'મેં તો જાતે જ રાજીનામું આપી દીધું હતું' જાણો પદ પરથી દૂર કરવાના બિલ પર શું બોલ્યા અમિત શાહ?

જો વડાપ્રધાન, મુખ્યમંત્રી અથવા કોઈ મંત્રી પર 5 વર્ષ કરતા વધુની સજાની જોગવાઈવાળા કેસમાં આરોપ લાગે તો તેમણે પદ પરથી હટવું પડશે. એવી જોગવાઈવાળા બિલને ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં રજૂ કર્યું છે. આ બિલને લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, RJDના નેતાઓએ તેનો વિરોધ કરતા કહ્યું કે, આ લોકતંત્રની વિરુદ્ધ છે. આ સિવાય અસદુદ્દીન ઓવૈસીએ પણ વિરોધ કર્યો છે. આ દરમિયાન અમિત શાહે પોતે જ પોતાનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે રાજનીતિમાં શુદ્ધતા જાળવવી જરૂરી છે અને આપણે આપણી જવાબદારીથી નહીં ભાગી શકીએ.

amit-shah
livehindustan.com

એટલું જ નહીં, તેમણે પોતાનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, ‘જ્યારે હું ગુજરાતમાં મંત્રી હતો ત્યારે મારા પર આરોપો લાગ્યા હતા. મેં પદ પરથી રાજીનામું આપ્યું અને કોર્ટના આદેશોનું પાલન કર્યું. ત્યારબાદ જ્યારે હું આરોપોમાંથી મુક્ત થયો અને બંધારણ હેઠળ પદ સંભાળવાનો અધિકાર મળ્યો ત્યારે જ મેં ફરીથી જવાબદારી સંભાળી. એટલું જ નહીં, અમિત શાહે કહ્યું કે આ બિલ દેશમાં ભ્રષ્ટાચાર રોકવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું હશે અને રાજનીતિમાં શુદ્ધતાને પ્રોત્સાહન આપશે. જ્યારે ઘણા વિપક્ષી સાંસદોએ કહ્યું કે, આ બિલ ઉતાવળમાં લાવવામાં આવ્યું છે, ત્યારે અમિત શાહ ચર્ચાની વચ્ચે ઉભા થયા અને કહ્યું કે જો આવું છે તો હું તમને કહી દઉં કે આ બિલ સંયુક્ત સમિતિ સમક્ષ મોકલવામાં આવશે.

amit-shah2
thehindu.com

આ દરમિયાન બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ બિલનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘આવા બિલનો ઉપયોગ વિપક્ષી સરકારો સામે હથિયાર તરીકે થઈ શકે છે. આવા બિલ દેશમાં લોકતંત્રને હંમેશાં માટે ખતમ કરી દેશે અને તે સુપર ઇમરજન્સી તરફનું એક મોટું પગલું છે. આ સમય દરમિયાન, કેટલાક વિપક્ષી સાંસદોએ લોકસભામાં બિલની નકલ ફાડી હોવાના પણ સમાચાર મળી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી કોઈ માહિતી મળી નથી કે કયા સાંસદોએ આવું કર્યું છે. આ દરમિયાન લોકસભાની કાર્યવાહી બપોરે 3:00 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

કાજલે કહ્યું- અલ્પેશ સાથેના સંબંધની પરિવારને દોઢ વર્ષથી જાણ હતી, તેમણે મંજૂરી ન આપતા 6 મહિના પહેલા લગ્ન કર્યા હવે જો કોઈએ...

ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા હાલ પોતાના ગીતોને કારણે નહીં, પરંતુ પ્રેમ લગ્નને કારણે છે. પરિવારની સંમતિ વિના પ્રેમલગ્ન...
Gujarat 
કાજલે કહ્યું- અલ્પેશ સાથેના સંબંધની પરિવારને દોઢ વર્ષથી જાણ હતી, તેમણે મંજૂરી ન આપતા 6 મહિના પહેલા લગ્ન કર્યા હવે જો કોઈએ...

હોમિયોપેથી- સફેદ ગોળિયો ખરેખર કઇ રીતે અસર કરે છે, શું કહે છે વિજ્ઞાન? 

હોમિયોપેથીને લઈને વર્ષો જૂનો એક વિવાદ ચાલે છે. શું આ સારવાર પદ્ધતિ ખરેખર અસર કરે છે,  તેમાં વાસ્તવિક કોઇ વૈજ્ઞાનિક...
Charcha Patra 
હોમિયોપેથી- સફેદ ગોળિયો ખરેખર કઇ રીતે અસર કરે છે, શું કહે છે વિજ્ઞાન? 

એક ડિલિવરી બોયના નામે થયો કરોડોનો ધંધો? પાન કાર્ડ દ્વારા કરી છેતરપિંડી, હવે તેના ઘરે  ITની નોટિસ આવી!

ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક ગરીબ ડિલિવરી બોયના પાન કાર્ડનો દુરુપયોગ કરીને...
National 
એક ડિલિવરી બોયના નામે થયો કરોડોનો ધંધો? પાન કાર્ડ દ્વારા કરી છેતરપિંડી, હવે તેના ઘરે  ITની નોટિસ આવી!

ઈરાને ખામેનેઇને નિધનના 50 દિવસ બાદ પણ શા માટે દફનાવાયા નથી? નિષ્ણાતે જણાવ્યું આ કારણ

ઈરાનની સાંસ્કૃતિક અને રાજકીય પરંપરાઓથી તદ્દન વિપરીત દેશના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઇને હજુ સુધી દફનાવવામાં આવ્યા નથી. અમેરિકા...
World 
ઈરાને ખામેનેઇને નિધનના 50 દિવસ બાદ પણ શા માટે દફનાવાયા નથી? નિષ્ણાતે જણાવ્યું આ કારણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.