- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ -07-11-2025
વાર- શુક્રવાર
મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો.
વૃષભ - સંતાનો બાબતની ચિંતા રહેશે, પ્રિય વ્યક્તિથી મનદુઃખ થઈ શકે છે, આર્થિક લાભ માટે મહેનત વધારો.
મિથુન - નોકરી ધંધામાં બીજા ના ભરોસે ન રહો, ઘર પરિવારમાં વસ્તુઓ પાછળ ખર્ચ વધે, આજે ઘરનાની સલાહ અવશ્ય લો.
કર્ક - હરવા ફરવામાં સાચવવુ, કોઈ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી, આજે તમે ભાઈ બેનની સલાહ અવશ્ય લો.
સિંહ - તમારી વાણીમાં સંયમ રાખવો, આજે ધાર્મિકતામાં વધારો થશે, દૂધની બનાવટની વસ્તુઓ ટાળો.
કન્યા - ભાગીદારીના કામમાં સાવચેતી રાખવી, આર્થિક દૃષ્ટિએ પ્રગતિ થાય, નવા સંબંધોમાં આજે સાવચેતી રાખવી.
તુલા - તમે આજે હિત શત્રુઓથી સાવધાન રહો, તમારે આજે શરદી ખાંસી જેવી તકલીફમાં સાવધાન રહેવુ, ઠંડી વસ્તુઓ આજે ટાળો.
વૃશ્ચિક - સમાજમાં નામ પ્રતિષ્ઠામાં વધારો થશે, સંતાનોની બાબતમાં ખર્ચ વધશે, આજે તમે મનની વાત કોઈ ને કરશો નહીં.
ધન - ઘર પાછળ ખર્ચાઓ વધશે, નોકરી ધંધામાં સંઘર્ષ વધે, તમારા નીચલા વર્ગથી કામ કાઢવો.
મકર - કોઈપણ સાહસ કરતા ચેતજો, તમારી ઓળખાણોનો દુરુપયોગ ન થાય સાચવો, ભૂખા રહેવું આજે હાનીકારક બનશે.
કુંભ - તમારી વાણીનો ઉપયોગ સાચવીને કરવો, પૈસાની લેતી દેતીમાં ચોક્કસ રહો, તમારી ધાર્મિકતામાં વધારો કરો.
મીન - આજે તમે કોઈપણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરો, કામ ધંધામાં વધારે ધ્યાન આપો, આળસથી દૂર રહો. દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

