાઇન...
Tech and Auto 
Oppo લાવી રહ્યો છે iPhone જેવો દેખાતો હતો એક સસ્તો ફોન , લોન્ચ પહેલા લીક થઈ તસવીર

સેહવાગ કેમ ઇચ્છતો હતો કે BCCI ધોનીને IPLમાંથી કરી દે પ્રતિબંધિત?

મહેન્દ્ર સિંહ ધોનીની  હાલમાં કોઈને પરિચય આપવાની જરૂર નથી. IPLમાં કેપ્ટન તરીકે તેનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું છે, પરંતુ શું...
Sports 
સેહવાગ કેમ ઇચ્છતો હતો કે BCCI ધોનીને IPLમાંથી કરી દે પ્રતિબંધિત?
Copyright (c) Khabarchhe All Rights Reserved.