જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણપણે બંધ થઈ જાય, તો માત્ર આ જ માર્ગો વિશ્વનું ભવિષ્ય નક્કી કરશે!

અત્યારે પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને અસ્થિરતા યથાવત  છે. જો આ મહત્ત્વપૂર્ણ જળમાર્ગ સંપૂર્ણપણે બંધ થઈ જાય, તો તે વૈશ્વિક તેલ પુરવઠામાં મોટો વિક્ષેપ આવશે. મર્યાદિત પાઇપલાઇનો, ખર્ચાળ વૈકલ્પિક માર્ગો અને કટોકટી અનામત, ઉર્જા બજારોને લાગનારા ઝટકાને સંપૂર્ણપણે સરભર કરી શકશે નહીં.

અમેરિકન એનર્જી ઇન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશન (EIA) અનુસાર, વૈશ્વિક તેલ પુરવઠાનો લગભગ 20% હિસ્સો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થાય છે. જો આ માર્ગ અવરોધાય છે, તો તે માત્ર શિપિંગ સમસ્યા જ નહીં હોય; તે વૈશ્વિક આર્થિક કટોકટીનું કારણ બની શકે છે. સાઉદી અરેબિયાની પૂર્વ-પશ્ચિમ પાઇપલાઇન લાલ સમુદ્ર સુધી કાચું તેલ પહોંચાડીને એક નાનો ઉકેલ પ્રદાન કરે છે, પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે તેની વધારાની ક્ષમતા સામાન્ય રીતે હોર્મુઝ સ્ટ્રેટમાંથી વહેતા પુરવઠાના જથ્થાને સંપૂર્ણપણે સરભર કરી શકતી નથી, જેને કારણે સંકટની સ્થિતિમાં પુરવઠામાં એક મહત્ત્વપૂર્ણ અંતર રહી જશે.

Strait-of-Hormuz3
thecsrjournal.in

સંયુક્ત આરબ અમીરાતે પહેલેથી જ એક બાયપાસ બનાવી લીધો છે. અબુ ધાબીની પાઇપલાઇન, જે હોર્મુઝ સ્ટ્રેટની બહાર સ્થિત ફુજૈરાહ બંદર સુધી જાય છે. વિશ્લેષકોનું કહેવું છે કે આ પાઇપલાઇન દરરોજ આશરે 1.5 થી 1.8 મિલિયન બેરલ તેલ લઈ જઇ શકે છે, જે એક વ્યૂહાત્મક, પરંતુ મર્યાદિત વૈકલ્પિક માર્ગ પ્રદાન કરે છે.

જહાજો લાંબા દરિયાઈ માર્ગો થી થઈને જઇ શકે છે, પરંતુ તેની કિંમત ચૂકવવી પડે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ માર્ગોથી ઈંધણ, વીમા અને પરિવહન સમયમાં વધારો થાય છે, જેથી પુરવઠાની અછતથી પહેલા જ વૈશ્વિક તેલના ભાવ વધી જાય છે.

જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થઈ જાય છે, તો રાષ્ટ્રો અન્ય રસ્તાઓ તરફ જશે જેમ કે અમેરિકા, રશિયા અને પશ્ચિમ આફ્રિકા. પરંતુ, ઊર્જા એજન્સીઓ ચેતવણી આપે છે કે આ સ્ત્રોતો તાત્કાલિક અછત પૂરી કરી શકતા નથી, જેના કારણે ટૂંકા ગાળાની અછત અને ભાવમાં વધારો થઈ શકે છે.

Strait-of-Hormuz
financialexpress.com

શું અસર થશે?

રાષ્ટ્રો કટોકટી તેલ ભંડારનો ઉપયોગ કરી શકે છે. IEAએ અગાઉ પણ તેલ છોડવાની માંગ કરી છે; પરંતુ, નિષ્ણાતો ચેતવણી આપે છે કે આ એક અસ્થાયી ઉપાય છે, લાંબા ગાળાનો ઉકેલ નથી. એવામાં, દુનિયાભરમાં પ્લાસ્ટિક અને લોજિસ્ટિક્સથી લઈને ખાદ્ય ઉત્પાદનો સુધી, દરેક ક્ષેત્ર પર તેની અસર પડશે અને મોંઘવારીએ ઝડપથી વધી શકે છે.

About The Author

Related Posts

Top News

ઈરાન સાથે યુદ્ધના કારણે ટ્રમ્પ સામે 'નો કિંગ્સ'નો બળવો, અમેરિકાથી યુરોપ સુધી પહોંચ્યો જનાક્રોશ

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષની અસર હવે વિશ્વભરમાં જોવા મળી રહી છે. કેટલીક જગ્યાએ પેટ્રોલ અને LPGની અછત વર્તાઈ...
World 
ઈરાન સાથે યુદ્ધના કારણે ટ્રમ્પ સામે 'નો કિંગ્સ'નો બળવો, અમેરિકાથી યુરોપ સુધી પહોંચ્યો જનાક્રોશ

જમીનના બદલામાં મળ્યા રૂ. 15 કરોડ, ખેડૂતે હેલિકોપ્ટર ખરીદ્યું; હવે મિત્રો સાથે થાઇલેન્ડ જવાની તૈયારી

શનિવારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સૌથી મોટા ગ્રીનફિલ્ડ એરપોર્ટ નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરીને દિલ્હી-NCRને એક મોટી...
National 
જમીનના બદલામાં મળ્યા રૂ. 15 કરોડ, ખેડૂતે હેલિકોપ્ટર ખરીદ્યું; હવે મિત્રો સાથે થાઇલેન્ડ જવાની તૈયારી

29 માર્ચના રોજ દેશમાં પેટ્રોલ-ડીઝલ-LPG-કેરોસીનની શું છે સ્થિતિ, સરકારે આપી તમામ માહિતી

ભારત સરકારે દેશમાં ઈંધણની સ્થિતિને લઈને તમામ માહિતી શેર કરતા કહ્યું હતું કે, પશ્ચિમ એશિયામાં વિકસતી પરિસ્થિતિ વચ્ચે, ભારત સરકાર...
National 
29 માર્ચના રોજ દેશમાં પેટ્રોલ-ડીઝલ-LPG-કેરોસીનની શું છે સ્થિતિ, સરકારે આપી તમામ માહિતી

ગુજરાતના સિંઘમ નિર્લિપ્ત રાયની રાજકોટમાં એન્ટ્રી થતા ગુનેગારોમાં ફફડાટ, 20 દિવસમાં વોન્ટેડ લિસ્ટ તૈયાર, ઈનામોની જાહેરાત

ગુજરાતના IPS અધિકારી નિર્લિપ્ત રાયે રાજકોટ રેન્જ આઈજી (હાલ ડીઆઈજી) તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે જ ગુનેગારો સામે લાલ આંખ કરી...
Gujarat 
ગુજરાતના સિંઘમ નિર્લિપ્ત રાયની રાજકોટમાં એન્ટ્રી થતા ગુનેગારોમાં ફફડાટ, 20 દિવસમાં વોન્ટેડ લિસ્ટ તૈયાર, ઈનામોની જાહેરાત

Opinion

પરાવલંબન હંમેશાં ગણતરી બગાડે છે, એટલે જ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ પરાવલંબન હંમેશાં ગણતરી બગાડે છે, એટલે જ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ
(ઉત્કર્ષ પટેલ) પરાવલંબન એક એવી વ્યવસ્થા છે જે દેશના અર્થતંત્રની ગણતરીને હંમેશા બગાડે છે. જ્યારે કોઈ રાષ્ટ્ર વિદેશી વસ્તુઓ પર...
મનહરભાઈ સાંસપરાઃ સતત નવા ક્ષેત્રોમાં સફળ ખેડાણ કરનાર ઉદ્યોગકાર અને ઉદાર સમાજસેવી
જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી
જયેશ દેસાઈ: હસતા મોઢે સૌનું હૈયું જીતી સફળતાની સીડી ચઢનાર વ્યક્તિત્વ
આર્કિટેક્ટ બંકિમ દવે: સુરતમાં આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના ક્ષેત્રમાં ત્રીજી પેઢીનું મોટું નામ
Copyright (c) Khabarchhe All Rights Reserved.