વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન નહીં, જે પ્લે સ્ટોરમાં વારંવાર દેખાતું હતું. આ વોટ્સએપની પેરેન્ટ કંપની, મેટા તરફથી આવેલું છે. મેટાએ વોટ્સએપ પ્લસ નામનું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન લોન્ચ કર્યું છે. જોકે, આમ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે પ્લસ વર્ઝન આવવાથી તમારા નિયમિત વર્ઝનમાંથી કઈ પણ ઓછું નહીં થાય, તે રાબેતા મુજબ કામ કરવાનું ચાલુ રાખશે. અને હા, જો તમે પ્લસ પર પૈસા ખર્ચવા તૈયાર છો તો તમને શું મળશે, તે અહીં તમે જાણી લો.

Whatsapp-Plus1
ndtv.in

ભારતમાં તેની કિંમત અથવા પ્લાન શું હશે તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ યુરોપમાં, તેની કિંમત દર મહિને 2.49 યુરો (આશરે 280 રૂપિયા) છે. પડોશી પાકિસ્તાનમાં, તેની કિંમત 229 પાકિસ્તાની રૂપિયા છે, જે ભારતમાં 77 રૂપિયાની આજુ બાજુમાં છે. વોટ્સએપ પ્લસ હાલ પૂરતું પસંદગીના આઇફોન વપરાશકર્તાઓ માટે રજૂ કરવામાં આવ્યું છે. આ પ્લાન વોટ્સએપ બિઝનેસ, એપના બિઝનેસ એકાઉન્ટ માટે નથી.

Whatsapp-Plus2
navbharattimes.indiatimes.com

ચેટ સ્ક્રીનને કસ્ટમાઇઝ કરવા માટે ઘણા વિકલ્પો છે, જેમ કે એનિમેટેડ ઇફેક્ટ્સ સાથે પ્રીમિયમ સ્ટીકર પેક. કુલ 18 સ્ટીકરો તમને એપની લીલી સ્ક્રીનથી છુટકારો મેળવવાની મંજૂરી આપે છે. ઉપરાંત તમને 14 એપ આઇકોન પણ મળશે, જેમાં મિનિમલિસ્ટ લુકથી લઈને બ્રાઇટ મૂનલાઇટ આઇકોનનો સમાવેશ થાય છે.

WABetaInfo અનુસાર, પ્લસ મોડેલ વપરાશકર્તાઓ પાસે એકસાથે 20 ચેટ્સ પિન કરવાનો વિકલ્પ હશે. વર્તમાન સ્ટાન્ડર્ડ વર્ઝન ફક્ત 3ને સપોર્ટ કરે છે. તમારી પાસે તમારી ચેટ્સ પર એક જ થીમ લાગુ કરવાનો વિકલ્પ પણ હશે. તમને ફ્લટર, ટેમ્પો, રિપલ, ક્વેસ્ટ, ડ્રમ, મર્મર, ફ્લક્સ, મેડો, બબલ અને કાર્નિવલ સહિત 10 વિશિષ્ટ રિંગટોન પણ મળશે.

Whatsapp-Plus3
navbharattimes.indiatimes.com

અહીં તમને જણાવી દઈએ કે, પ્લસ મોડેલ ઇન્સ્ટાગ્રામ અથવા એક્સ સબ્સ્ક્રિપ્શન જેવું નથી. આનો અર્થ એ છે કે તમને કોઈ બ્લુ ટિક અથવા સુવિધાઓ મળશે નહીં, જે બેઝ વર્ઝનમાં ઉપલબ્ધ નથી. જો તમે તમારી એપને કસ્ટમાઇઝ કરવા માંગતા હો, તો તમે પ્લસ વર્ઝન પર પૈસા ખર્ચી શકો છો. નહિંતર, સ્ટાન્ડર્ડ વર્ઝનને પકડીને ચેટ કરતા રહો.

About The Author

Related Posts

Top News

8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કમિશન 15 જૂન સુધીમાં તેના સૂચનો...
Business 
8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

કર્ણાટક કોંગ્રેસ સરકારની મુખ્ય 'ગૃહ લક્ષ્મી' યોજના અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યમાં મોટી ટેકનિકલ બેદરકારીને કારણે...
National 
મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

પોલીસ કમિશનરેટ સિસ્ટમ હેઠળ શાંતિ ભંગના આરોપસર વ્યક્તિઓને અટકાયતમાં લેવાની સત્તાના કથિત દુરુપયોગ અંગે અલ્હાબાદ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે....
National 
'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા

દેશના રાજકારણમમાં એક મોટા ઘટનાક્રમના સમાચાર સામે આવી રહ્યા છે. ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત બાદ...
Politics 
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.