હવે 24 મે પછી ભાજપ વિધાનસભા ચૂંટણી માટે પૂરા જોશ સાથે મેદાનમાં ઉતરશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આવનારા પડકારો, રાજકીય અને સામાજીક સ્થિતિને પહોંચી વળવા માટે બે દિવસની ચિંતન શિબિરમાં તૈયાર થયેલો રિપોર્ટ પ્રમાણે સરકાર અને સંગઠને આવનારા છ મહિનામાં સંકલનથી કામ કરવાનું રહેશે. આ રિપોર્ટની ચર્ચા 24મી યોજનારી કારોબારીની બેઠકમાં કરવામાં આવશે.

પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે ચિંતન શિબિરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માર્ગદર્શન આપ્યું છે અને તેમણે સરકાર અને સંગઠન વચ્ચે સંકલન બનાવીને કેન્દ્ર અને રાજ્યની યોજનાઓ લોકો સુધી પહોંચાડવાના કામમાં લાગી જવાનું છે.

24મીની કારોબારી પછી સરકાર અને સંગઠનને નવી દિશા મળશે. પાર્ટી ચૂંટણી જીતવા માટે નવા કાર્યક્રમો આપશે. આ માટે કારોબારીમાં વ્યાપક સ્તર પર ચર્ચા થવાની છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં યોજનારી આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કારોબારીના તમામ સભ્યો હાજર રહેવાના છે. આ બેઠકમાં મોરચાના પદાધિકારીઓ પણ હશે.

ચૂંટણીને અનુલક્ષીને રાજ્યના વિવિધ સમાજને આવરી લેતા કાર્યક્રમો કરવામાં આવશે જેમાં આદિવાસી, દલિત, ઓબીસી, ક્ષત્રિય, કોળી અને પાટીદાર સમાજનો સમાવેશ થાય છે. આ સમાજના આગેવાનોને ભાજપમાં સમાવવાના પ્રયાસો પણ કરવામાં આવશે. આ કારોબારીમાં ચોમાસા દરમ્યાન કરવાના થતાં કાર્યક્રમોની પણ ચર્ચા વિચારણા કરાશે.

ગુજરાત પ્રદેશના 40થી વધુ આગેવાનો ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહ્યાં હતા જેમને અમિત શાહે માર્ગદર્શન આપ્યું છે. ભાજપે 150 પ્લસ બેઠકનો ટારગેટ રાખ્યો છે ત્યારે કોંગ્રેસના કબજામાં રહેલી 63 બેઠકો પર વધારે ધ્યાન કેન્દ્રીય કરવામાં આવ્યું છે. કારોબારીની બેઠકમાં આ બેઠકો અંગેની ચર્ચા થશે અને કોંગ્રેસના ચૂંટણી જીતી શકે તેવા ધારાસભ્યોને રાજીનામાં અપાવીને ભાજપમાં પ્રવેશ કરવા માટેની ઝૂંબેશ શરૂ કરાશે.

અહીં એક વસ્તુ ધ્યાન ખેંચે તેવી છે કે પહેલીવાર ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં ચૂંટણીની રણનીતિ ઘડવામાં સક્રિય ભૂમિકા ભજવી છે. એમ કહેવાય છે કે હવે ચૂંટણી સુધી ગુજરાતમાં શાહ જ મુખ્ય સુકાની રહેશે. તેમના આદેશ પ્રમાણે હવે આગળના તમામ કાર્યક્રમો અને રેલીઓ નક્કી કરવામાં આવશે. ભાજપ જે બેઠકો પર જીતી નથી શકતું અને શક્યતા દેખાય છે ત્યાં ફોકસ કરવા માટેની રણનીતિ બનાવાઇ હોવાનું સૂત્રો જણાવે છે. 

હવે આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં મોટા ફેરબદલા જોવા મળે તો નવાઇ નહીં. હાર્દિક પટેલે કોંગ્રેસ છોડી દીધી છે તે ભાજપમાં આવે તેવું કહેવાઇ રહ્યું છે. આ ઉપરાંત કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પણ પાટલી બદલે તેવા એંધાણ છે. 

Related Posts

Top News

ન તાળું તૂટ્યું, ન દરવાજો.. છતા SBI બેન્કમાંથી 2 કરોડના ઘરેણા અને 8 લાખ રોકડ કેવી રીતે સાફ કરી ગયા ચોર?

મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાના મહાનંદા નગર વિસ્તારમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ની શાખામાં ચોરીની એક મોટી ઘટના...
National 
ન તાળું તૂટ્યું, ન દરવાજો.. છતા SBI બેન્કમાંથી 2 કરોડના ઘરેણા અને 8 લાખ રોકડ કેવી રીતે સાફ કરી ગયા ચોર?

શું છે હૈદરાબાદ ગેઝેટ, જેની માંગ સરકારે માની તો મનોજ જરાંગેએ ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી

મહારાષ્ટ્ર સરકારે મરાઠા અનામત આંદોલનકારી મનોજ જરાંગે પાટીલની માગણીઓ સ્વીકાર્યા બાદ, જરાંગે પાટીલે પોતાની 5 દિવસની ભૂખ હડતાળ સમાપ્ત...
National 
શું છે હૈદરાબાદ ગેઝેટ, જેની માંગ સરકારે માની તો મનોજ જરાંગેએ ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી

અમેરિકામાં દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની શક્યતા છે! જાણો શું છે ટ્રમ્પની યોજના?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે નવા ટેરિફની યોજના બનાવી રહ્યા છે, તેઓ દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લાદવાની...
Business 
અમેરિકામાં દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની શક્યતા છે! જાણો શું છે ટ્રમ્પની યોજના?

73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ

લખનૌ હાઈકોર્ટની બેન્ચે એક મહત્વપૂર્ણ કૌટુંબિક વિવાદ કેસમાં મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે જો પત્ની પોતે...
National 
73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ

Opinion

PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે? PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે પછી ભલે તે કોંગ્રેસ હોય કે ભાજપ કે પછી હોય આમ આદમી પાર્ટી....
રૂપાલા, સંઘાણી અને રાદડીયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધરી સાબિત થશે
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
ગુજરાત સરકારથી નારાજ અને PM મોદી સાથે લાગણીથી જોડાયેલા મતદારો અવઢવમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં
મિત્રોનો ડાયરો મળ્યો હોય ત્યારે હાજરી પુરાવાનું ક્યારેય ચૂકશો નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.