ન કોઈ કેમિકલ, ન આધુનિક ટેક્નિક; ગાયના છાણથી ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યો છે આ ખેડૂત

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભાટસણ ગામમાં રહેતા 58 વર્ષીય ખેડૂત નરસિંહભાઈ પ્રજાપતિએ 3 વર્ષ અગાઉ એક મોટો નિર્ણય લીધો હતો. તેણે પરંપરાગત ખેતીની રીતો છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી. તેનો પુત્ર જયેશભાઈ પ્રજાપતિ બનાસ ડેરીમાં કામ કરે છે, તે પણ આ પહેલમાં તેની સાથે છે. પિતા અને પુત્ર બંને હવે 7 વીઘા જમીન પર પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને વાર્ષિક 1 લાખ રૂપિયા સુધીની કમાણી કરી રહ્યા છે. જયેશભાઈ કહે છે, જો આપણે આપણા બાળકોને ઝેર નથી આપતા તો પછી ધરતીને પણ ઝેર કેમ આપીએ? આ વિચાર જ તેની ખેતીની દિશા બદલવાનું કારણ બન્યો.

તેને સમજાયું કે રાસાયણિક ખેતી ન માત્ર જમીનને જ નુકસાન પહોંચાડી રહી છે, પરંતુ અનાજને પણ ઝેરી બનાવી રહી છે. આ જ કારણ છે કે તેણે અને તેના પિતાએ જીવનભર ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ લીધો. નરસિંહભાઈએ દેશી ગીર જાતિની ગાયો ઉછેરી છે. તે ગાયના છાણ અને મૂત્રમાંથી તેઓ ખાસ જીવામૃત અને પ્રવાહી જીવામૃત તૈયાર કરે છે. આ જૈવિક મિશ્રણ પાકની વૃદ્ધિ અને ઉપજ વધારે છે. તેઓ ઠોસ અમૃતને 15 દિવસમાં ખેતરમાં ભેળવે છે અને 30-35  દિવસમાં તૈયાર ખાતર ખેતરમાં નાખે છે. પાકની જરૂરિયાત મુજબ જીવામૃતનો ઉપયોગ 15-21 દિવસમાં કરવામાં આવે છે.

Farmer
hindi.news18.com

હાલમાં તેઓ ઉનાળુ બાજરીની ખેતી કરી રહ્યા છે. તેમને એક વીઘામાં લગભગ 50-60 મણ બાજરીનું ઉત્પાદન મળે છે. આ બાજરી બજારમાં 600-650 રૂપિયા પ્રતિ મણના ભાવે વેંચાય છે. જો પાક વધુ હોય, તો તેને માર્કેટમાં પણ વેંચવામાં આવે છે, જેથી આવકમાં વધારો થાય છે. પ્રાકૃતિક ખેતી દ્વારા મળેલી સફળતાએ ગામના અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપે છે. તેઓ પણ હવે આ દિશામાં આગળ વધી રહ્યા છે. નરસિંહભાઈની મહેનત અને સમર્પણ આજે ગામ માટે એક ઉદાહરણ બની ચૂક્યું છે. પુત્ર જયેશનું કહેવું છે કે તેના પિતાના આધ્યાત્મિક વિચાર અને ધરતી સાથેના જોડાણે તેમને પણ પ્રેરિત કર્યો. નરસિંહભાઈની ખેતી ન માત્ર જમીન માટે સારી સાબિત થઈ, પરંતુ આર્થિક રીતે પણ લાભદાયી બની છે. જ્યાં પહેલા રાસાયણિક ખેતીને કારણે જમીનનું ઉત્પાદન ઘટી રહ્યું હતું, હવે એજ જમીન દરેક સીઝનમાં સારું ઉત્પાદન આપી રહી છે. સાથે જ, રસાયણવ વિનાનું અનાજ ખાવાથી પરિવારનું સ્વાસ્થ્ય પણ સારું થયું છે.

Related Posts

Top News

મંદીના સમયે સુરતમાં હીરા વેપારીનું 4 કરોડમાં ઉઠમણું

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી મંદીનો અજગર ભરડો છે અને બજાર ચાલવાની બધા આશા રાખીને બેઠા છે એવા સમયે મોકાણના...
Gujarat 
મંદીના સમયે સુરતમાં હીરા વેપારીનું 4 કરોડમાં ઉઠમણું

એક પરિણામથી ધરાશાયી થઈ દેશની સૌથી અમીર બેન્કરની બેન્ક, 6 કલાકમાં જ થયું લગભગ 32 હજાર કરોડનું નુકસાન

સોમવારે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડા પાછળ ઘણા મોટા કારણો હતા, પરંતુ સૌથી મોટું કારણ કોટક...
Business 
એક પરિણામથી ધરાશાયી થઈ દેશની સૌથી અમીર બેન્કરની બેન્ક, 6 કલાકમાં જ થયું લગભગ 32 હજાર કરોડનું નુકસાન

ભારતીય સાથે લગ્ન કર્યા પછી અમેરિકન મહિલાને સાંભળવી પડે છે વાંધાજનક ટિપ્પણીઓ

ભારતમાં રહેતી એક અમેરિકન મહિલાએ હવે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે ભારતીય પુરુષ સાથે લગ્ન કર્યા પછી...
National 
ભારતીય સાથે લગ્ન કર્યા પછી અમેરિકન મહિલાને સાંભળવી પડે છે વાંધાજનક ટિપ્પણીઓ

મોટા પરદા પર ઉતરશે રાજા-સોનમ રઘુવંશીનો હનીમૂન કાંડ, સામે આવ્યું ફિલ્મનુ પોસ્ટર; નામ પણ ખતરનાક

ઇન્દોરના બહુચર્ચિત રાજા રઘુવંશી હત્યાકાંડમાં રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે, તો આજે રાજાના પરિવારે એક અનોખી પહેલ...
Entertainment 
મોટા પરદા પર ઉતરશે રાજા-સોનમ રઘુવંશીનો હનીમૂન કાંડ, સામે આવ્યું ફિલ્મનુ પોસ્ટર; નામ પણ ખતરનાક
Copyright (c) Khabarchhe All Rights Reserved.