- Business
- 'ભવિષ્યમાં સાથે કામ કરવા ઉત્સાહિત છું', આ વ્યક્તિ સાથે મુલાકાત બાદ બોલ્યા અદાણી
'ભવિષ્યમાં સાથે કામ કરવા ઉત્સાહિત છું', આ વ્યક્તિ સાથે મુલાકાત બાદ બોલ્યા અદાણી

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ફેમસ કેબ બુકિંગ એપ કંપની Uberના CEO દારા ખોસરોશાહી સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે ભવિષ્યમાં Uber સાથે મળીને કામ કરવાના સંકેત આપતા. Uberના CEO દારાખોસરોશાહી હાલના દિવસોમાં ભારતના પ્રવાસે છે. આ દરમિયાન ગૌતમ અદાણી સાથે તેમની મુલાકાત થઈ છે. ગૌતમ અદાણીએ X (અગાઉ ટ્વીટર) પર એક પોસ્ટ કરીને Uberના CEO સાથે મુલાકાતની જાણકારી શેર કરી. તેમણે જણાવ્યું કે, CEO દારા ખોસરોશાહી સાથે તેમની રસપ્રદ વાત થઈ.
ભારતમાં Uberના વિસ્તારને લઈને તેમનો નજરિયો અને ખાસ કરીને ભારતીય ડ્રાઇવરોના જીવનને સુધારવા અને તેમની ગરિમા બનાવી રાખવાને લઈને તેમની પ્રતિબદ્ધતા ખૂબ જ પ્રેરણાદાયક છે. દારા ખોસરોશાહી અને તેમની ટીમ સાથે ભવિષ્યમાં સહયોગ માટે ઉત્સાહિત છું. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને Uberના CEO વચ્ચે મુલાકાત એવા સમયે થઈ છે, જ્યારે દેશનું ગ્રીન અને રિન્યૂએબલ એનર્જી સેક્ટર તેજીથી ફળી-ફૂલી રહ્યું છે અને ઇલેક્ટ્રિક વ્હિકલના ઉપયોગ વધારવા પર ભાર આપવામાં આવી રહ્યો છે.
Absolutely captivating chat with @dkhos, CEO of @Uber. His vision for Uber's expansion in India is truly inspiring, especially his commitment to uplifting Indian drivers and their dignity. Excited for future collaborations with Dara and his team! #UberIndia pic.twitter.com/xkHkoNyu5s
— Gautam Adani (@gautam_adani) February 24, 2024
અદાણી ગ્રુપ દેશના ગ્રીન ટ્રાન્ઝિશન માટે આગામી 10 વર્ષમાં લગભગ 100 બિલિયન ડોલરનું રોકાણ કરશે અને વર્ષ 2027 સુધી સોલર મેન્યૂફેક્ચરિંગ કેપિસિટીને 10GW સુધી વધારવાનો પણ પ્લાન છે. ગત ડિસેમ્બરમાં ગૌતમ અદાણીએ કહ્યું હતું કે, ભારત રિન્યૂએબલ એનર્જી સેક્ટરમાં ગ્લોબલ લીડર બનવાની ખૂબ નજીક છે અને અદાણી ગ્રુપ આ ક્રાંતિમાં સૌથી આગળ રહેશે. ડિસેમ્બરમાં અદાણી ગ્રીન એનર્જીએ જાહેરાત કરી હતી કે કંપનીના પ્રમોટર્સ પ્રેફરેન્શિયલ રૂપે 1,480.75 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇઝ પર વોરંટ ઇશ્યૂ કરીને કંપનીમાં 9,350 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
Was great to meet Minister @PiyushGoyal in Delhi, and discuss initiatives to enable sustainable and digitally-enabled transportation, and our efforts towards promoting driver welfare. pic.twitter.com/kyl7aQzFZP
— dara khosrowshahi (@dkhos) February 23, 2024
ગૌતમ અદાણીએ કહ્યું હતું કે, 'આ રોકાણ દેશના ક્લીન એનર્જીના સપનાંને હકીકતમાં બદલાવ તરફ અદાણી પરિવારની પ્રતિબદ્ધતા દેખાડે જ છે. સાથે જ ઉચિત એનર્જી ટ્રાન્ઝિશન તરફ પ્રતિબદ્ધતાને પણ દેખાડે છે. જેમાં પારંપારિક પાવર સોર્સિસના ઉપયોગને ઓછો કરવા સાથે જ ગ્રોથ અને ડેવલપમેન્ટના પ્લાનને આગળ વધારવા માટે ગ્રીન અને સારા વિકલ્પો પર પણ તેજીથી કામ કરવામાં આવશે. Uber ભારત સહિત દુનિયાભરમાં પોતાની ફ્લીટ ઇલેક્ટ્રિક ગાડીઓ સાથે બદલવામાં કામ કરી રહી છે.
Terrific having a conversation about @Uber operations in India and the positive impact we hope to make to the economy. Have to work on my swing though!! https://t.co/yVPB3dIx1d
— dara khosrowshahi (@dkhos) February 23, 2024
આ મહિનાની શરૂઆતમાં Uberએ જણાવ્યું હતું કે તેની ઇકો ફ્રેન્ડલી અને ગ્લોબલ EV સર્વિસ, Uber ગ્રીન હવે દિલ્હીમાં પણ ઉપલબ્ધ છે. ગુરુવારે Uberએ ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) સાથે પણ ડીલ કરી છે, જે હેઠળ કંપની નેટવર્ક સાથે ઇન્ટિગ્રેશન કરીને Uber એપ પર પોતાની સુવિધાઓ વધારવા પર કામ કરશે. ઉલ્લેખનીય છે કે, ખોસરોશાહીએ ભારતના પ્રવાસ પર નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સાથે પણ મુલાકાત કરી અને સસ્ટેનેબલ અને ડિજિટલ એનેબલ્ડ ટ્રાન્સપોર્ટેશન માટે પ્રસ્તાવો પર ચર્ચા કરી. તેની સાથે જ શુક્રવારે તેઓ વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે પણ મૂલકાત કરી. જયશંકરે X પર લખ્યું કે ભારતમાં બિઝનેસ કરવાને લઈને ખોસરોશાહીનો આશાવાદ ઉત્સાહજનક છે.