- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ 18-09-2025
વાર- ગુરુવાર
મેષ - નવી વસ્તુઓની ખરીદી આજે ઘર માટે કરી શકશો, કોઈની બીમારીની ચિંતા રહે, આજે કુળદેવીના આશીર્વાદ અવશ્ય લો.
વૃષભ - આજે તમે તમારા મનથી કોઈ સાહસનો વિચાર કરી શકો છો, તમારું ભાગ્ય આજે તમને દરેક વસ્તુમાં સાથ આપશે, આજે તમે માતાજીનું ધ્યાન અવશ્ય કરો.
મિથુન - તમારી વાણીનો ઉપયોગ કરી ધન લાભ મેળવો, આજે શારીરિક કમજોરીનો અનુભવ થાય, આજે ભાઈની સલાહ લઈ કામ કરો.
કર્ક - લગ્ન જીવન માટે સફળતાનો દિવસ, આનંદથી નોકરી ધંધામાં ધ્યાન આપી શકશો, આજે શનિ મહારાજનું ધ્યાન અવશ્ય કરો.
સિંહ - આજે કોર્ટ કચેરીના કામમાં ધ્યાન આપશો, તમારા શત્રુ તમારા પ્રભાવમાં આવશે, આજે ક્રોધ ન કરવો.
કન્યા - સમાજમાં નામ પ્રતિષ્ઠા વધશે, બાળકોની બાબતમાં ધ્યાન આપી શકશો, આજે તમે પિતૃઓ ધ્યાન અવશ્ય કરો.
તુલા- આજે નોકરી-ધંધામાં બુદ્ધિનો પ્રયોગ વધારે કરવો, ઘરમાં ખર્ચ કરી શકશો, આજે ધંધામાં ભાગીદારોની સલાહ લઈને જ કામ કરો.
વૃશ્ચિક - હરિફરી આનંદથી દિવસ પસાર થાય, ભાઈ-બહેનોથી આજે લાભ થાય, આજના દિવસમાં તમારી સાથે કામ કરતા લોકોને ખુશ રાખો.
ધન - તમારા વાણીના પ્રભાવથી આજે તમે સફળ થશો, તમારા ધનની સ્થિતિમાં સુધારો આવે, આજે તમે ઇષ્ટદેવની કૃપા પ્રાપ્ત કરો.
મકર - ભાગીદારીના ધંધામાં પ્રગતિ રહે, વિદેશના કામમાં ફાયદો રહે, આજે ભગવાન રામની ભક્તિ અવશ્ય કરો.
કુંભ - હરીફ વર્ગ પર વિજય મેળવી શકો, શારીરિક કાળજી આજે વધારે લેવી, મહાદેવજીનું ધ્યાન આજે કરો.
મીન - બાળકોની બાબતમાં ચિંતા વધે, ધન લાભ થઈની શક્યતાઓ બનશે, આજે તમે મંદિરમાં ભેટ અવશ્ય મૂકો. દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

