- Tech and Auto
- Tata Neu થયું લોન્ચ, મળશે બિલ ભરવાથી લઈને ફ્રી IPL મેચ જોવા સુધીના અનેક ફીચર
Tata Neu થયું લોન્ચ, મળશે બિલ ભરવાથી લઈને ફ્રી IPL મેચ જોવા સુધીના અનેક ફીચર

મીઠુંથી લઈને સ્ટીલ સુધી તમામ વસ્તુઓ બનાવતી કંપની TATAએ પોતાનું સુપર એપ લોન્ચ કર્યું છે. TATAના સુપર એપ Tata Neu લાઈવ થઇ ગયો છે. આ એપ એન્ડ્રોઈડ અને iOS બંને પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ છે. કંપની આ એપના માધ્યમથી Amazon, Flipkart, Paytm અને બીજા સુપર એપ્સને ટક્કર આપશે. Tata Neu પર યૂઝર્સને અનેક સર્વિસેસ મળશે. UPI પેમેન્ટથી લઈને હોટલ અથવા ફ્લાઈટ બુકિંગ, ગ્રોસરી શોપિંગ સહિત અનેક ઓપ્શન તમને આ એપમાં મળશે.
શોપિંગ કરવા પર આ એપ Neu Coins રિવોર્ડ તરીકે આપે છે. એક Neu Coinની વેલ્યુ 1 રૂપિયાના બરાબર છે, જેને પ્લેયર્સ શોપિંગમાં રીડિમ કરી શકે છે. Taata Neu એપને તમે ગૂગલ પ્લે સ્ટોર અને એપ્પલ એપ સ્ટોરથી ડાઉનલોડ કરી શકો છો. જો કે, આ સમયે એપ કોઈ સમસ્યાને કારણે ડાઉનલોડ નથી થઇ રહી. TATAએ આ એપને ગત અઠવાડિયામાં લોન્ચ કરી હતી.
મળશે પેમેન્ટની સેવા
Tata Payની મદદથી તમે બ્રોડબેન્ડ, ઈલેક્ટ્રીસિટી, ગેસ, લેન્ડલાઈન, મોબાઈલ રિચાર્જ અને DTH રિચાર્જ કરી શકો છો, Neu એપની સાથે જોડાયા પછી, હવે તમને UPI પેમેન્ટનું પણ ઓપ્શન મળશે. એટલે કે, Tata Payની સાથે UPIનું પણ ફીચર જોડાયું છે, જેની મદદથી કાર્ડના માધ્યમથી પેમેન્ટ, નેટ બેંકિંગ અને UPI સર્વિસેસ મળશે.
ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનેન્સ
Tata Neu એપ પર તમે ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકો છો, તેમાં ઇન્સ્ટેન્ટ પર્સનલ લોનથી લઈને ડિજિટલ ગોલ્ડ, ઇન્શ્યોરન્સ અને ઘણી બધી એક્સક્લુઝીવ સ્કીમ્સ મળે છે, તેના પર હોમ અવે સિક્યોર પ્લાન, કાર્ડ ફ્રોડ સિક્યોર પ્લાન જેવી સ્કીમ પણ મળે છે.
ફૂડ ડિલીવરી
Tata Neu પર તમને ફૂડ ડિલીવરીનું પણ ઓપ્શન મળે છે, જેમાં ટાટાના તાજ ગ્રુપના હોટલ્સના માધ્યમથી ફૂડ ઓર્ડર કરવાનું ઓપ્શન મળશે. TATAના આ એપમાં અનેક ફીચર્સ મળે છે, તેમાં Neu Coin આપવામાં આવી રહ્યા છે, જેમને તમે શોપિંગ દરમિયાન રિડીમ કરી શકો છો, હાલમાં આ કોઇન્સ Starbucks, Tata Pay અને યૂટીલિટી બિલ પેમેન્ટ માટે ઉપલબ્ધ છે.
આ એપ પર તમને Big Basket, Croma, Tata CliQ, Westside અને Tata 1 Mgનું પણ પ્રોસેસ મળે છે. યૂઝર્સ TATA IPL મેચને ફ્રીમાં લાઈવ જોઈ શકે છે, તેના માટે યૂઝર્સને Neu Quiz ના જવાબ આપવા પડશે, જે Tata Neu ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવશે, આવી રીતે યૂઝર્સ મેચના ટિકિટ જીતી શકે છે.
Related Posts
Top News
BCCIએ ગંભીર ઈજા રિપ્લેસમેન્ટ નિયમ લાગુ કર્યો, રિષભ પંતની ઇજા બની બદલાવનું કારણ, આ 2 નિયમો પણ બદલાયા
તામિલનાડુના BJP પૂર્વ અધ્યક્ષ સી.પી.રાધાકૃષ્ણન NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર
ચૂંટણી પંચની PC બાદ કોંગ્રેસ કહે- અમારા સવાલના જવાબ નથી આપ્યા, BJP કહે- ચૂંટણી પંચે યોગ્ય જવાબ આપ્યો
Opinion
-copy.jpg)