- Agriculture
- ગુજરાતની સુગર ફેકટરીઓ માટે રાહતનો ખજાનો: 8000 કરોડના પેકેજને મંજૂરી
ગુજરાતની સુગર ફેકટરીઓ માટે રાહતનો ખજાનો: 8000 કરોડના પેકેજને મંજૂરી
ગુજરાતમાં આવેલી સુગર ફેકટરીઓ માટે ગુજરાત સરકારે રાહતનો પટારો ખોલ્યો છે. ગુજરાત સરકારે સુગર ફેકટરીઓ માટે આઠ હજાર કરોડના પેકેજને મંજુરી આપી છે. આ ઉપરાંત રૂપાણી કેબિનેટે અન્ય મહત્વના નિર્ણયો પણ કર્યા હતા. આમ જોતા કૃષિમંત્રી આર.સી.ફળદુના નેતૃત્વમાં ખેડૂતોના હિતના અગત્યના નિર્ણયો સરકાર લઈ રહી છે, તે અહીં ટાંકવું રહ્યું.
વિગતો મુજબ ગુજરતામાં 65,000 ટનની ઉત્પાદન ક્ષમતા ધરાવતા 17 જેટલા ખાંડના કારખાનાઓ ચાલી રહી છે. આ તમામ સુગર ફેકટરીઓ સહકારી ક્ષેત્ર આધારિત છે. સમગ્ર રાજ્યમાં ખેતી લાયક 125 લાખ હેકટર જમીનમાંથી 1.90 લાખ હેકટર જમીનમાં શેરડીની ખેતી થાય છે. 4.50 લાખ કરતાં ૫ણ વધારે ખેડૂતોનો સહકારી ખાંડ મંડળીના સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવે છે.
કેટલીક સુગર ફેકટરીઓ આર્થિક રીતે પડી ભાંગી હતી અને ડચકા ખાવાની સ્થિતિમાં ચાલી રહી હતી. ગુજરાત સરકાર ખેડુતો અને સહકારી ક્ષેત્રને વધુ સક્ષમ કરવાના આશય સાથે સુગર ફેકટરીઓ માટે આઠ હજાર કરોડની સહાયના આર્થિક પેકેજની જાહેરાત કરી છે. આ ઉપરાંત સરકારે ખાંડનો લઘુત્તમ ભાવ 29 રૂપિયા કરવાનો પણ નિર્ણય કર્યો છે. આનાથી ખેડુતો અને સુગર મીલ એમ બન્નેને ભાવમાં ફાયદો થવાની શકયતા જોવા મળી રહી છે. કેબિનેટે આ નિર્ણયને પણ મંજુર રાખ્યો હતો.
ખેડુતોની પાછલા કેટલાક વખત શેરડીના પિલાણ અને ટેકાના ભાવને લઈ સરકાર સમક્ષ માંગણી પેન્ડીંગ ચાલી રહી હતી. સરકારે આ વખતે ખેડુતોના વિશાળ હિતને ધ્યાને લઈ સુગર મીલોને રાહત પેકેજ અને ખેડુતોને શેરડીનું યોગ્ય વળતર આપવા સંબંધી ઠરાવ પાસ કર્યો હતો.

