વૈશ્વિક આર્થિક કટોકટી: 'અત્યંત નાજુક પરિસ્થિતિ...' IMFએ શા માટે મોટા સંકટની આશંકા વ્યક્ત કરી?

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)એ વિશ્વને એક મોટી ચેતવણી આપી છે. તેણે કહ્યું છે કે આગામી સમય ખૂબ પડકારોથી ભરેલો રહેશે. આગામી IMF-વિશ્વ બેંક વસંતકાલીન બેઠકો અગાઉ IMFના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ ચેતવણી આપી છે કે વૈશ્વિક અર્થતંત્ર અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. સૌથી સકારાત્મક અને આશાવાદી પરિસ્થિતિઓમાં પણ, મંદીની શક્યતાઓ દેખાય રહી છે.

તેમના નિવેદન, જ્યોર્જિવાએ જણાવ્યું હતું કે વૈશ્વિક અર્થતંત્ર, જે તકનીકી અને અનુકૂળ નાણાકીય પરિસ્થિતિઓને કારણે મજબૂતીથી ચાલી રહ્યું હતું, હવે મધ્ય-પૂર્વમાં તણાવને કારણે નવા સંકટનો સામનો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, આપણે સૌથી આશાવાદી દૃષ્ટિકોણમાં પણ આપણે રેટિંગમાં ઘટાડાનો સામનો કરવો પડશે.

global-economic-crisis
nationalheraldindia.com

તેમણે કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટના માર્ગમાં વિક્ષેપ આવવા, સપ્લાય-ચેઇન પ્રભાવિત થવા અને આત્મવિશ્વાસમાં થનારા નુકસાન પહેલાથી જ અમારા નજરિયામાં સામેલ છે. આ વિક્ષેપનું મુખ્ય કારણ ઉર્જા ક્ષેત્રમાં ઉદ્ભવી રહેલું મોટું સંકટ છે. તેમણે કહ્યું કે તેલ અને ગેસનો પુરવઠો ગંભીર રીતે ખોરવાઈ ગયો છે, જેના કારણે ભાવમાં વધારો થયો છે અને પુરવઠા શૃંખલા પર દબાણ વધ્યું છે.

યુદ્ધ શરૂ થયા બાદ તરત જ, બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો. જોકે તેઓ તેમના રેકોર્ડ હાઇથી થોડા ઓછા થયા છે, તેમ છતા એટલા છે કે વિવિધ અર્થતંત્રોમાં મોંઘવારીનું દબાણ છે. આના પરિણામો તમામ ક્ષેત્રોમાં દેખાય છે. ડીઝલ અને જેટ ઇંધણ જેવા શુદ્ધ ઇંધણની અછતથી પરિવહન અને વેપાર પ્રભાવિત થઈ રહ્યો છે, જ્યારે ખાતરો અને લોજિસ્ટિક્સના વધતા ખર્ચ વૈશ્વિક ખાદ્ય અસુરક્ષાને વધુ વધારી રહ્યા છે. IMFનો અંદાજ છે કે લાખો લોકો ભૂખમરા તરફ ધકેલાઈ રહ્યા છે, જેના કારણે પહેલાથી જ નાજુક વૈશ્વિક પરિસ્થિતિ વધુ બગડી રહી છે.

IMF1
iasgyan.in

જ્યોર્જીવાએ આ આર્થિક કટોકટીના વિસ્તરણ માટે 3 મુખ્ય પરિબળો જણાવ્યા. આમાં ઉચ્ચ ઇનપુટ ખર્ચ અને પુરવઠાની અછત, વધતી જતી મુદ્રાસ્ફિતીની આશંકાઓ અને કડક નાણાકીય પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. લાંબા ગાળાની મોંઘવારીની આશંકાઓ અને નાણાકીય સ્થિતિઓમાં સખ્તાઈ સામેલ છે. તેમણે ચેતવણી આપી હતી કે કેન્દ્રીય બેંકોએ લાંબા સમય સુધી પરિસ્થિતિને સાંભળવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

તેમણે જણાવ્યું હતું કે તેલ આયાત કરતી અર્થવ્યવસ્થાઓ, ખાસ કરીને સંવેદનશીલ પ્રદેશોમાં, સૌથી વધુ દબાણનો સામનો કરે તેવી અપેક્ષા છે, જ્યારે ઊર્જા નિકાસકારો પણ વ્યાપક વૈશ્વિક પરિણામો માટે સંવેદનશીલ રહેશે. નીતિ નિર્માતાઓ વોશિંગ્ટનમાં મળવાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે જ્યોર્જિવાએ અનુશાસન સાથે નિર્ણયો લેવા પર ભાર મૂક્યો.

About The Author

Related Posts

Top News

શું છે વોટ્સએપ પ્લસ અને ઇન્સ્ટાગ્રામ 'પ્લસ'? શું હવે તમારે પૈસા ચૂકવવા પડશે?

શું તમારે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ચલાવવા માટે પૈસા ચૂકવવા પડશે? મેટાએ એક મોટી જાહેરાત કરી છે જેની સીધી અસર...
Tech and Auto 
શું છે વોટ્સએપ પ્લસ અને ઇન્સ્ટાગ્રામ 'પ્લસ'? શું હવે તમારે પૈસા ચૂકવવા પડશે?

852 કરોડનો શોપિંગ મોલ, શાનદાર ઘર.. ; જાણો કર્ણાટકના CM બનવા જઈ રહેલા DK શિવકુમારની કુલ સંપત્તિ વિશે

DK શિવકુમાર કર્ણાટકના નવા CM બનશે. સિદ્ધારમૈયા સરકાર ભંગ થઈ રહી છે, અને તેઓ ગુરુવારે બપોરે લોકભવનમાં CM પદ...
Business 
852 કરોડનો શોપિંગ મોલ, શાનદાર ઘર.. ; જાણો કર્ણાટકના CM બનવા જઈ રહેલા DK શિવકુમારની કુલ સંપત્તિ વિશે

TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો; કપડા ફાડ્યા-ઇંડા ફેંક્યા, મમતા-અખિલેશ-કોંગ્રેસ બધા ભડક્યા

TMC સાંસદ અભિષેક બેનર્જી પર આજે સાંજે કેટલાક લોકોએ હુમલો કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિષેક એક પાર્ટી...
National 
TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો; કપડા ફાડ્યા-ઇંડા ફેંક્યા, મમતા-અખિલેશ-કોંગ્રેસ બધા ભડક્યા

રાજસ્થાનનો આ વીડિયો જોઈને તમને ટોમ ક્રૂઝના ફિલ્મની યાદ આવી જશે

રાજસ્થાનના ચુરુ જિલ્લામાં શનિવારે બપોરે એક વિશાળ અને ભયાનક ધૂળની ડમરીઓ (વાવાઝોડું) ત્રાટકી હતી, જેના કારણે સમગ્ર આકાશ ધૂળની...
National 
રાજસ્થાનનો આ વીડિયો જોઈને તમને ટોમ ક્રૂઝના ફિલ્મની યાદ આવી જશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.