- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ- 26-10-2025
વાર- રવિવાર
મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય લેવું.
વૃષભ - પતિ પત્નીના સંબંધ મજબૂત બનાવો, વિદ્યા અભ્યાસ સંતાનોની બાબતમાં ધ્યાન આપવું, આજે માતાજીનું સ્મરણ ચોકસ કરો.
મિથુન - તમારી બચતમાં આજે વધારો થશે, શત્રુઓ તમારા પર હાવી થઈ શકે છે, આજે પિતૃઓના આશીર્વાદ ચોકસ લેવા.
કર્ક - સમાજમાં તમારી નામના પ્રતિષ્ઠામાં વધારો થાય, ભાગીદારીમાં ગેરસમજ ઊભી ન થાય સાચવવું, લક્ષ્મીનારાયણનું ધ્યાન આજે અવશ્ય કરો.
સિંહ - ઘર પરિવારમાં સંબંધ વધુ મજબૂત બનાવો, નોકરી ધંધામાં પ્રગતિ થાય, તમારા કુળદેવતાનું ધ્યાન અવશ્ય કરો.
કન્યા - બહાર હરવા ફરવામાં આનંદ રહે, ખોટું સાહસ કરવું નહીં, ભગવાન ક્ષેત્રપાળનું ધ્યાન આજે અવશ્ય કરો.
તુલા - આર્થિક લાભ આજે અટકતા લાગે, આજે તમારી ભક્તિમાં વધારો થશે, સૂર્ય નારાયણના દર્શન અવશ્ય આજે કરો.
વૃશ્ચિક - તમારા ગુસ્સા પર આજે કાબુ રાખો, ભાગીદારીના કામમાં સહાનુકુળતા રહે, આજે પીળી વસ્તુનું સેવન અવશ્ય કરવું.
ધન - હરીફ વર્ગ પર તમારો પ્રભાવ બનાવી શકશો, ખર્ચામાં વધારો થઈ શકે સાચવવું, આજે ગુરુ કે બ્રાહ્મણોના આશીર્વાદ અવશ્ય લેવા.
મકર - સંતાન લક્ષી બાબતોમાં સહાનુકુળતા રહે, યાત્રા પ્રવાસમાં સાવચેતી રાખવી, ગણેશજીને દુર્વા અર્પણ અવશ્ય કરો.
કુંભ - કામ ધંધામાં આજે વધારે મેહનત કરો, બહારના ખોરાકથી દૂર રહો, આજે તમારી પાસે એલાયચી અવશ્ય રાખો.
મીન - બગડેલા સંબંધો આજે સુધારો, એસિડિટી જેવી બીમારીથી સાવધાન રહો, આજે ગણેશજીને પીળી વસ્તુ અવશ્ય અર્પણ કરો, આપનો દિવસ શુભ રહે.
દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

