PM મોદીએ આખા દેશની રાજનીતિ બદલી નાંખી છે: ઓમ માથુર

ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બીજી વખત જીતનો પરચમ લહેરાવ્યો છે અને બહુમતી સાથે વિજય મેળવીને ભલભલાની બોલતી બંધ કરી દીધી છે. યૂપીની ચૂંટણી પહેલાં ભાજપ ફરી સત્તા હાંસલ કરી શકે એ વાતની લોકોને શંકા હતી કારણ કે ખેડુત આંદોલન, લોકોની નારાજગી, નેતાઓની નારાજગી આ બધું સામે આવી રહ્યું હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ બધાની ગણતરી ખોટી પાડીને ઉત્તર પ્રદેશની સત્તા ફરી હાંસલ કરી છે. ચૂંટણી જીત્યા પછી ભાજપના સિનિયર નેતા અને રાજ્યસભા સાંસદ ઓમ પ્રકાશ માથુરે એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે PM મોદીએ આખા દેશની રાજનીતિ બદલી છે.

1ST ઇન્ડિયા ચેનલની પત્રકાર અદિતી નાગરે ઓમ માથુરને સવાલ પુછ્યો હતો કે, સુશાસનની એ વાત જણાવો જેના આંકડા આજે જોવા મળ્યા? જેના જવાબમાં ઓમ માથુરે કહ્યું હતું કે હું 2014થી કહેતો આવ્યો છું કે, આઝાદી પછી પહેલીવાર ભારતીય જનતા પાર્ટીના નેતા નરેન્દ્ર મોદીએ આખા દેશની રાજનીતિ બદલી નાંખી છે. આમ નાગરિક, આમ મતદાતાના મનમાં એ વાત હતી કે મારા ગામ, મારા પરિવારમાં વિકાસ થવો જોઇએ. 

અત્યાર સુધી રાજનીતિ જાતિના આધારે, પાર્ટીના આધારે, ધર્મના કે પ્રદેશના આધારે થતી હતી તે હવે વિકાસના આધાર પર થઇ રહી છે. સરવાળે છેલ્લાં 5 વર્ષમાં જે પ્રકારે ભલે તમે ડબલ એન્જિન કહો,PM મોદીની જન કલ્યાણ યોજના છે. દેશમાં એક પણ એવો પરિવાર ન હોય જેમણે PM મોદીની યોજનાનો લાભ લીધો ન હોય. સાથે મહત્ત્વની વાત એ છે કે યોગીએ આ યોજનાઓને ગામના નીચલા સ્તર સુધી પહોંચાડી એવું દરેક વ્યકિતના મનમાં લાગ્યું.

ઓમ માથુરે કહ્યું કે મેં ચૂંટણી પહેલાં કહેલું કે, પૂર્ણ બહુમતીથી સરકાર બનશે. શક્ય છે કે લોકોને ભ્રમ થયો હોય.પણ માત્ર ઉત્તર પ્રદેશમાં જ નહીં દેશના 5 રાજ્યોમાંથી 4 રાજ્યોએ મહોર લગાવી દીધી કે મોદી હૈ તો મુનકીન હૈ. મતલબ કે મોદી છે તો બધું શક્ય છે. પ્રધાનમંત્રી મોદીના કામને લોકોએ પસંદ કર્યા છે. જે યુપીમાં એક સમયે ગુંડા રાજ હતું, મહિલાઓ ઘરની બહાર નિકળી શકતી નહોતી.. પરંતુ  મહિલાઓ, બહેનો, દિકરીઓ, બાળકોના મનમાં વિશ્વાસ પેદા થયો છે. પ્રદેશ સુરક્ષિત થયો હતો અને  અડધી રાત્રે ગમે ત્યારે નિકળી શકતા હતા. એક સુશાસન, એક ગરીબ સુધી યોજના પહોંચાડવાનો આ Verdict છે.

પત્રકારે ઓમ માથુરને સવાલ પુછ્યો હતો કે ગ્રાઉન્ડ લેવલે ધારાસભ્યોની નારાજગી દેખાતી હતી. દેશની ચૂંટણીમાં PM મોદીનો ચહેરો હોય તે વાત બરાબર છે, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં તો સ્થાનિકનો ચહેરો જોવામાં આવે છે છતા અહીં પણ ઓવર રૂલ જોવા મળ્યું? જેના જવાબમાં ભાજપ નેતા ઓમ માથુરે કહ્યું કે, ઘણો ભ્રમ ફેલાવવામાં આવ્યો, બધા પ્રકારના.

એકાદની નારાજગી હોય તો તે એક અલગ વિષય છે. સૌથી મોટો વિષય તમે ખેડુત આંદોલનનો જોયો. બધાએ કહ્યું કે જાટ નારાજ છે. આખા પશ્ચિમમાં જુઓ, પૂર્વાચંલમાં જુઓ, અવધ જુઓ, બુંદેલખંડ જુઓ કશું નજરે ન પડ્યું. શક્ય છે કે પરિવારના એકાદ સભ્યને પ્રોબ્લેમ હોય શકે છે, પરંતુ સંપૂર્ણ પરિવારના વ્યકિતઓએ બિલકુલ  ડંકાની ચોટ પર કમળ પર મહોર લગાવી છે. એટલે શુદ્ધ રૂપે વિકાસ , લો એન્ડ ઓર્ડર અને યોજનાઓના આ ચુકાદો છે.

પત્રકારે ઓમ માથુરને સવાલ પુછ્યો હતો કે ભાજપે ઉત્તર પ્રદેશમા  ઇતિહાસ રચ્યો તે જ રીતે આમ આદમી પાર્ટીએ પણ પંજાબમાં ઇતિહાસ રચ્યો છે  શું આને કારણે ભાજપને નોર્થના રાજ્યોમાં ખાસ કરીને ગુજરાતમાં પડકાર ઉભો થશે? ઓમ માથુરે જવાબ આપતા કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી દરેક ચૂંટણીને પડકાર માનીને જ લડે છે. તમે જે રાજ્યનું નામ લઇ રહ્યા છો ત્યાં પ્રધાનમંત્રી પોતે ગુજરાત જવાના છે.

અમે ચૂંટણીની પહેલાં તૈયારીઓ કરીએ છીએ. ગુજરાતમાં પણ અત્યારથી ધ્યાનમાં રાખીને અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા તૈયારી કરી રહ્યા છે. ઓમ માથુરે કહ્યું કે તેમણે પંજાબાં ઇતિહાસ રચ્યો છે તે સારી વાત છે અને અમે તેને એ વાત માટે ધન્યવાદ આપીએ છીએ. પરંતુ અમ ચૂંટણીને પડકાર માનીને જ આગળ વધીએ છીએ.

Related Posts

Top News

પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ

જ્યારે મત ચોરીના મુદ્દા પર વિપક્ષ સંસદની બહાર રસ્તા પર કૂચ કરી રહ્યો છે, ત્યારે એક TV ચેનલ સાથે...
National 
પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ

સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

ક્રિકેટના ભગવાન તરીકે પ્રખ્યાત સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ હોવાના અહેવાલ છે. અર્જુન જે છોકરી સાથે સગાઈ...
Sports 
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન

અમદાવાદે યુરોપિયન સંસ્થા 'નુમ્બિયો'ના 2025ના ક્રાઈમ એન્ડ સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટમાં ભારતના સૌથી સુરક્ષિત શહેર તરીકેનું સ્થાન મેળવ્યું છે. આ રિપોર્ટ...
National 
અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન

Ph.D સ્કોલરે રાજ્યપાલ પાસે ડિગ્રી લેવાનો ઇનકાર કરી દીધો તો ત્યાં ઉભેલા જોતા રહી ગયા!

તે દીક્ષાંત સમારોહનો પ્રસંગ હતો. એક પછી એક ડિગ્રીધારકોને ડિગ્રીઓ એનાયત કરવામાં આવી રહી હતી. રાજ્યપાલ પોતે આ ખાસ પ્રસંગે...
National 
Ph.D સ્કોલરે રાજ્યપાલ પાસે ડિગ્રી લેવાનો ઇનકાર કરી દીધો તો ત્યાં ઉભેલા જોતા રહી ગયા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.