- Gujarat
- ગુજરાત કોંગ્રેસે પણ વોટ ચોરીનો લગાવ્યો આરોપ, રાજ્યમાં 62 લાખ નકલી મતદારો હોવાનો દાવો
ગુજરાત કોંગ્રેસે પણ વોટ ચોરીનો લગાવ્યો આરોપ, રાજ્યમાં 62 લાખ નકલી મતદારો હોવાનો દાવો
છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના નેતા રાહુલ અને INDIA બ્લોકના નેતાઓ સતત ચૂંટણી પંચ અને ભાજપ પર વોટ ચોરીના આરોપ લગાવી રહ્યા છે. તો ચૂંટણી પંચ પણ રાહુલ ગાંધીના આરોપો પર જવાબ આપી ચૂક્યું છે. આ વર્ષના અંતમાં બિહાર વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યારે આ વિસ્તારમાં રાહુલ ગાંધી ‘વોટર અધિકાર યાત્રા’ કરી રહ્યા છે. ત્યારે હવે વોટચોરીના મામલે ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસે પણ વોટ ચોરીનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના નેતાઓએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની લોકસભા બેઠક, નવસારી, અને તેની હેઠળ આવતી ચોર્યાસી વિધાનસભા બેઠકની મતદાર યાદીની ચકાસણી કરીને વોટચોરીના આરોપો લગાવ્યા છે.

પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં અમિત ચાવડાએ રાહુલ ગાંધીના વોટ ચોરીના ખુલાસાનો ઉલ્લેખ કર્યો અને મતદારોની ચકાસણી કરવી જરૂરી છે તેવું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ચોર્યાસી વિધાનસભામાં કુલ 6,09,592 મતદારો છે, તેમાંથી 40 એટલે કે 2,40,000થી વધુ મતદારોની ચકાસણી કરવામાં આવી છે. આ ચકાસણી દરમિયાન 30,000થી વધુ નકલી અને શંકાસ્પદ મતદારો મળી આવ્યા છે. જો આખી મતદાર યાદીની ચકાસણી કરવામાં આવે તો 75,000 થી વધુ નકલી મતદારો મળી શકે છે. આ ‘વોટ ચોરી’ ભાજપના કેન્દ્રીય મંત્રીના વિસ્તારમાંથી પકડાઈ હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.
https://twitter.com/AmitChavdaINC/status/1961688022086553837
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે કઇ-કઇ રીતે વોટ ચોરી કરવામાં આવે છે. જેમાં મુખ્યત્ત્વએ આ પાંચ રીતે વોટ ચોરી થઈ રહી છે અને તેના કારણે ચોર્યાસી વિધાનસભામાં 12% મતદારો શંકાસ્પદ જોવા મળ્યા છે. વોટ ચોરી 5 અલગ-અલગ રીતે કરવામાં આવી રહી છે. તેને લઈને અમિત ચાવડાએ પુરાવા પણ કર્યા હતા.

વોટ ચોરીની 5 રીત બતાવતા અમિત ચાવડાએ જણાવ્યુ કે, 1. એક વ્યક્તિના 2 અલગ-અલગ વોટ. 2. નામમાં સ્પેલિંગની ભૂલ કરીને નવો મતદાર બનાવવો. 3. EPIC નંબર બદલીને નવા મતદાર તરીકે નોંધણી કરવી. 4. અલગ-અલગ ભાષામાં ફોર્મ ભરીને મતદાર યાદીમાં નામ ઉમેરવું. 5. અલગ-અલગ સરનામા બતાવીને મતદાર તરીકે નોંધણી કરાવવી.

ચોર્યાસી વિધાનસભાના આંકડાઓના આધારે કોંગ્રેસે અનુમાન લગાવ્યું છે કે વર્તમાનમાં ગુજરાતભરમાં 62 લાખ જેટલા મતદારોની યાદી નકલી હોઈ શકે છે. કોંગ્રેસે તેને ‘લોકશાહી ખતમ કરવાનું ષડયંત્ર’ ગણાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, ‘આ ચોકીદારો જ ચોર છે.’ કોંગ્રેસે વોટ ચોરીના મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે. રવિવારે કલેક્ટર ઓફિસ સામે ‘વોટર અધિકારી જનસભા’ કરવામાં આવશે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસના નેતાઓ હાજર રહેશે.

કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે આ લડાઈ કોઈ પક્ષ કે ચૂંટણીની હાર-જીતની નથી, પરંતુ દેશની લોકશાહી અને બંધારણીય અધિકારોને બચાવવા માટેની છે. કોંગ્રેસે ચૂંટણી પંચને આ મુદ્દે ચર્ચા કરવા માટે આમંત્રણ આપ્યું છે અને એફિડેવિટની માગને મુદ્દો ડાયવર્ટ કરવાના પ્રયાસ ગણાવ્યા છે. આગામી સમયમાં તેઓ ઘરે-ઘરે જઈને મતદાર યાદીની ચકાસણી કરવામાં આવશે. અને તેમને ખુલ્લા પાડવામાં આવશે. તેમણે ગુજરાતનાં જાગૃત નાગરિકોને અપીલ કરતા તેમને સહયોગ કરવાની વિનંતી કરી હતી. એક સવાલના જવાબમાં અમિત ચાવડા કહ્યું કે, તેના પર એક્શન લેવાની, તેમાં સુધાર કરવાની જવાબદારી ચૂંટણી પંચની છે ચૂંટણી પંચ તેની જવાબદારી, સત્તાનો ઉપયોગ કરીને તેમાં સુધારો કરે, નહીં તો કોર્ટનો દરવાજો પણ ખખડવીશું. અને સૌથી મોટી અદાલત જનતાની અદાલતમાં પણ લઈ જઈશું.
https://www.facebook.com/watch/live/?ref=watch_permalink&v=790605506743951

